Mumbaikar: વિક્રાંત મેસી અને વિજય સેતુપતિની મુંબઈકર રોમાંચ અને સસ્પેન્સથી ભરપૂર, ટીઝર જોઈ ફેન્સ થયા ખુશ

મુંબઈકર એક થ્રિલર ડ્રામા છે જે મુંબઈ શહેરના અનેક રંગોને તેની વાર્તા દ્વારા દર્શકો સમક્ષ રજૂ કરશે. નિર્માતા જ્યોતિ દેશપાંડે અને રિયા શિબુ દ્વારા નિર્મિત અને સંતોષ સિવાન દ્વારા દિગ્દર્શિત, મુંબઈકરમાં વિક્રાંત મેસી, વિજય સેતુપતિ, હૃધુ એરોન, રણવીર શૌરી, તાન્યા માણિકતલા અને સંજય મિશ્રા જેવા પીઢ કલાકારો જોવા મળશે.

Mumbaikar: વિક્રાંત મેસી અને વિજય સેતુપતિની મુંબઈકર રોમાંચ અને સસ્પેન્સથી ભરપૂર, ટીઝર જોઈ ફેન્સ થયા ખુશ
Mumbaikar teaser released
| Edited By: | Updated on: May 26, 2023 | 9:01 AM

Jio સિનેમાની સીધી OTT ઓફર ‘મુંબઈકર એક કહાની’ દિલ જીતવા માટે તૈયાર છે. મુંબઈકર એક થ્રિલર ડ્રામા છે જે મુંબઈ શહેરના અનેક રંગોને તેની વાર્તા દ્વારા દર્શકો સમક્ષ રજૂ કરશે. નિર્માતા જ્યોતિ દેશપાંડે અને રિયા શિબુ દ્વારા નિર્મિત અને સંતોષ સિવાન દ્વારા દિગ્દર્શિત, મુંબઈકરમાં વિક્રાંત મેસી, વિજય સેતુપતિ, હૃધુ એરોન, રણવીર શૌરી, તાન્યા માણિકતલા અને સંજય મિશ્રા જેવા પીઢ કલાકારો જોવા મળશે.

આ ફિલ્મ 2 જૂને ફ્રી સ્ટ્રીમ થશે. મુંબઈકરની વાર્તા મુંબઈની ભીડભાડવાળી શેરીઓ સાથે જોડાયેલી છે. તેની વાર્તા ઘણા અસંબંધિત પાત્રોના જીવનને આંતરે છે. આ ફિલ્મમાં, 24 કલાકની અંદર, આપણે ઘણી ઘટનાઓ એવી રીતે અચાનક બનતી જોઈશું કે આ પાત્રોનો શહેર અને જીવન પ્રત્યેનો દૃષ્ટિકોણ સંપૂર્ણપણે બદલાઈ જાય છે. આ ફિલ્મ દર્શકોને ચોક્કસ મુંબઈની તે બાજુ બતાવશે જેનાથી દર્શકો સામાન્ય રીતે અજાણ હોય છે.

મુંબઈકર ટીઝર થયુ રિલિઝ

ટીઝરની શરૂઆત વિજય સેતુપતિ દ્વારા આકસ્મિક રીતે મુંબઈના એક ડોન (રણવીર શોરી)ના પુત્રને ઉપાડવાની સાથે થાય છે, જે તેના માટે મુશ્કેલી ઉભી કરે છે. વિજય ડોનને જણાવે છે, “અમારે કોઈ બીજાના પુત્રને ઉપાડવાનો હતો, ભૂલથી તમારા પુત્રને ઉપાડ્યો હતો. દોષ તેમનો નથી “

તે આગળ બતાવવામાં આવ્યું છે કે ડોનનો પુત્ર અપહરણકર્તાની ચુંગાલમાંથી છટકી જાય છે અને રણવીર શૌરીને તેમનો પુત્ર તેમની સાથે હોવાનો દાવો કરીને એકબાદ એક ફોન આવે છે. પછી ફિલ્મમાં એક્શન શરૂ થાય છે. ટીઝરમાં કોમેડીથી લઈને એક્શન બધું જ જોવા મળી રહ્યું છે. આવી સ્થિતિમાં, સ્પષ્ટ છે કે આ ફિલ્મ દર્શકોને કંટાળો નહીં આપે.

તમિલ ભાષામાં પણ ડબ કરાશે

તમને જણાવી દઈએ કે મુંબઈકરને તમિલ ભાષામાં ડબ કરવામાં આવશે જેથી તમિલ દર્શકો પણ પોતાની ભાષામાં આ ફિલ્મની સાહસિક વાર્તાનો આનંદ માણી શકશે. મુંબઈકર વિશે વાત કરતા, વિક્રાંત મેસી, જે આ ફિલ્મમાં ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકામાં જોવા મળશે, તેણે કહ્યું, “વિજય સેતુપતિ સર સાથે સ્ક્રીન શેર કરવી તેના માટે ખૂબ જ આનંદની વાત છે. તેણે કહ્યું કે તે ઘણી ફિલ્મો જોઈને મોટો થયો છે અને આથી તે હંમેશા તેના કામનો ચાહક રહ્યો છે. ત્યારે હવે તેના માટે ગેંગસ્ટર તરીકેનો અભિનય કરવો તે તેના માટે મોટુ ચેલેન્જ રહ્યું છે.”

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો