
પ્રિયંકા ચોપરા (Priyanka Chopra) અને નિક જોનસને (Nick Jonas) ફિલ્મી દુનિયાનું ‘આઈડલ કપલ’ માનવામાં આવે છે. નિક એક અમેરિકન સિંગર, એક્ટર અને સોન્ગ રાઈટર છે. જ્યારે પ્રિયંકા બોલિવુડની ફેમસ એક્ટ્રેસ છે. પ્રિયંકા એક એવી એક્ટ્રેસ છે જેણે બોલિવૂડથી હોલીવુડ સુધીની સફર કરી છે. દેશમાં જ નહીં વિદેશમાં પણ આ સુંદર એક્ટ્રેસે પોતાનું નામ કમાવ્યું છે. ઘણા વર્ષો સુધી એકબીજાને ડેટ કર્યા બાદ નિક અને પ્રિયંકાએ વર્ષ 2018માં લગ્ન કર્યા હતા. પ્રિયંકા નિક કરતા લગભગ 11 વર્ષ મોટી છે. આ કપલને એક પુત્રી છે જેનું નામ મારિયા માલતી જોનસ ચોપરા છે. તમને જણાવી દઈએ કે આજે એટલે કે 16 સપ્ટેમ્બરે નિક પોતાનો 30મો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહ્યો છે.
જન્મદિવસના ખાસ અવસર પર સિંગરે તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક વીડિયો શેયર કર્યો છે. આ વીડિયોમાં તેમના જન્મદિવસની તૈયારીઓનો નજારો સ્પષ્ટ જોઈ શકાય છે. બ્લેક ટી-શર્ટ અને બ્લેક સનગ્લાસમાં નિક સ્માર્ટ દેખાય રહ્યો છે. નિકના આ વીડિયોમાં જોઈ શકાય છે કે તે પોતાના પ્રાઈવેટ જેટમાં છે, સાથે જ તેનો ઈન્ટિરિયર ડિઝાઈનર હેપ્પી બર્થ ડેના બેનર સાથે ઉભો છે. આ વીડિયોમાં પ્રિયંકા ચોપરા ડેનિમ આઉટફિટમાં ફોન પર વાત કરતી જોવા મળે છે.
આ વીડિયોના કેપ્શનમાં અમેરિકન સિંગરે લખ્યું છે, “હિયર વી ગો… #30” વીડિયો પોસ્ટ કર્યા પછી તરત જ પ્રિયંકા ચોપરાની મેનેજર અંજુલા આચાર્યએ કોમેન્ટ કરી, “હાહા લવ ધિસ, તે મારી સાથે ફોન પર વાત કરી રહી છે.” સિંગર નિકના કરિયરની વાત કરીયે તો વર્ષ 2016 માં તેનું પહેલું આલ્બમ ઇટ્સ અબાઉટ ટાઇમ રિલીઝ થયું હતું. આ પછી તેના બેન્ડે ડિઝની ચેનલ પર ઘણી સફળતા મેળવી. પ્રિયંકા પહેલા નિક ઘણી છોકરીઓને ડેટ કરી ચૂક્યો છે. એક ઈન્ટરવ્યુમાં તેને સ્વીકાર્યું હતું કે તેની પહેલી ગર્લફ્રેન્ડ માઈલી સાયરસ હતી.
માઈલી પછી નિક જોનસનું નામ સેલેના ગોમેઝ સાથે ખૂબ ચર્ચામાં હતું, પરંતુ બંને ટૂંક સમયમાં જ અલગ થઈ ગયા હતા. નિકની ત્રીજી ગર્લફ્રેન્ડ ડેલ્ટા ગુડ્રેમ હતી અને તે નિક કરતાં લગભગ 8 વર્ષ મોટી હતી. આ સિવાય નિકનું નામ બીજી ઘણી યુવતીઓ સાથે જોડાયેલું હતું. પરંતુ પ્રિયંકા સાથે લગ્ન કર્યા બાદ તેને તમામ અફેર અને અફવાઓ પર પૂર્ણવિરામ મૂકી દીધું હતું.