Aamir Khan Controversy : આમિર ખાનની નવી જાહેરાત પર ગુસ્સે ભરાયા MP ગૃહમંત્રી, કહ્યું રિવાજોને ધ્યાનમાં રાખો

બોલિવૂડના મિસ્ટર પરફેક્શનિસ્ટ આમિર ખાનનું નામ આ દિવસોમાં વિવાદોમાં ઘેરાયેલું છે. અભિનેતાની નવી એડને લઈને હંગામો શરૂ થઈ ગયો છે. સોશિયલ મીડિયા પર આમિરની નવી એડ પર લોકો ગુસ્સામાં જોવા મળી રહ્યા છે.

Aamir Khan Controversy : આમિર ખાનની નવી જાહેરાત પર ગુસ્સે ભરાયા MP ગૃહમંત્રી, કહ્યું રિવાજોને ધ્યાનમાં રાખો
આમિર ખાનની નવી એડ પર ગુસ્સે ભરાયા MP ગૃહમંત્રી, કહ્યું રિવાજોને ધ્યાનમાં રાખો
Image Credit source: Twitter
| Edited By: | Updated on: Oct 13, 2022 | 12:08 PM

Aamir Khan Controversy : બૉલીવુડના મિસ્ટર પરફેક્શનિસ્ટ આમિર ખાન હાલમાં વિવાદોમાં ધેરાયેલો છે. અભિનેતાની નવી જાહેરાતથી ફરી એક વિવાદ શરુ થયો છે આમિરની નવી જાહેરાત પર લોકો ગુસ્સે થયા છે. જાહેરાતમાં આમિર ખાન (Aamir Khan) અને કિયારા અડવાણી સાથે જોવા મળી રહી છે. હિન્દુ સંગઠનના લોકોએ આ જાહેરાત પર ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ લગાવ્યો છે. હવે આ જાહેરાત પર મધ્યપ્રદેશના ગૃહમંત્રી નરોત્તમ મિશ્રા (Dr Narottam Mishra) નો ગુસ્સો પણ ફાટી નીકળ્યો છે.

ધાર્મિક પરંપરા અને રિવાજોને ધ્યાનમાં રાખો

આમિર અને કિયારાની જાહેરાત પર બોલતા ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાએ કહ્યું કે, હું તમને વિનંતી કરું છું કે, આવી જાહેરાતને ધ્યાનમાં રાખીને કરો, આવી જાહેરાતથી કોઈ ચોક્કસ ધર્મની ભાવનાઓને ઠેસ પહોંચે છે, ધાર્મિક પરંપરા અને રિવાજોને ધ્યાનમાં રાખો. મેં પણ આ જાહેરાત જોઈ છે. એક ખાનગી બેંક, મને પણ આ અંગે ફરિયાદ મળી છે. આમિર ખાન તરફથી આવા વિરોધી કામો સતત બહાર આવી રહ્યા છે, હું આમિર ખાનની આવી હરકતોને યોગ્ય માનતો નથી.

 

 

ધર્મની ભાવનાઓને ઠેસ પહોંચાડવાની મંજૂરી નથી

ગૃહમંત્રીએ આગળ કહ્યું કે, તોડી મરોડીને અભિનય કરવાથી ધર્મ વિશેષની ભાવનાને ઠેસ પહોંચે છે.આમિર ખાનને કોઈપણ ધર્મની ભાવનાઓને ઠેસ પહોંચાડવાની મંજૂરી નથી. આ જાહેરાત બેંકની છે. જેમાં આમિર ખાન અને કિયારા દુલ્હા અને દુલ્હનના ગેટઅપમાં  જોવા મળી રહ્યા છે.