Raj Kundra Case : રાજ કુન્દ્રા પોનોગ્રાફી કેસમાં ક્રાઈમ બ્રાંચની કડક કાર્યવાહી, અનેક બેંક એકાઉન્ટને લેવાયા ટાંચમાં

|

Jul 22, 2021 | 1:39 PM

રાજ કુન્દ્રા પોનોગ્રાફી કેસમાં મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. પોર્ન રેકેટ સાથે સંકળાયેલા તમામ બેંક ખાતાઓમાં મોટા પાયે ટ્રાન્ઝેક્શનની માહિતી મળતા ક્રાઈમ બ્રાન્ચે 7 કરોડથી વધુની રકમ સ્થગિત કરી છે.

Raj Kundra Case : રાજ કુન્દ્રા પોનોગ્રાફી કેસમાં ક્રાઈમ બ્રાંચની કડક કાર્યવાહી, અનેક બેંક એકાઉન્ટને લેવાયા ટાંચમાં
Raj Kundra( File Photo)

Follow us on

મુંબઈ પોલીસે શિલ્પા શેટ્ટીના(Shilpa Shetty)  પતિ રાજ કુંદ્રાને સોમવારે મોડી રાત્રે પોનોગ્રાફી ફિલ્મો બનાવવા અને પ્રસારિત કરવા બદલ તેની ધરપકડ કરવામાં આવી છે.

રાજ કુંદ્રા પોર્નોગ્રાફી કેસમાં( pornography Case) મુંબઈ ક્રાઈમ બ્રાંચે કડક કાર્યવાહી શરૂ કરી છે. ક્રાઈમ બ્રાંચ દ્વારા અનેક બેંક એકાઉન્ટમાં(Bank Accounts) સાત કરોડથી વધુની રકમ સ્થગિત કરવામાં આવી છે. પોર્ન રેકેટ સાથે સંકળાયેલા તમામ બેંક ખાતાઓમાં મોટા પાયે ટ્રાન્ઝેક્શનની માહિતી મળતા ક્રાઈમ બ્રાન્ચે 7 કરોડથી વધુની રકમ સ્થગિત કરી છે.મહત્વનું છે કે, આ રકમ જુદી જુદી બેંકોમાં સ્થગિત કરવામા આવી છે.

ક્રાઈમ બ્રાંચે યાસ્મિન ખાન (Yasmin Khan)ખાતામાં 34 લાખ 90 હજાર રૂપિયા સ્થગિત કર્યા છે. ઉપરાંત દીપંકર , ગેહના વશિષ્ઠ, ઉમેશ કામટના બે બેંક ખાતાઓમાં પણ કાર્યવાહી કરવામાં આવી છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

મુંબઈ ક્રાઈમ બ્રાંચે (Mumbai crime Branch)દીપંકરના બે એકાઉન્ટમાં 1 લાખ 20 હજાર રૂપિયા જેટલી રકમ સ્થગિત કરી છે. સાથે જ ગેહના વશિષ્ઠના(Gehna Vashisht) ત્રણ બેંક ખાતાઓમાંથી લગભગ 36 લાખ રૂપિયા ફ્રીઝ કરવામાં આવ્યા છે અને ઉમેશ કામતનાં બે બેંક ખાતામાંથી 6 હજાર રૂપિયા ફ્રીઝ કરવામાં આવ્યા છે.જ્યારે તંવારી હાશ્મીના(Tanwari Hashmi) બે બેંક ખાતામાંથી 6 લાખ રૂપિયાની રકમ જપ્ત કરવામાં આવી છે. તેમજ અરવિંદ નામના વ્યક્તિના બેંક ખાતામાંથી 1 કરોડ 81 લાખ રૂપિયા સ્થગિત કરવામાં આવ્યા છે.

ક્રાઇમ બ્રાંચે કરોડો રૂપિયાની રકમ કરી ફ્રીઝ

ક્રાઇમ બ્રાંચે કાનપુરમાં હર્ષિતા શ્રીવાસ્તવના (Shri vastav) બેંક એકાઉન્ટમાં 2 કરોડ 32 લાખ રૂપિયા ફ્રીઝ કર્યા છે. આ સાથે કાનપુરમાં જ નરબાદા શ્રીવાસ્તવના બેંક ખાતામાં 5 લાખ 59 હજાર રૂપિયા ફ્રીઝ કરવામાં આવ્યા છે. આ સાથે જ ફ્લિઝ મૂવીઝ ઓપીસી પ્રા. લિ. ભોપાલના બેંક ખાતામાં 30 લાખ 87 હજાર રૂપિયા અને ફ્લિઝ મૂવીઝ ઓપીસી પ્રા.લિ.ના (Fleece Movies OPC Pvt)બેંક ખાતાની 1 કરોડ 28 લાખ રૂપિયાની રકમ ફ્રીઝ કરી છે.

પોનોગ્રાફી કેસમાં ક્રાઈમ બ્રાંચની કડક કાર્યવાહી

પોનોગ્રાફી કેસમાં ક્રાઈમ બ્રાંચ (Crime Branch) દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં મેરઠમાં ફ્લિઝ મૂવીઝ ઓપીસી પ્રા. લિ. 73 લાખ 87 હજાર રૂપિયા બેંકના ખાતામાં સ્થગિત કરવામાં આવ્યા છે. ક્રાઈમ બ્રાંચને પોર્ન રેકેટ સાથે સંકળાયેલા તમામ બેંક ખાતાઓમાં મોટા પાયે ટ્રાન્ઝેક્શનની માહિતી મળી છે. ત્યારે હાલ, આ ખાતાઓનું ફોરેન્સિક ઓડિટ (Forensic audit)કરવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો: Raj Kundra Case: રાજ કુંદ્રાની ઓફિસ પર પોલીસના દરોડા, કુલ પાંચ FIR કરાઈ દાખલ

આ પણ વાંચો: Raj Kundra Case: ક્રાઈમબ્રાંચની તપાસમાં મોટો ખુલાસો, “Hotshot” બિઝનેસ ચલાવવા પાછળ આ હતી રાજ કુંદ્રાની Modus Operandi

Published On - 1:39 pm, Thu, 22 July 21

Next Article