Paresh Rawal Birthday : તમામ પ્રકારની ભૂમિકામાં લોકો પરેશ રાવલને કરે છે પસંદ, રાષ્ટ્રીય પુરસ્કાર અને પદ્મશ્રીથી થયા છે સન્માનિત

|

May 31, 2022 | 9:23 AM

Happy Birthday Paresh Rawal : વર્ષ 2021માં પરેશ રાવલ (Paresh rawal)રાકેશ ઓમપ્રકાશ મહેરા દ્વારા નિર્દેશિત ફિલ્મ 'તુફાન'માં જોવા મળ્યો હતો. આ ફિલ્મમાં ફરહાન અખ્તરે નેશનલ લેવલના બોક્સરનો રોલ કર્યો હતો.

Paresh Rawal Birthday : તમામ પ્રકારની ભૂમિકામાં લોકો પરેશ રાવલને કરે છે પસંદ, રાષ્ટ્રીય પુરસ્કાર અને પદ્મશ્રીથી થયા છે સન્માનિત
Paresh Rawal birthday

Follow us on

Paresh Rawal Birthday Date : પરેશ રાવલ બોલિવૂડના (Paresh Rawal) એવા જ એક અભિનેતા છે જેમણે દરેક પ્રકારની એક્ટિંગથી લોકોનું મનોરંજન કર્યું હતું. એક પિતા તરીકે, એક વિલન તરીકે, એક મહાન કોમેડિયન(Comedian) તરીકે, તમે તેની ફિલ્મોમાં જોઈ શકો છો. તમને તેની ફિલ્મોમાં એટલું બધું જોવા મળશે કે તમે તેની ભૂમિકાઓનું યોગ્ય મૂલ્યાંકન પણ કરી શકશો નહીં. હા, તમે એટલું જ કહેશો કે પરેશ રાવલ એક બહુમુખી પ્રતિભા ધરાવતા અભિનેતા છે. જેમણે લોકોના દિલ અને દિમાગ પર પોતાની શ્રેષ્ઠ છાપ છોડી છે. તે ભારતીય ફિલ્મ અભિનેતા છે. આ સાથે તેઓ ભારતીય જનતા પાર્ટી(BJP)ની ટિકિટ પર અમદાવાદ પૂર્વ સંસદીય મતવિસ્તારમાંથી સાંસદ પણ રહી ચૂક્યા છે. આજે પરેશ રાવલ પોતાનો જન્મદિવસ ઉજવી રહ્યા છે. આવો જાણીએ તેમના જીવન અને કરિયર સાથે જોડાયેલી ઘણી અજાણી વાતો વિશે.

30 મે 1955ના રોજ થયો હતો પરેશ રાવલનો જન્મ

પરેશ રાવલનો જન્મ 30 મે 1955ના રોજ મુંબઈના નાગર બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેને સ્વરૂપ સંપત સાથે લગ્ન કર્યા છે. જેઓ પોતે 1979ની મિસ ઈન્ડિયા સ્પર્ધાની અભિનેત્રી અને વિજેતા રહી ચૂક્યા છે. પરેશ અને સ્વરૂપને બે બાળકો છે, આદિત્ય અને અનિરુદ્ધ. પરેશ રાવલે મુંબઈના વિલે પાર્લેમાં આવેલી નરસી મુંજી કૉલેજ ઑફ કોમર્સ એન્ડ ઈકોનોમિક્સમાં સ્ટડી કર્યું છે.

માર્ચ 1974માં તેમણે ગુજરાતી થિયેટરમાં કામ કરવાનું શરૂ કર્યું. પરેશ રાવલે 1985માં આવેલી ફિલ્મ ‘અર્જુન’માં સપોર્ટિંગ રોલમાં ડેબ્યૂ કર્યું હતું. તે દૂરદર્શનની ટીવી સિરિયલ ‘બનતે બિગડતે’નો પણ ભાગ હતો. વર્ષ 1986માં આવેલી બ્લોકબસ્ટર ફિલ્મ ‘નામ’એ તેમને બોલિવૂડમાં સ્થાન મળ્યું. આ ફિલ્મ પછી તેણે ક્યારેય પાછું વળીને જોયું નથી. આ ફિલ્મની સફળતા પછી, પરેશ રાવલ 1980થી 1990ની વચ્ચે લગભગ 100 ફિલ્મોમાં દેખાયા, પરંતુ મોટાભાગની ફિલ્મોમાં તેઓ વિલનની ભૂમિકામાં જોવા મળ્યા. જેમ કે ‘રૂપ કી રાની ચોરોં કા રાજા’, ‘કબઝા’, ‘કિંગ અંકલ’, ‘રામ લખન’, ‘દૌર’ અને ‘બાજી’ ઉપરાંત ઘણી બધી શાનદાર ફિલ્મો તેમની યાદીમાં સામેલ છે.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

