ફિલ્મ નિર્માતાએ તેની પત્ની પર કાર ચડાવી, મિશ્રાની પોલીસે ધરપકડ કરી

ફિલ્મ નિર્માતા કમલ કિશોર મિશ્રા (Kamal Kishor Mishra)ની પોલીસે ધરપકડ કરી છે. નિર્માતા પર તેની પત્નીને કારથી મારવાનો આરોપ છે.

ફિલ્મ નિર્માતાએ તેની પત્ની પર કાર ચડાવી, મિશ્રાની પોલીસે ધરપકડ કરી
ફિલ્મ નિર્માતાએ તેની પત્ની પર કાર ચલાવી,મિશ્રાની પોલીસે ધરપકડ કરી
Image Credit source: Instagram
| Edited By: | Updated on: Oct 28, 2022 | 2:26 PM

film producer : ફિલ્મ નિર્માતા કમલ કિશોર મિશ્રા છેલ્લા બે દિવસથી સતત ચર્ચામાં છે. નિર્માતાએ તેની પત્ની યાસ્મીન પર કાર ચડાવીને તેની હત્યા કરવાનો પ્રયાસ કર્યો છે. કમલનું આ કૃત્ય સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયું છે. આ સાથે યાસ્મિને પોલીસમાં કેસ પણ નોંધાવ્યો હતો. જે બાદ પોલીસે કમલ કિશોર મિશ્રાને પૂછપરછ માટે સ્ટેશન બોલાવ્યા હતા. હવે લેટેસ્ટ માહિતી અનુસાર, ફિલ્મ પ્રોડ્યુસર કમલ કિશોર મિશ્રાની પોલીસે ધરપકડ કરી લીધી છે.

પ્રોડ્યૂસરની પત્નીના માથા પર ઈજા થઈ

 

 

કમલ મિશ્રાની પત્ની યાસ્મીનની ફરિયાદ બાદ અંબોલી પોલીસે કમલ કિશોર મિશ્રા વિરુદ્ધ આઈપીસીની કલમ 279 અને 338 હેઠળ કેસ નોંધ્યો છે. આ સમગ્ર ઘટના દરમિયાન પ્રોડ્યૂસરની પત્નીના માથા પર ઈજા થઈ હતી. જેને લઈ યાસ્મીન ગંભીર રીતે ઘાયલ પણ થઈ હતી. પોલીસે તેની પણ પુછપરછી કરી રહી છે કેમેરામાં કેદ થયેલી ઘટના વિશે વાત કરીએ તો સ્પષ્ટ જોઈ શકાય છે કે, કઈ રીતે યાસ્મીન કાર બહાર તેના પતિ પાસે વાત કરવા માટે કાર રોકે છે પરંતુ કમલ ખરાબ રીતે તેમને પહેલા કાર વડે ટક્કર મારે છે. આ સમગ્ર ઘટના બાદ એક વ્યક્તિ યાસ્મીનને કાર બહાર કાઢતો જોવા મળ્યો હતો.

 

 

થોડા દિવસ પહેલા કમલ કિશોર મિશ્રાની પોલીસે પુછપરછ કરી હતી તેને કેટલાક સવાલો પણ કર્યા હતા. તમને જણાવી દઈએ કે, કમલ કિશોર મિશ્રા કેટલીક મોટી ફિલ્મો બનાવી ચૂક્યા છે. પ્રોડ્યુસર વન ઈન્ટરટેનમેન્ટ ફિલ્મ પ્રોડક્શન નામથી પ્રોડક્શન હાઉસ ચલાવે છે.