Priyanka and Nick Networth: મનોરંજનની દુનિયામાં આવા ઘણા કપલ છે, જે હંમેશા લાઈમલાઈટમાં રહે છે. આવું જ એક ફેમસ કપલ છે બોલીવુડની દેશી ગર્લ પ્રિયંકા ચોપરા (Priyanka Chopra) અને હોલીવુડ સિંગર-એક્ટર નિક જોનસ (Nick Jonas). આ કપલ હંમેશા ચર્ચામાં રહે છે. આ સાથે આ કપલની ગણતરી સૌથી અમીર કપલ્સમાં પણ થાય છે. પ્રિયંકા અને નિકની કુલ સંપત્તિ 734 કરોડ રૂપિયા છે.
નિક અને પ્રિયંકા કમાણીના મામલે પણ લોકપ્રિય છે. પ્રિયંકા ફોર્બ્સ ઈન્ડિયાની 2019ની ટોપ 100 લિસ્ટમાં હતી. ફોર્બ્સ ઈન્ડિયા મુજબ એક્ટ્રેસની વાર્ષિક આવક 23.4 કરોડ રૂપિયા હતી. આ લિસ્ટમાં પ્રિયંકા 14મા નંબરે હતી. જીક્યૂ મેગેઝિન 2020 મુજબ પ્રિયંકા અને નિકની કુલ સંપત્તિ 734 કરોડ રૂપિયા છે. હોપર હેડક્વાર્ટરની રિચ લિસ્ટ મુજબ પ્રિયંકા 2.71 લાખ ડોલરની કમાણી સાથે 19માં નંબર પર હતી.
રિપોર્ટ મુજબ પ્રિયંકા દર વર્ષે 73 કરોડ રૂપિયા કમાય છે. સેલિબ્રિટી નેટ વર્થના રિપોર્ટ મુજબ નિકની વાર્ષિક આવક લગભગ 36 કરોડ રૂપિયા છે. ફોર્બ્સ ઈન્ડિયા 2019ના રિપોર્ટ મુજબ વાર્ષિક આવક લગભગ 23 કરોડ રૂપિયા છે.
પ્રિયંકા ચોપરાએ હાલમાં જ મુંબઈના જુહુમાં 100 કરોડ રૂપિયાનો બંગલો ખરીદ્યો છે. પ્રિયંકા એક ફિલ્મ માટે 12 કરોડ રૂપિયા લે છે. તે સ્ટેજ શો માટે રૂ. 5 કરોડ અને ઈન્સ્ટાગ્રામ પર સ્પોસર્ડ પોસ્ટ માટે રૂ. 1.80 કરોડ ચાર્જ કરે છે. આ સાથે કપલે લગ્ન બાદ લોસ એન્જલસમાં એક લક્ઝરી હાઉસ પણ ખરીદ્યું છે, જેની કિંમત 144 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે.
પ્રિયંકા ચોપરાએ ડેટિંગ એપ બમ્બલમાં પણ તેના મોટી રકમનું રોકાણ કર્યું હતું, જેના હાલમાં 100 મિલિયન યુઝર્સ છે. આ સાથે નિક જોનસ વિલા વન બ્રાન્ડના સહ-માલિક પણ છે. Tv9 આ કમાણીની પુષ્ટી કરતું નથી.
આ પણ વાંચો: Nick Jonas Birthday: 14 વર્ષની ઉંમરે નિક જોનસને થયો હતો પ્રેમ, પ્રિયંકા પહેલા આ એક્ટ્રેસ સાથે હતો લવ
પ્રિયંકા અને નિકને ખૂબ જ મોંઘી કારનો શોખ છે. પ્રિયંકાની સૌથી મોંઘી કાર રોલ્સ રોયસ ઘોસ્ટ છે. કારની કિંમત 5.25 કરોડ રૂપિયા છે. BMW 5 સિરીઝની કારની કિંમત 58.70 લાખ રૂપિયા છે. BMW 7 સિરીઝની કિંમત 1.5 કરોડ રૂપિયા છે. એક્ટ્રેસ પાસે પોર્શ કાયેન, મર્સિડીઝ બેન્ઝ ઈ-ક્લાસ, મર્સિડીઝ બેન્ઝ એસ-ક્લાસ અને ઓડી ક્યૂ7 પણ છે.