Oscars માટે ભારતની ફિલ્મોનો દબદબો, 2 કે 4 નહીં પરંતુ 11 ફિલ્મ છે એવોર્ડની રેસમાં

Indian Movies In Oscars: ઓસ્કાર માટે આ વખતે ભારતીય ફિલ્મોનો દબદબો છે. આ વખતે એક કે બે નહીં પણ 11 ફિલ્મોએ ઓસ્કારની એલિજિબિલિટી લિસ્ટમાં પોતાનું સ્થાન બનાવ્યું છે.

Oscars માટે ભારતની ફિલ્મોનો દબદબો, 2 કે 4 નહીં પરંતુ 11 ફિલ્મ છે એવોર્ડની રેસમાં
oscar
| Edited By: | Updated on: Jan 11, 2023 | 4:28 PM

Indian Movies List In Oscars: આ વખતે 95માં એકેડમી એવોર્ડ્સ (ઓસ્કાર)માં ભારતીય ફિલ્મોએ ધૂમધામ જોવા મળી રહી છે. આખા વિશ્વમાંથી 301 ફિલ્મ ઓસ્કારની એલિજિબિલિટી લિસ્ટમાં પોતાનું સ્થાન બનાવ્યું છે. જેમાં 11 ભારતીય ફિલ્મોનો પણ સમાવેશ થાય છે. આમાંથી 4 સાઉથ ઈન્ડિયન સિનેમાની મુવી છે, તેમજ 4 મુવી બોલિવુડની પણ છે. આના સિવાય 3 ક્ષેત્રિય ભાષાઓની પણ ફિલ્મોનો લિસ્ટમાં સમાવેશ થાય છે.

આ વર્ષની ગુજરાતી ફિલ્મ ધ લાસ્ટ ફિલ્મ શો ઓસ્કાર માટે ભારતની ઓફિશિયલ એન્ટ્રી છે. આ એક ગુજરાતી ભાષાની ફિલ્મ છે, જેનું નિર્દેશન પાન નલિનીએ કર્યું છે. તેને ભારતની ઘણી મોટી ફિલ્મોને પાછળ છોડી દીધી છે તેમજ ઓફિશિયલ એન્ટ્રી મેળવીને સફળતા પ્રાપ્ત કરી લીધી છે. હાલમાં જ પ્રિયંકા ચોપડાએ USAના પોતાના ઘરમાં આ ફિલ્મની ખાસ સ્ક્રીનિંગ રાખી હતી.

4 બોલિવુડ અને 4 સાઉથની ફિલ્મનો લિસ્ટમાં સમાવેશ

ગયા દિવસે ઓસ્કાર તરફથી નોમિનેશનની અંતિમ રેસ માટે વિશ્વભરમાંથી 301 ફિલ્મોની પસંદગી કરવામાં આવી હતી. આમાં બોલિવુડની 4 ફિલ્મ હતી, જેમાં સંજય લીલા ભણસાલી નિર્દેશિત અને આલિયા ભટ્ટ સ્ટારર ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડી, વિવેક અગ્નિહોત્રીના નિર્દેશનમાં બનેલી ફિલ્મ ધ કાશ્મીર ફાઈલ્સ, આર માધવન સ્ટારર રોકેટ્રી : ધ નામ્બી ઈફેક્ટ અને સેંથિલ કુમાર અલામુથૂના નિર્દેશનમાં બનેલી ફિલ્મ ધ નેક્સ્ટ મોર્નિંગનો સમાવેશ થાય છે.

સાઉથ ઈન્ડિયન સિનેમાની પણ 4 ફિલ્મોની લિસ્ટમાં પોતાનું સ્થાન બનાવ્યું છે. આમાં એસએસ રાજામૌલીના નિર્દેશનમાં બનેલી RRR (તેલુગુ), રિષભ શેટ્ટી સ્ટારર અને નિર્દેશિત કંતારા (કન્નડ), અનુપ ભંડારીના નિર્દેશનમાં બનેલી વિક્રાંત રોના(કન્નડ) અને પ્રતિભનના નિર્દેશનમાં બનેલી ઈરવિન નિઝાલ (તમિલ)નો પણ સમાવેશ થાય છે.

મરાઠી-ગુજરાતી ફિલ્મો પણ છે આ યાદીમાં

ગુજરાતી ફિલ્મ ધ લાસ્ટ શોની આ વખતે ઓફિશિયલ એન્ટ્રી છે. આ ઉપરાંત સંજય માધવરાવ દ્વારા દિગ્દર્શિત તુજ્યા સાથી કહિની અને કુશળ અવિનાશ ધર્માધિકારી દિગ્દર્શિત મી વસંતરાવ એ બે મરાઠી ફિલ્મો છે, જેણે આ વખતે ઈતિહાસ રચ્યો છે. આ ફિલ્મો વિવિધ કેટેગરીમાં વિશ્વભરની ફિલ્મોની સાથે એવોર્ડની રેસમાં સામેલ થઈ છે. જો કે, તે નામાંકનની અંતિમ યાદીમાં સ્થાન મેળવી શકશે કે નહીં તે 24 જાન્યુઆરીએ જાણી શકાશે. ઓસ્કાર એવોર્ડ સમારોહ 12 માર્ચે યોજાશે.