કમાણીના તમામ રેકોર્ડ તોડશે ‘પઠાન’! એડવાન્સ બુકિંગમાં 2 લાખથી વધુ વેચાઈ ટિકિટ

Pathaan Advance Booking: શાહરૂખ ખાનની (Shah Rukh Khan) ફિલ્મ 'પઠાન' ભલે વિવાદોમાં રહી હોય, પરંતુ ફિલ્મની કમાણી પર તેની કોઈ અસર થાય તેવું લાગતું નથી. ભારતમાં માત્ર એક જ દિવસમાં જ 2 લાખથી વધુ ટિકિટનું એડવાન્સ બુકિંગ થઈ ગયું છે. આંકડાઓ જોઈને લાગે છે કે 'પઠાન' ઘણા બધા રેકોર્ડ તોડી શકે છે.

કમાણીના તમામ રેકોર્ડ તોડશે પઠાન! એડવાન્સ બુકિંગમાં 2 લાખથી વધુ વેચાઈ ટિકિટ
Pathaan
Image Credit source: Instagram
| Edited By: | Updated on: Jan 21, 2023 | 8:21 PM

Shah Rukh Khan Pathaan: શાહરૂખ ખાનની ફિલ્મ ‘પઠાન‘ની ફેન્સ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. કિંગ ખાન 4 વર્ષ બાદ મોટા પડદા પર પરત ફરી રહ્યો છે. આવામાં ફેન્સ શાહરૂખ ખાનને સ્ક્રીન પર જોવા માટે આતુર છે. પઠાન 25 જાન્યુઆરીએ થિયેટરોમાં રિલીઝ થવાની છે, ફિલ્મની રિલીઝ પહેલા એડવાન્સ ટિકિટ બુકિંગ શરૂ થઈ ગયું છે. પઠાને માત્ર 1 દિવસમાં જબરદસ્ત કમાણી કરી છે. એડવાન્સ બુકિંગના પહેલા જ દિવસે 2 લાખથી વધુ ટિકિટનું વેચાણ થયું છે. ‘પઠાન’ના હિન્દી અને તેલુગુ વર્ઝનની સૌથી વધુ ટિકિટ વેચાઈ છે.

પઠાને એડવાન્સ બુકિંગમાં કરી કરોડોની કમાણી

‘પઠાન’નું એડવાન્સ બુકિંગ જોઈને કહી શકાય કે શાહરૂખ ખાનની ફિલ્મ વિવાદોથી કોઈ ફરક પડ્યો નથી. શાહરૂખ ખાનને થિયેટરમાં જોવા માટે ફેન્સ એક્સાઈટેડ છે. જો મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો પઠાને તેની રિલીઝ પહેલા જ 14.66 બિઝનેસ કર્યો છે. દિલ્હી-એનસીઆરમાં ફિલ્મની એડવાન્સ બુકિંગ 1.79 કરોડથી વધુ થઈ ગઈ છે. મુંબઈમાં 1.74 કરોડની એડવાન્સ ટિકિટ બુક કરવામાં આવી છે. ‘પઠાન’ માટે સૌથી વધુ એડવાન્સ બુકિંગ બેંગલુરુ, હૈદરાબાદ અને કોલકાતામાં કરવામાં આવ્યું છે.

પહેલા વીકમાં 300 કરોડની કમાણી કરી શકે છે પઠાન

મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો પઠાનની રિલીઝના દિવસે એટલે કે પહેલા જ દિવસે કિંગ ખાનની ફિલ્મ 40 કરોડનું કલેક્શન કરી શકે છે. એવું માનવામાં આવે છે કે ફિલ્મ પહેલા વીકમાં ભારતમાં 150થી 200 કરોડના આંકડાને પાર કરી શકે છે. વર્લ્ડ વાઈડ ફિલ્મની કમાણી 300 કરોડને પાર કરી શકે છે. પઠાન પહેલા શાહરૂખ ખાનની મોટી ઓપનિંગવાળી ફિલ્મોમાં હેપ્પી ન્યૂ યરનો સમાવેશ થાય છે.

શાહરૂખ ખાનની ફિલ્મ પઠાન ઘણા સમયથી ચર્ચામાં છે. ફિલ્મના ગીત બેશરમ રંગને લઈને ઘણો વિવાદ થયો હતો, જે બાદ સેન્સર બોર્ડે ફિલ્મમાં કેટલાક ફેરફાર કરવાની સૂચના આપી હતી. પઠાન ફિલ્મમાં શાહરૂખની સાથે દીપિકા પાદુકોણ, જોન અબ્રાહમ, ડિમ્પલ કાપડિયા અને આશુતોષ રાણા જોવા મળશે. આ ફિલ્મ ગણતંત્ર દિવસના એક દિવસ પહેલા એટલે કે 25 જાન્યુઆરીએ થિયેટરોમાં રિલીઝ થશે.

ગુજરાત સહિત દેશભરમાં પઠાણ ફિલ્મનો વિરોધ થઈ રહ્યો છે. તો બીજી તરફ 25મી જાન્યુઆરીએ મલ્ટિપ્લેક્સમાં ફિલ્મ રિલિઝ થવા જઈ રહી છે. ત્યારે એસોસિએશનના હોદ્દેદારોએ ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી સાથે મુલાકાત કરીને સુરક્ષાની માંગણી કરી, મુલાકાત બાદ હર્ષ સંઘવી તરફથી સુરક્ષાની ખાતરી મળ્યાનો દાવો એસોસિએશનના પ્રમુખે કર્યો.

આ પણ વાંચો : Kangana Ranaut એ ઈમરજન્સીનું પૂરું કર્યું શૂટિંગ, કહ્યું ‘ફિલ્મ માટે બધું દાવ પર લગાવી દીધું’

જર્મનીમાં KGF 2ને પાછળ છોડી

એડવાન્સ બુકિંગમાં ‘પઠાન’ વિદેશમાં પોતાની પાંખો ફેલાવી રહ્યું છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ શાહરૂખ ખાનની ફિલ્મે જર્મનીમાં એડવાન્સ બુકિંગના મામલે સાઉથના સુપરસ્ટાર યશની ફિલ્મ ‘KGF 2’ને પાછળ છોડી દીધી છે. અહેવાલો મુજબ ‘KGF 2’ એ જર્મનીમાં એડવાન્સ બુકિંગથી 1.2 કરોડની કમાણી કરી છે, પરંતુ ‘પઠાન’એ અત્યાર સુધીમાં 1.32 કરોડનું કલેક્શન કર્યું છે.

Published On - 8:19 pm, Sat, 21 January 23