મહેમાનોની સામે Raghav Chadhaએ Parineeti Chopraને કરી કિસ, વાયરલ થઈ રહ્યો છે Video

|

May 14, 2023 | 5:47 PM

Parineeti and Raghav Engagement: રાઘવ ચઢ્ઢા અને પરિણીતી ચોપરા (Parineeti Chopra) સગાઈ પછી રોમાન્સ કરતા જોવા મળ્યા હતા. રાઘવે પરિણીતીને કિસ પણ કરી હતી. સગાઈ દરમિયાનનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

મહેમાનોની સામે Raghav Chadhaએ Parineeti Chopraને કરી કિસ, વાયરલ થઈ રહ્યો છે Video
Parineeti And Raghav Engagement

Follow us on

Raghav Chadha Kisses Parineeti Chopra: બોલિવુડ એક્ટ્રેસ પરિણીતી ચોપરાએ રાઘવ ચઢ્ઢા સાથે સગાઈ કરી લીધી છે અને આ દરમિયાનના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. ફેન્સ બંનેની સુંદર બોન્ડિંગના વખાણ કરતાં થાકતા નથી. બંનેની સગાઈની સેરેમનીની તસવીરો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. હવે એક નવો વીડિયો સામે આવ્યો છે જેમાં બંને રોમાન્સ કરતા જોવા મળી રહ્યા છે. પરિણીતી એક તરફ ડાન્સ કરી રહી છે તો રાઘવ તેને કિસ કરતો જોવા મળી રહ્યો છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે પરિણીતી ચોપરા ખૂબ જ ખુશ દેખાઈ રહી છે. તે માહી વે ગીત પર ડાન્સ કરી રહી છે. રાઘવ ચઢ્ઢા પણ તેની બાજુમાં ઉભો છે અને પરિણીતીને કિસ કરતો જોવા મળે છે. બધા મહેમાનો વચ્ચે બંને એકદમ કમ્ફર્ટેબલ છે અને કપલના ચહેરા પર ખુશી જોવા મળે છે. આ પ્રસંગે બંને પિંક આઉટફિટમાં જોવા મળ્યા હતા અને સાથે ખૂબ જ સુંદર દેખાતા હતા.

સ્ટાઈલ મામલે બહેન જાહ્નવીને પણ ટકકર આપે છે ખુશી, જુઓ ફોટો
'હું શાહરૂખ ખાન નથી, મારી પાસે એટલા પૈસા નથી', સૈફ અલી ખાને આવું કેમ કહ્યું ?
પાણીમાં જહાજ કેવી રીતે લગાવે છે બ્રેક ?
લગ્ઝરી કાર બાદ અભિનેત્રીએ 6.24 કરોડનું આલીશાન ઘર ખરીદ્યું, જુઓ ફોટો
LIC ની ખાસ યોજના: તમને દર મહિને મળશે 17000 રૂપિયા, જાણો કઈ રીતે
BSNLનો માત્ર 58 રૂપિયાનો શાનદાર પ્લાન, દરરોજ 2GB ડેટા મળશે

બંનેનો આ ક્યૂટ વીડિયો જોઈને ફેન્સ ખુશ થઈ ગયા છે. કોમેન્ટ કરતી વખતે એક યુઝરે લખ્યું છે કે વાહ, પરિણીતી રાઘવના પ્રેમમાં છે. અન્ય એક યુઝરે લખ્યું છે કે રાઘવ ખૂબ જ ડિસેન્ટ છે અને બંને એકબીજાના પ્રેમમાં છે. આ સિવાય અન્ય એક યુઝરે લખ્યું છે કે બંને ખૂબ જ ક્યૂટ લાગી રહ્યા છે. ભગવાન તેમને હંમેશા ખુશ રાખે. આ સિવાય ફેન્સ હાર્ટ ઈમોજી પણ શેર કરી રહ્યા છે.

આ પણ વાંચો : Parineeti Raghav: સગાઈ બાદ પ્રથમવાર એક સાથે જોવા મળ્યા પરિણીતિ ચોપરા-રાઘવ ચઢ્ઢા, જુઓ VIDEO

સોશિયલ મીડિયા પર શેર કર્યા ફોટા

તમને જણાવી દઈએ કે 13 મેના રોજ રાઘવ ચઢ્ઢા અને પરિણીતી ચોપરાએ દિલ્હીના કપૂરથલા હાઉસમાં સગાઈ કરી હતી. આ ખાસ અવસર પર દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ, પંજાબના સીએમ ભગવંત માન, પરિણીતી ચોપરાની બહેન અને બોલિવુડ અભિનેત્રી પ્રિયંકા ચોપરા સહિત અન્ય સ્ટાર્સ અને જાણીતા રાજનેતાઓ જોવા મળ્યા હતા. બંનેએ શાહી અંદાજમાં સગાઈ કરી અને ત્યારપછી આ કપલે સોશિયલ મીડિયા પર ફોટો શેર કરીને પોતાના રિલેશનશિપનું ઓફિશિયલ એનાઉન્સમેન્ટ કર્યું.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article