‘હેરા ફેરી’ માટે ફિલ્મફેર શ્રેષ્ઠ હાસ્ય કલાકારનો મળ્યો એવોર્ડ

1990ની કલ્ટ કોમેડી ફિલ્મ અંદાજ અપના અપનામાં તે ડબલ રોલમાં જોવા મળ્યો હતો. આ પછી પરેશ રાવલ કેરેક્ટર એક્ટર તરીકે ઓળખાવા લાગ્યા. ‘હેરા ફેરી’માં ભજવેલા તેના પાત્ર ‘બાબુરાવ ગણપત રાવ આપ્ટે’ને લોકો ક્યારેય ભૂલી શકતા નથી. આ ફિલ્મે આખી દુનિયામાં સારી છાપ છોડી હતી. આ ફિલ્મમાં તેમના અભિનય માટે પરેશ રાવલને ફિલ્મફેર બેસ્ટ કોમેડિયનનો એવોર્ડ પણ મળ્યો હતો. આ પછી આ ફિલ્મની સિક્વલ ‘ફિર હેરા ફેરી’ પણ વર્ષ 2006માં આવી હતી. આ ફિલ્મ પણ ઘણી સફળ સાબિત થઈ.

પરેશ રાવલે સહારા વનના શો ‘મેં ઐસી ક્યૂં હૂં’, ઝી ટીવીના શો ‘તીન બહુ રાનિયાં’ અને કલર્સના શો ‘લાગી તુઝસે લગન’ સહિત કેટલીક ટીવી સીરિયલ્સમાં પણ કામ કર્યું છે.

સપ્ટેમ્બર 2020માં NSDના વડા બનાવવામાં આવ્યા હતા

પરેશ રાવલે પોતાના કરિયરમાં અત્યાર સુધી ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. જેની યાદી ઘણી લાંબી છે. તેમને 10 સપ્ટેમ્બર 2020 ના રોજ ભારતના રાષ્ટ્રપતિ દ્વારા નેશનલ સ્કૂલ ઓફ ડ્રામાના ચીફ બનાવવામાં આવ્યા હતા. વર્ષ 2021માં પરેશ રાવલ રાકેશ ઓમપ્રકાશ મહેરા દ્વારા નિર્દેશિત ફિલ્મ ‘તુફાન’માં જોવા મળ્યો હતો. આ ફિલ્મમાં ફરહાન અખ્તરે નેશનલ લેવલના બોક્સરનો રોલ કર્યો હતો. આ ફિલ્મ 16 જુલાઈ 2021ના રોજ એમેઝોન પ્રાઇમ વીડિયો પર રિલીઝ થઈ હતી. પરેશ રાવલ છેલ્લે ‘શર્માજી નમકીન’માં જોવા મળ્યો હતો.

પરેશ રાવલની આગામી ફિલ્મો છે ‘આંખ મિચોલી’, ‘શહેજાદા’, ‘હેરા ફેરી 3’ અને ‘ધ સ્ટોરીટેલર’. પરેશ રાવલ ‘સ્ટોરીટેલર’માં સત્યજીત રેના પ્રખ્યાત પાત્ર તારિણી ખુરોની ભૂમિકામાં જોવા મળશે.

ભારત સરકારે પદ્મશ્રીથી કર્યા છે સન્માનિત

પરેશ રાવલે તેની કારકિર્દીમાં અત્યાર સુધીની શ્રેષ્ઠ અભિનય માટે ઘણા એવોર્ડ મેળવ્યા છે. તેમને 1994માં ‘સર’ અને ‘વો છોકરી’ ફિલ્મો માટે શ્રેષ્ઠ સહાયક અભિનેતાનો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો અને વર્ષ 2014માં તેમને ભારત સરકાર દ્વારા પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતા.

Published On - 5:05 pm, Mon, 30 May 22

Next Article