Naam Reh Jaayega: લતા મંગેશકરે રોયલ આલ્બર્ટ હોલમાં કેમ ખુલ્લા પગે આપ્યું પર્ફોર્મન્સ? ગાયક જાવેદ અલીએ કર્યો ખુલાસો

લતાજીને (Lata Mangeshkar) રોયલ આલ્બર્ટ હોલમાં પરફોર્મ કરવાનો મોકો મળ્યો ત્યારે તેઓ થોડા મૂંઝવણમાં હતા. આલ્બર્ટ હોલ આ કરવા માટેનું સૌથી પ્રતિષ્ઠિત સ્થાન હતું અને તે પ્રતિષ્ઠિત સ્થળે પરફોર્મ કરવું કોઈપણ ગાયક માટે ગર્વની વાત હતી.

Naam Reh Jaayega: લતા મંગેશકરે રોયલ આલ્બર્ટ હોલમાં કેમ ખુલ્લા પગે આપ્યું પર્ફોર્મન્સ? ગાયક જાવેદ અલીએ કર્યો ખુલાસો
Lata Mangeshkar
Image Credit source: Social Media
| Edited By: | Updated on: May 21, 2022 | 7:19 PM

ઘણા દાયકાઓ સુધી ફેલાયેલી કારકિર્દીમાં સુપ્રસિદ્ધ પ્લેબેક સિંગર લતા મંગેશકરે (Lata Mangeshkar) તેમના ગીતોથી લાખો લોકોના દિલ જીતી લીધા છે. સૌથી મોટી શ્રદ્ધાંજલિઓમાંની એક ‘નામ રેહ જાયેગા’ છે. જેમાં મ્યુઝિક ઈન્ડસ્ટ્રીની અગ્રણી હસ્તીઓ દરેક ખૂણેથી પ્રેક્ષકોનું ધ્યાન ખેંચે છે અને લતા મંગેશકરને શ્રદ્ધાંજલિ આપવા માટે પોતાના અવાજમાં ગીત ગાશે. ગાયક જાવેદ અલીએ (Javed Ali) ‘નામ રેહ જાયેગા’ (Naam Reh Jaayega) શો દરમિયાન લતા મંગેશકર વિશે કહ્યું, જાણીને તમે પણ ભાવુક અને ગર્વ અનુભશો.

આવી જ એક ઘટના ગાયક સોનુ નિગમે શોમાં શેર કરી હતી જ્યારે લતા મંગેશકરે લંડનના રોયલ આલ્બર્ટ હોલમાં ગીત ગાયું હતું. લતાજીને રોયલ આલ્બર્ટ હોલમાં પરફોર્મ કરવાનો મોકો મળ્યો, ત્યારે તેઓ થોડા મૂંઝવણમાં હતા. આલ્બર્ટ હોલ આ કરવા માટેનું સૌથી પ્રતિષ્ઠિત સ્થાન હતું અને તે પ્રતિષ્ઠિત સ્થળે પરફોર્મ કરવું કોઈપણ ગાયક માટે ગર્વની વાત હતી. લતાજી રોયલ આલ્બર્ટ હોલમાં પરફોર્મ કરનાર પ્રથમ ભારતીય ગાયિકા હતા. તે માત્ર તેમના માટે જ નહીં પરંતુ તમામ ભારતીયો માટે સન્માનની વાત હતી.

જાવેદ અલીએ એક ઘટના શેર કરી જે દર્શાવે છે કે શા માટે લતાજી લિજેન્ડ બની રહેશે

જાવેદ અલીએ કહ્યું, લંડનના રોયલ આલ્બર્ટ હોલમાં એક વિશાળ કોન્સર્ટ હતો જ્યાં લતાજી પરફોર્મ કરવાના હતા અને દિલીપ સાહેબે તેમનો પરિચય કરાવવાનો હતો. દિલીપ સાહેબે તેમનો પરિચય કરાવ્યો કે તરત જ લતાજી ચપ્પલ વગર સ્ટેજ પર આવ્યા. દિલીપ કુમારે જ્યારે આ જોયું ત્યારે તેમણે લતાજીને કહ્યું કે, આ ઈંગ્લેન્ડ છે, તમે ઠંડીમાં બીમાર પડી શકો છો પરંતુ લતાજીએ ના પાડી અને કહ્યું કે હું ક્યારેય ચપ્પલ પહેરીને ગીત નથી ગાતી કારણ કે તે મારા માટે પ્રાર્થના છે.

8-એપિસોડની સિરીઝમાં ‘નામ રેહ જાયેગા’માં સોનુ નિગમ, અરિજિત સિંહ, શંકર મહાદેવન, નીતિન મુકેશ, નીતિ મોહન, અલકા યાજ્ઞિક, સાધના સરગમ, ઉદિત નારાયણ, શાન, કુમાર સાનુ, અમિત કુમાર, જતીન પંડિત, જાવેદ અલી, ઐશ્વર્યા મજમુદાર, સ્નેહા પંત, પ્યારેલાલજી, પલક મુછલ અને અન્વેષા સહિતના 18 મોટા ભારતીય ગાયકોએ લતા મંગેશકરને શ્રદ્ધાંજલિ આપવા હાથ મિલાવ્યા છે. તેના એપિસોડ્સ સ્ટાર પ્લસ પર દર રવિવારે સાંજે 7 વાગ્યે પ્રસારિત થાય છે. આ શોની કલ્પના અને દિગ્દર્શન ગજેન્દ્ર સિંહ દ્વારા કરવામાં આવ્યું છે.