આસમાન ભારદ્વાજની ડેબ્યૂ ફિલ્મ ‘કુત્તે’નું ટ્રેલર થયું રિલીઝ, જોરદાર હશે અર્જુન કપૂરનો રોલ

અર્જુન કપૂરની અપકમિંગ ફિલ્મ 'કુત્તે'નું ટ્રેલર રિલીઝ (Film Kuttey Trailer Release) થયું છે. ગોળી, સસ્પેન્સ, રોમાંચ અને ડાર્ક હ્યુમરથી ભરપૂર છે ટ્રેલર. આ ફિલ્મથી વિશાલ ભારદ્વાજનો પુત્ર આસમાન ભારદ્વાજ ડાયરેક્શનમાં ડેબ્યૂ કરી રહ્યો છે. તબ્બુ આ ફિલ્મમાં જોરદાર રોલ પ્લે કરી રહી છે.

આસમાન ભારદ્વાજની ડેબ્યૂ ફિલ્મ કુત્તેનું ટ્રેલર થયું રિલીઝ, જોરદાર હશે અર્જુન કપૂરનો રોલ
Film Kuttey Trailer
Image Credit source: Instagram
| Edited By: | Updated on: Dec 20, 2022 | 5:30 PM

“સબકે સબ કુત્તે હૈ સાલે!” અરેરે… આ અમે નથી કહી રહ્યા, પરંતુ અર્જન કપૂર તેની અપકમિંગ ફિલ્મ ‘કુત્તે’ના ટ્રેલરમાં કહેતો જોવા મળે છે. ફિલ્મ ‘કુત્તે’નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. જેમાં તમને રોમાંચ, સસ્પેન્સ, ગોળી અને ડાર્ક હ્યુમર જોવા મળશે. ફિલ્મનું ટ્રેલર જોઈને લાગે છે કે આ એક જોરદાર ફિલ્મ બનવાની છે. આ ફિલ્મમાં તબ્બુથી લઈને નસીરુદ્દીન શાહ સુધીના 7 ગ્રે-શેડેડ પાત્રો છે, જેઓ જોરદાર રોલમાં જોવા મળવાના છે.

શિકાર બનો અથવા શિકાર કરો

જંગલનો એક સિદ્ધાંત સાંભળો… યા તો શિકાર બનો અથવા શિકાર કરો… ટ્રેલરની શરૂઆત આ ડાયલોગથી થાય છે. અર્જુન કપૂર એક એવા જંગલમાં છે જ્યાં તે ઘણા લોકોથી ઘેરાયેલો છે. દરેક લોકોએ 5 બોલવા પર પોતાની બંદૂક ફેંકવાની હોય છે, પરંતુ અર્જુન કપૂર સિવાય કોઈએ બંદૂક ફેંકતું નથી. અર્જુન કપૂર કહે છે કે શરાફતનો જમાનો હવે રહ્યો નથી. ટ્રેલરમાં તબ્બુ પણ ગાળો બોલી રહી છે. જ્યારે રાધિકા મદન ઘણા ઈન્ટીમેટ સીન કરતી જોવા મળે છે.

જોવા મળશે ફિલ્મ કમીનેની ઝલક

ટ્રેલરમાં શાહિદ કપૂર સ્ટારર ફિલ્મ કમીનેનું મજેદાર ટાઈટલ સોન્ગ સામેલ કરવામાં આવ્યું છે. રસપ્રદ વાત એ છે કે તેને વિશાલ ભારદ્વાજે કમ્પોઝ કર્યું હતું. હવે તેને ફિલ્મ કુત્તે માટે પણ મ્યુઝિક કમ્પોઝ કર્યું છે. ટ્રેલર એક સ્ટાર-સ્ટડેડ ઈવેન્ટમાં લોન્ચ કરવામાં આવ્યું હતું, આ ઈવેન્ટમાં નિર્દેશક આસમાન ભારદ્વાજ, તેના પિતા વિશાલ ભારદ્વાજ અને ફિલ્મની આખી સ્ટારકાસ્ટ હાજર હતી.

નવા વર્ષમાં અર્જુન કપૂર કરશે ધમાકો!

આ ફિલ્મમાં અર્જુન કપૂર અને તબ્બુ સિવાય નસીરુદ્દીન શાહ, કોંકણા સેન શર્મા, કુમુદ મિશ્રા, રાધિકા મદાન અને શાર્દુલ ભારદ્વાજ જેવા શાનદાર કલાકારો છે. ફિલ્મનું સંગીત વિશાલ ભારદ્વાજે આપ્યું છે અને ગીતો ગુલઝારે લખ્યા છે. ફિલ્મ કુત્તે 13 જાન્યુઆરી 2023ના રોજ થિયેટરોમાં રિલીઝ થશે.