આ ઓક્ટોબરે OTT પર મનોરંજનનો મળશે ડબલ ડોઝ, આ ફિલ્મો અને સિરીઝ ધૂમ મચાવશે

ઓક્ટોબર મહિનો OTT ના દર્શકો માટે ઘણું મનોરંજન લઈને આવી રહ્યો છે. માધુરી દીક્ષિતની માઝાથી લઈને સાઉથ સિનેમાની નાના બજેટની ફિલ્મ કાર્તિકેય 2 ધમાકો કરવા જઈ રહી છે.

આ ઓક્ટોબરે OTT  પર મનોરંજનનો મળશે ડબલ ડોઝ, આ ફિલ્મો અને સિરીઝ ધૂમ મચાવશે
આ ઓક્ટોબર OTT પર મનોરંજનનો મળશે ડબલ ડોઝ , આ ફિલ્મો અને સિરીઝો ધૂમ મચાવશે
Image Credit source: Twitter
| Edited By: | Updated on: Oct 02, 2022 | 12:13 PM

Web Series : ડિજિટલ યુગના આ યુગમાં, સિનેમા હોલ કરતાં વધુ લોકો OTT તરફ ઝૂકી રહ્યા છે. આવી સ્થિતિમાં, દર મહિને OTT તેના દર્શકોને તેમના માટે નવી અને અનોખી સામગ્રી લઈને આવી રહ્યું છે. જેમાં ઓક્ટોબર મહિનો પણ OTT દર્શકો માટે ઘણું મનોરંજન લઈને આવી રહ્યો છે. હિન્દી અને અંગ્રેજી ભાષામાં ઘણી વેબ સિરીઝ પણ મનોરંજન માટે તૈયાર છે.

કાર્તિકેય 2

સાઉથ સિનેમાની નાના બજેટની ફિલ્મોએ બોક્સ ઓફિસ પર ધમાકેદાર પ્રદર્શનથી લોકોનું મનોરંજન પુરુ પાડ્યું છે. સિનેમાધરોમાં પણ પોતાની છાપ છોડ્યા બાદ આ ફિલ્મ ઓટીટી પર રિલીઝ થવા માટે તૈયાર છે. 5 ઓક્ટોબર કાર્તિકય 2 ઝી5 પર સ્ટ્રીમ કરવામાં આવશે. આ ફિલ્મ હિન્દીની સાથે તમિલ, તેલુગુ, મલયાલમ ભાષાઓમાં પણ સ્ટ્રીમ કરવામાં આવશે.

મુંબઈ માફિયા

મુંબઈ પોલીસ અને ક્રિમિનલ અંડરવર્લ્ડ વચ્ચેની આ સ્ટોરી નેટફ્લિક્સ પર ઓક્ટોબરમાં રિલીઝ થવા જઈ રહી છે. આ સ્ટોરીમાં ક્રિમિનલ ગેન્ગ, હિંસક ઓપરેશન, રેકેટ ડ્રગ ટ્રૈફિકિંગ અને આતંકવાદને દેખાડવામાં આવ્યું છે.

માજા મા

બોલિવૂડની ધક ધક ગર્લ માધુરી દીક્ષિત હવે OTT પર પણ પોતાની ઓળખ બનાવવા જઈ રહી છે. તેની ફિલ્મ માજા મામાં તે પોતાના જબરદસ્ત પાત્રથી દર્શકોને દિવાના બનાવવા માટે તૈયાર છે. OTT પ્લેટફોર્મ પ્રાઇમ વિડિયો પર 6 ઓક્ટોબરે રિલીઝ થશે. આનંદ તિવારી દ્વારા નિર્દેશિત અને સુમિત બથેજા દ્વારા લખાયેલી આ ફિલ્મમાં માધુરી ઉપરાંત ગજરાજ રાવ, ઋત્વિક ભૌમિક, બરખા સિંહ, સૃષ્ટિ શ્રીવાસ્તવ, રજિત કપૂર, શીબા ચઢ્ઢા, સિમોન સિંહ, મલ્હાર ઠાકર અને નિનાદ કામત જોવા મળશે. માજા મા એક પારિવારિક ફિલ્મ છે,

ઇશો

મર્ડર મિસ્ટ્રી પર આધારિત આ વેબ સિરીઝ સોની લિવ પર 5 ઓક્ટોબરે રિલીઝ થવા જઈ રહી છે. દર્શકો આ સિરીઝની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે તે દર્શકોનું ઘણું મનોરંજન કરશે.