નેટફ્લિક્સ નયનતારા અને વિગ્નેશ શિવાનના લગ્નને સ્ટ્રીમ કરશે નહીં, અભિનેત્રીએ કહ્યું નિર્ણયથી ખૂબ જ દુઃખી

નયનતારા અને વિગ્નેશ શિવને તેમના લગ્નના રાઈટ્સ 25 કરોડમાં વેચ્યા હતા. પરંતુ હવે જે સમાચાર સામે આવી રહ્યા છે તેણે બંને સ્ટાર્સના ફેન્સને ચોંકાવી દીધા છે.

નેટફ્લિક્સ નયનતારા અને વિગ્નેશ શિવાનના લગ્નને સ્ટ્રીમ કરશે નહીં, અભિનેત્રીએ કહ્યું નિર્ણયથી ખૂબ જ દુઃખી
નેટફ્લિક્સ નયનતારા અને વિગ્નેશ શિવાનના લગ્નને સ્ટ્રીમ કરશે નહીં
Image Credit source: Instagram
| Edited By: | Updated on: Jul 14, 2022 | 12:10 PM

Nayanthara : સાઉથ અભિનેત્રી નયનતારા (Nayanthara) અને વિગ્નેશ શિવનના એક મહિના પહેલા લગ્ન થાયા છે, ત્યારબાદથી આ કપલ ખુબ જ લાઈમ લાઈટમાં રહ્યા છે. સમાચાર એ પણ હતા કે, ઓટીટી પ્લેટફૉમ નેટફ્લિક્સ નયનતારા અને વિગ્નેશ શિવનના લગ્નને સ્ટ્રીમ કરવાનું હતુ. આ સમાચાર સાંભળી ફેન્સ ખુબ ખુશ હતા. મીડિયા રિપોર્ટસ અનુસાર આ કપલે પોતાના લગ્નના ડિઝિટલ સ્ટ્રીમિંગ રાઈટ્સ નેટફ્લિકસ (Netflix) ને વહેચ્યાં હતા. કપલે 25 કરોડની ભારે ભરખમ પૈસાથી પોતાના વેડિંગ રાઈટ્સ (Wedding rights)વહેચ્યાં છે પરંતુ હવે એવા સમાચાર સામે આવી રહ્યા છે કે, જેને સાંભળી બંન્ને સ્ટારને ચાહકોને ઝટકો લાગશે. નેટફ્લિક્સ હવે નયનતારા અને વિગ્નેશ શિવના વેડિંગ સ્ટ્રીમ કરશે નહિ.

નેટફ્લિક્સ પર સ્ટ્રીમ નહિ થાય નયનતારા – વિગ્નેશના વેડિંગ

ઓટીટી પ્લેટફોમ નેટફ્લિસે નયયતારા અને વિગ્નેશ શિવના વેડિંગ સ્ટ્રીમ કરવાનું મનાઈ કરી છે. કહેવામાં આવી રહ્યું છે કે, નેટફ્લિકસ્ કમિટમેટથી બૈક આઉટ કરી લીધું છે, હાલમાં વિગ્નેશે પોતાના લગ્નના કેટલાક ફોટો શેર કર્યા હતા. પોતાના લગ્નના એક મહિના પછી ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો.નયન તારા અને વિગ્નેશ શિવના લગ્નના નેટફ્લિકસ પર સ્ટ્રીમિંગ કરશે નહિ, અહેવાલોથી તેના ચાહકો ખુબ દુખી થયા છે નયનતારાએ હાલમાં કહ્યું હતુ કે, તે આ અચનાક આવેલા સમચારથી ખુબ દુખી છે

 

 

નેટફ્લિકસે ઉઠાવ્યો નયનતારા-વિગ્નેશના લગ્નનો ખર્ચ

રિપોર્ટસ મુજબ નયનતારા અને વિગ્નેશ પોતાના લ્ગનમાં કોઈ ખર્ચ કર્યો ન હતો. તમને જણાવી દઈએ કે, નેટફ્લિકસે કપલના લગ્નનો તમામ ખર્ચ ઉઠાવ્યો છે, આ ખર્ચોમાં મહાબલીપુરમની એક ફાઈવ સ્ટાર હોટલનું બુકિંગ પણ સામેલ છે, તેમજ બીચ પર ગ્લાસ પૈલેસ પણ બનાવવમાં આવ્યો હતો. લગ્નના કાર્યક્રમ માટે મુંબઈ 3500 રુપિયાના લગ્નની એક પ્લેટ, મેકઅપ આર્ટિસ્ટ અને સુરક્ષા ગાર્ડની વ્યવસ્થા પણ કરવામાં આવી છે,

થોડા દિવસો પહેલા જ બંનેનો એક સુંદર રોમેન્ટિક ફોટો સોશિયલ મીડિયા પર ખળભળાટ મચાવી રહ્યો છે. જેમાં નયનતારાએ તેના પતિ વિગ્નેશ શિવનને (Vignesh Shivan) ગળે લગાવ્યો છે. તેની આ વાયરલ તસવીરને થોડા જ કલાકોમાં લાખોથી વધુ લાઈક્સ મળી હતી