OTT This Week : આ અઠવાડિયું મનોરંજનથી ભરપુર રહેશે, જુઓ ફિલ્મોનું લિસ્ટ

આ અઠવાડિયું મનોરંજનથી ભરપુર રહેવાનું છે કારણ કે ઓટીટી પર અનેક ફિલ્મો અને વેબ સિરીઝ રિલીઝ થઈ રહી છે. જેમાં અક્ષય કુમારથી લઈ માધુરી દિક્ષીતની ફિલ્મો ઓટીટી પર ધુમ મચાવશે.

OTT This Week : આ અઠવાડિયું મનોરંજનથી ભરપુર રહેશે, જુઓ ફિલ્મોનું લિસ્ટ
આ અઠવાડિયે આ ફિલ્મ અને વેબ સિરીઝ ઓટીટી પર મળશે જોવા, જુઓ લિસ્ટ
| Edited By: | Updated on: Oct 04, 2022 | 2:48 PM

OTT This Week: ઑક્ટોબર મહિનો શરૂ થઈ ગયો છે અને OTT પર ફિલ્મો અને વેબ સિરીઝ ઑક્ટોબરના પ્રથમ સપ્તાહમાં રિલીઝ માટે તૈયાર છે. અક્ષય કુમાર, માધુરી દીક્ષિતની મજામા ફિલ્મ આ સિવાય સાઉથની ફિલ્મ કાર્તિકેય 2 પણ OTT પર રિલીઝ માટે તૈયાર છે. અનેક હોલીવુડ ફિલ્મો અને સિરીઝ પણ OTT પર આવવાની છે. તો ચાલો જાણીએ કઇ ફિલ્મો અને સિરીઝ કયા પ્લેટફોર્મ પર રિલીઝ થવા જઇ રહી છે.

કાર્તિકેય 2

કન્નડ ફિલ્મ કાર્તિકેય 2 ઝી 5 પર 5 ઓક્ટોમ્બરના રોજ સ્ટ્રીમ થશે. આ ફિલ્મે સાઉથમાં તો તાબડતોડ કમાણી કરી છે સાથે હિન્દિ ફિલ્મોમાં પણ સારી કમાણી કરી છે ઝી 5 પર ફિલ્મ હિન્દીની સાથે તમિલ તેલુગુ,મલયાલમ ભાષામાં સ્ટ્રીમ કરવામાં આવશે.

રક્ષાબંધન

અક્ષય કુમારની ફિલ્મ રક્ષાબંધન સિનેમાધરોમાં રક્ષાબંધનના દિવસે રિલીઝ થઈ હતી. આ ફિલ્મ સારી એવી કમાણી કરી શકી ન હતી. ત્યારે હવે રક્ષા બંધન 5 ઓક્ટબરના રોજ ઝી 5 પર રિલીઝ થઈ રહી છે ,રક્ષાબંધન એ ભારતીય મૂલ્યો અને રીતિ-રિવાજો સાથે જોડાયેલી ફિલ્મ છેફિલ્મમાં અક્ષય કુમાર અને ભૂમિ પેડનેકર સિવાય સાદિયા ખતિબ, દીપિકા ખન્ના, સ્મૃતિ શ્રીકાંત અને સહજમીન કૌરે અક્ષય કુમારની ચાર બહેનોની ભૂમિકા ભજવી હતી. આ સિવાય સીમા પાહવા, નીરજ સૂદ, અભિલાષ થપલિયાલ અને મનુ ઋષિ ચઢ્ઢા આ ફિલ્મમાં સપોર્ટિંગ રોલમાં જોવા મળ્યા હતા.

મજા મા

માધુરી દીક્ષિત અભિનીત ફિલ્મ મજા મા 6ઠ્ઠી ઓક્ટોબરે એમેઝોન પ્રાઇમ વીડિયો પર રિલીઝ થશે. માધુરીની આ પહેલી OTT ફિલ્મ છે. મજામાં ગજરાજ રાવ, રજિત કપૂર, બરખા સિંહ, ઋત્વિક ભૌમિક, સિમોન સિંહ, સૃષ્ટિ શ્રીવાસ્તવ, નિનાદ કામત અને શીબા ચઢ્ઢા મહત્વની ભૂમિકામાં જોવા મળશે.માધુરી દીક્ષિતની ‘મજા મા’ એક પારિવારિક મનોરંજન કરનાર ફિલ્મ છે, જે હેપ્પી ફેસ્ટિવલ અને ભારતીય લગ્નોને લઈને બનાવી છે. કોમેડી, પ્રેમ અને ઘણા ટ્વિસ્ટવાળી આ ફિલ્મ દર્શકોને ખૂબ જ મજેદાર અંદાજમાં જોવા મળવાની છે.

 

 

 

પ્રે

પ્રે એક થ્રિલર ફિલ્મ છે. ડિઝની પ્લસ હોટસ્ટાર પર પ્રે અંગ્રેજીની સાથે હિન્દીમાં સ્ટ્રીમ થશે. આ પ્રિડેટર સિરીઝની ફિલ્મની સીક્વલ છે. આ ફિલ્મ 7 ઓક્ટોબરના રોજ રિલીઝ થશે.