ઓમ રાઉત અને મનોજ મુંતશિરે ‘આદિપુરુષ’નો કર્યો બચાવ, કહ્યું- આ અમારા માટે ફિલ્મ નથી…

|

Oct 09, 2022 | 4:27 PM

ઓમ રાઉતની પૌરાણિક ડ્રામા 'આદિપુરુષ' નું ગયા અઠવાડિયે ટીઝર રિલીઝ થયું ત્યારથી જ ચર્ચામાં છે. 'આદિપુરુષ'ની (Adipurush) રિલીઝ પર રોક લગાવવાની માગ કરતી અરજીમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે ભગવાન રામ અને હનુમાન લેધરના બેલ્ટ પહેરે છે.

ઓમ રાઉત અને મનોજ મુંતશિરે આદિપુરુષનો કર્યો બચાવ, કહ્યું- આ અમારા માટે ફિલ્મ નથી...
Adipurush

Follow us on

ઓમ રાઉતની પૌરાણિક ડ્રામા ‘આદિપુરુષ’ નું (Adipurush) ગયા અઠવાડિયે ટીઝર રિલીઝ થયું ત્યારથી જ ચર્ચામાં છે. આ ફિલ્મ “હિંદુ દેવતાઓની ખોટી રજૂઆત” અને “ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવા” માટે વિરોધનો સામનો કરી રહી છે. જ્યારે ઘણા લોકોએ ફિલ્મમાં ફેરફારની માગ કરી હતી. દિલ્હીની એક કોર્ટમાં એક અરજી દાખલ કરીને ફિલ્મ ‘આદિપુરુષ’ સામે રોક લગાવવાની માગ કરવામાં આવી છે , જેમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે તેના પ્રમોશન વીડિયોમાં હિંદુ દેવતાઓને “અયોગ્ય” અને “ખોટી રીતે” દર્શાવવામાં આવ્યા છે. હવે ઓમ રાઉત (Om Raut) અને મનોજ મુંતશિરે પોતાની ફિલ્મનો બચાવ કર્યો છે.

ઓમ રાઉત અને મનોજ મુંતશિરે કર્યો ફિલ્મનો બચાવ

ફિલ્મ બોયકોટ કરવાની માગ વચ્ચે ફિલ્મ નિર્માતા ઓમ રાઉત અને ડાયલોગ રાઈટર મનોજ મુંતશીર ‘આદિપુરુષ’નો બચાવ કરવા આગળ આવ્યા છે. હાલના એક ઈન્ટરવ્યુમાં બંનેએ કહ્યું હતું કે આ ફિલ્મ ભગવાન રામની વાર્તાને બદલવાનો પ્રયાસ કરતી નથી.

1 ટકા પણ વાસ્તવિક રામાયણથી ભટકી નથી – મનોજ

એક ઓનલાઈન પોર્ટલ સાથે વાત કરતા મનોજ મુંતશિરે કહ્યું કે ફિલ્મનો એક ટકા પણ વાસ્તવિક રામાયણથી ભટકી નથી. “રામાયણ એક મહાકાવ્ય છે જેમાં રાક્ષસ રાજા રાવણે માતા સીતાનું અપહરણ કર્યું હતું અને ભગવાન રામ વાનર સેનાની મદદથી તેને બચાવવા લંકા ગયા હતા. ટૂંકમાં, આ રામાયણ છે, જે પાંચ વર્ષના બાળકને બતાવવામાં આવી હતી. યે કહાની હૈ હમ સાથ રહે હૈ, રિટેલ કર રહે હૈ.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

સેલ્યુલોઈડ પર રીક્રિએટ કરવા માંગતા હતા ઓમ રાઉત

ઓમ રાઉતે કહ્યું કે સેલ્યુલોઈડ પર ‘રામાયણ’ રિક્રિએટ કરવાનો તેમનો વિચાર હતો. તેને કહ્યું કે, હું નથી ઈચ્છતો કે કોઈને ગેરસમજ થાય કે અમે તેને બદલી નાખ્યું છે. આ પુસ્તકોમાંથી સેલ્યુલોઈડમાં અનુવાદ કરવાનું છે. તેથી અમારા માટે આ એક ફિલ્મ નથી. તે આપણી ભક્તિ, આદરનું પ્રતિનિધિત્વ કરે છે અને અમે જે કરીએ છીએ તેના માટે સ્ટેન્ડ લઈએ છીએ.

ફિલ્મ વિરુદ્ધ દાખલ કરવામાં આવી છે અરજી

દિલ્હીની એક કોર્ટમાં ફિલ્મ આદિપુરુષની રિલીઝ પર રોક લગાવવા માટે અરજી દાખલ કરવામાં આવી છે. અરજીમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે ભગવાન રામ અને હનુમાનને લેધર બેન્ડ પહેરીને ખોટી રીતે રજૂ કરવામાં આવ્યા છે. અરજીમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે રાવણને પણ ખોટા સ્વરૂપમાં બતાવવામાં આવ્યો છે.

Next Article