Parineeti-Raghav Engagement: કેટલા વાગે શરૂ થશે પરિણીતી-રાઘવની સગાઈનું ફંક્શન? આવવા લાગ્યા મહેમાનો

|

May 13, 2023 | 3:59 PM

Parineeti-Raghav Engagement: આજે પરિણીતી ચોપરા (Parineeti Chopra) અને આપ નેતા રાઘવ ચઢ્ઢાની સગાઈ છે. સગાઈને લગતી તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે અને મહેમાનો આવવાના પણ શરૂ થઈ ગયા છે.

Parineeti-Raghav Engagement: કેટલા વાગે શરૂ થશે પરિણીતી-રાઘવની સગાઈનું ફંક્શન? આવવા લાગ્યા મહેમાનો
Raghav Chadha And Parineeti Chopra

Follow us on

પરિણીતી ચોપરા (Parineeti Chopra) અને આપ નેતા રાઘવ ચઢ્ઢાની સગાઈમાં થોડો સમય બાકી છે. મહેમાનોની દિલ્હી આવવાની શરુઆત પણ સવારથી જ ચાલી રહી છે. આ કપલની સગાઈ સાથે જોડાયેલા સમાચાર જાણવા માટે ફેન્સ આતુરતા રાહ જોઈ રહ્યા છે. બંનેને ઓફિશિયલ રીતે એકસાથે જોવા માટે ફેન્સ રાહ જોઈ રહ્યા છે. પરંતુ હવે રાહ ટૂંક સમયમાં જ પૂરી થશે.

પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢા કડક સુરક્ષા વચ્ચે આજે તેમના સંબંધોને નામ આપવા જઈ રહ્યા છે. પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાનું સગાઈનું ફંક્શન આજે સાંજે 5 વાગ્યાથી શરૂ થશે. મળતી જાણકારી મુજબ કનોટ પ્લેસના કપૂરથલા હાઉસને સંપૂર્ણ રીતે સજાવવામાં આવ્યું છે. પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાએ પોતે આ ખાસ દિવસની તૈયારીઓની જાતે તપાસ કરી છે.

મહિલાઓ માટે આ સરકારી બચત યોજના છે શાનદાર, 31 માર્ચ સુધી રોકાણ કરવાની તક
23 વર્ષની જન્નત ઝુબેરે શાહરૂખ ખાનને આ મામલે પાછળ છોડ્યો, જુઓ ફોટો
ભારતના બંધારણની સૌપ્રથમ પ્રતિ કઈ ભાષામાં લખાઈ હતી?
દરિયામાં મસ્તી કરતી જોવા મળી સચિનની લાડલી સારા, જુઓ ફોટો
ટીમ ઈન્ડિયાને જર્સી પહેરવા માટે કેટલા રૂપિયા મળે છે?
Kumbh Mela Rituals : મહાકુંભ દરમિયાન ગંગામાં સ્નાન કર્યા પછી પણ નથી ધોવાતા આવા પાપ!

સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં પરિણીતી અને રાઘવ સુરક્ષા વચ્ચે કપૂરથલાના ઘરે પહોંચ્યા હતા. બંનેએ અંદરની બધી તૈયારીઓ પર તપાસ કરી છે અને થોડી વાર પછી બંને ત્યાંથી નીકળી ગયા. પરંતુ વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં પરિણીતી અને રાઘવ દેખાતા નથી. કારણ કે બંને વીઆઈપી કારની અંદર હાજર છે. અંદર જોવું મુશ્કેલ હતું. પરિણીતી અને રાઘવ તેમના દિવસને સુંદરતા અને સાદગીથી ખાસ બનાવવાના છે.

આ પણ વાંચો : Parineeti Raghav Engagement: બહેનની સગાઈમાં ધૂમ મચાવવા દિલ્હી પહોંચી પ્રિયંકા ચોપરા, રાઘવ ચઢ્ઢાના દિલ્હીના ઘરે રંગોળી જોવા મળી

પ્રિયંકા ચોપરા પણ આજે સવારે દિલ્હી આવી ગઈ છે. આ સગાઈમાં હાજરી આપવા માટે મનીષ મલ્હોત્રા પણ દિલ્હી પહોંચી ગયો છે. પરિણીતી અને રાઘવના ખાસ મહેમાનો દિલ્હી આવતા રહે છે. આ સગાઈમાં ખૂબ જ કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. એવું માનવામાં આવે છે કે પરિણીતી અને રાઘવ કોઈપણ પ્રકારની પબ્લિસિટી ઈચ્છતા નથી. પરંતુ એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે સગાઈ પછી આ કપલ તરફથી મીડિયાને સમાચાર આપવામાં આવશે.

મનોરંજન જગતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતી સિનેમાટેલિવિઝનબોલિવૂડમૂવી રિવ્યુવેબ સિરીઝ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…

Next Article