
ન્યૂડ ફોટોશૂટ કેસમાં (Nude Photo Case) બોલિવૂડ એક્ટર રણવીર સિંહે (Ranveer Singh) મુંબઈ પોલીસની સામે મહત્વનો ખુલાસો કર્યો છે. આ તસવીરના આધારે મુંબઈ પોલીસે 26 જુલાઈ 2022ના રોજ રણવીર સિંહ વિરુદ્ધ અશ્લીલતા માટે FIR નોંધી હતી. પરંતુ હવે તેણે દાવો કર્યો છે કે, આ ખાસ તસવીર તેણે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર અપલોડ કરેલી સાત તસવીરોનો ભાગ નથી. આ તસવીર સાથે સંપૂર્ણપણે છેડછાડ કરવામાં આવી છે.
સોશિયલ મીડિયા પર શેર કરાયેલી તસવીરો પૈકીની એક, જે અભિનેતા રણવીર સિંહના ન્યૂ યોર્ક સ્થિત પેપર મેગેઝિન માટેના “નગ્ન ફોટોશૂટ”નો ભાગ હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. અને જેમાં તેના પ્રાઈવેટ પાર્ટ્સ કથિત રીતે દેખાતા હતા, તેને મોર્ફ કરવામાં આવ્યો છે એટલે કે તેની સાથે છેડછાડ કરવામાં આવ્યું છે અને તે તસવીરો તેની નથી. અભિનેતાએ 29 ઓગસ્ટના રોજ નોંધાયેલા નિવેદનમાં મુંબઈ પોલીસને આ મહત્વપૂર્ણ માહિતી આપી છે.
આ તસવીરના આધારે મુંબઈ પોલીસે 26 જુલાઈએ રણવીર સિંહ વિરુદ્ધ અશ્લીલતાના આરોપમાં FIR નોંધી હતી. રણવીર સિંહે દાવો કર્યો હતો કે, આ ખાસ તસવીર તેણે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર અપલોડ કરેલી સાત તસવીરોનો ભાગ નથી.
સૂત્રોના જણાવ્યા અનુસાર, પોલીસે હવે તસવીર ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાં મોકલી છે કે, કેમ તેની સાથે છેડછાડ કરવામાં આવી છે. જો તે બહાર આવ્યું કે ફોટો સાથે છેડછાડ કરવામાં આવી છે, તો રણવીર સિંહને ક્લીન ચિટ મળવાની સંભાવના છે. કારણ કે એફઆઈઆર એ આધાર પર નોંધવામાં આવી હતી કે ફોટોગ્રાફમાં તેના પ્રાઈવેટ પાર્ટ્સ દેખાતા હતા.
સૂત્રોએ વધુમાં જણાવ્યું કે, રણવીર સિંહે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર અપલોડ કરેલી તસવીરો અશ્લીલતાની વ્યાખ્યામાં આવતી નથી, કારણ કે તેનો કોઈ પ્રાઈવેટ પાર્ટ દેખાતો નથી.
એક અધિકારીએ કહ્યું કે, ‘તેમના નિવેદનમાં તેણે કહ્યું છે કે તેણે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરેલી સાત તસવીરો અશ્લીલ નહોતી અને તેણે અન્ડરવેર પહેર્યું હતું. તેણે કહ્યું કે જે ફોટોગ્રાફમાં ફરિયાદીએ આરોપ લગાવ્યો હતો કે તેના ‘પ્રાઈવેટ પાર્ટ્સ દેખાતા હતા’ તે ફોટોશૂટનો ભાગ નથી. ફોટોશૂટ દરમિયાન લીધેલી તમામ તસવીરો તેણે અમને આપી. પોલીસ ટીમે તેની ઈન્સ્ટાગ્રામ પોસ્ટ પણ તપાસી, જેમાં ફરિયાદીએ આપેલી તસવીર નથી.
Published On - 9:21 am, Thu, 15 September 22