Happy Birthday : ‘કરમચંદ’ ટીવી શોથી થઈ હતી પંકજ કપૂરની એક્ટિંગ કરિયરની શરૂઆત, આજે ઘણા એવોર્ડથી થઈ ચૂક્યા છે સન્માનિત

|

May 29, 2022 | 12:30 PM

Pankaj Kapoor Birthday : પંકજ કપૂરની (Pankaj Kapoor) પ્રથમ નેશનલ એવોર્ડ વિજેતા ફિલ્મ 'રાખ' હતી. જેમાં આમિર ખાને હીરો તરીકે કામ કર્યું હતું. આ પછી તેને ફિલ્મ 'રોજા'માં તેના શાનદાર અભિનય માટે ઘણી પ્રશંસા મળી.

Happy Birthday : કરમચંદ ટીવી શોથી થઈ હતી પંકજ કપૂરની એક્ટિંગ કરિયરની શરૂઆત, આજે ઘણા એવોર્ડથી થઈ ચૂક્યા છે સન્માનિત
pankaj kapoor birthday

Follow us on

પંકજ કપૂરને (Pankaj Kapoor) આજે લોકો એક સંસ્થા તરીકે માને છે. હા, કેમ નહિ ! છેવટે, તે ભારતના જાણીતા નાટ્યકાર અને ટીવી અને ફિલ્મ અભિનેતા છે. ભાગ્યે જ કોઈ એવો હશે જેણે તેને ટીવી પર ‘ઓફિસ-ઓફિસ’ જેવી (Office Office) ફેમસ કોમેડી સિરિયલમાં જોયો ન હોય. તેણે મુસદ્દી લાલ બનીને લોકોને એટલું હસાવ્યું છે, જેની જેટલી પ્રશંસા કરવામાં આવે તેટલી ઓછી છે. આજે લોકો તેમને ઘરે-ઘરે ઓળખે છે. પંકજ કપૂરનો જન્મ (Pankaj Kapoor Birthday) 29 મે 1961ના રોજ પંજાબના લુધિયાણા શહેરમાં એક પંજાબી પરિવારમાં થયો હતો. આજે તેમનો જન્મદિવસ છે. ચાલો, તેમના જન્મદિવસ પર તેમના જીવનની કેટલીક ન સાંભળેલી વાતો વિશે જાણીએ.

પંકજ કપૂરે NSD પાસેથી અભિનયની બારીકીઓ શીખી હતી

પંકજ કપૂરને અભિનયમાં ખૂબ જ રસ હતો. જેના કારણે તેઓ એન્જિનિયરિંગનો અભ્યાસ પૂરો કર્યા પછી વર્ષ 1973માં દિલ્હીની નેશનલ સ્કૂલ ઑફ ડ્રામા સાથે જોડાયા, જેને ટૂંકમાં NSD તરીકે ઓળખવામાં આવે છે. અહીં પંકજ કપૂરે અભિનયની બારીકીઓ શીખી હતી અને અદ્ભુત વાત એ હતી કે તેમની તાલીમ દરમિયાન તેમને શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો.

પંકજ કપૂરે અભિનેત્રી અને ડાન્સર નીલિમા અઝીમ સાથે લગ્ન કર્યા હતા. જો કે બંનેના લગ્ન સારા ન ચાલી શક્યા અને બંને અલગ થઈ ગયા. બંનેને બે પુત્રો છે. પહેલો છે શાહિદ કપૂર, આ સમયે બોલિવૂડનો પ્રખ્યાત યુવા અભિનેતા અને બીજો છે રૂહાન કપૂર. નીલિમા અઝીમ સાથે બ્રેકઅપ થયા બાદ તેણે બીજી વખત સુપ્રિયા પાઠક સાથે લગ્ન કર્યા.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

ફિલ્મ ‘આરોહન’થી પોતાની ફિલ્મી સફર કરી હતી શરૂ

પંકજ કપૂરે 80ના દાયકામાં સિરિયલ ‘કરમચંદ’થી અભિનય કરિયરની શરૂઆત કરી હતી. તેમણે 1982માં ઓસ્કાર એવોર્ડ વિજેતા રિચર્ડ એટનબરોના નિર્દેશનમાં બનેલી ફિલ્મ ‘ગાંધી’માં પ્યારેલાલની ભૂમિકા ભજવી હતી. જ્યારે તેના હિન્દી સંસ્કરણમાં, તેને ગાંધીની ભૂમિકા ભજવતા બેન કિંગ્સલે માટે ડબિંગ કરવાની તક મળી. તેણે શ્યામ બેનેગલની ફિલ્મ ‘આરોહન’થી પોતાની ફિલ્મી સફર શરૂ કરી હતી. આ પછી તેણે આર્ટ ફિલ્મ ‘મંદી’ કરી. ત્યાર બાદ તેણે ‘જાને ભી દો યારોં’, ‘હઝૈર’ અને ‘ખામોશ’ જેવી ફિલ્મોમાં પોતાનું કૌશલ્ય સાબિત કર્યું.

પંકજ કપૂરને ‘આશ’ માટે મળ્યો નેશનલ એવોર્ડ

પંકજ કપૂરની પ્રથમ નેશનલ એવોર્ડ વિજેતા ફિલ્મ રાખ હતી. જેમાં આમિર ખાને હીરો તરીકે કામ કર્યું હતું. આ પછી તેને ફિલ્મ ‘રોજા’માં તેના શાનદાર અભિનય માટે ઘણી પ્રશંસા મળી. વર્ષ 1991માં પંકજ કપૂરે ફિલ્મ ‘ડોક્ટર કી મૌત’ કરી હતી. જેના માટે તેમને નેશનલ એવોર્ડનો સ્પેશિયલ જ્યુરી એવોર્ડ પણ મળ્યો હતો. પંકજ કપૂરે ફિલ્મ ‘મૌસમ’થી હિન્દી સિનેમામાં દિગ્દર્શક તરીકેની શરૂઆત કરી હતી. આ ફિલ્મમાં તેમના પુત્રો શાહિદ કપૂર અને સોનમ કપૂર જોવા મળ્યા હતા. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ફ્લોપ સાબિત થઈ હતી.

Next Article