મનોજ બાજપેયીની ‘જોરમ’નું ટ્રેલર થયું રિલીઝ, એક્ટરનો ઈન્ટેન્સ લુક જોઈને ફેન્સ થયા ઈમ્પ્રેસ

મનોજ બાજપેયીની અપકમિંગ ફિલ્મ જોરમનું ધમાકેદાર ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું છે. આ ફિલ્મમાં એક્ટર એક નાની છોકરીના પિતાના રોલમાં જોવા મળી રહ્યો છે. જે પોતાની ત્રણ મહિનાની દીકરીને બચાવવા માટે એક શહેરથી બીજા શહેરમાં દોડતો જોવા મળે છે. આ ટ્રેલર એક્ટરના ફેન્સને ખૂબ જ પસંદ આવી રહ્યું છે.

મનોજ બાજપેયીની જોરમનું ટ્રેલર થયું રિલીઝ, એક્ટરનો ઈન્ટેન્સ લુક જોઈને ફેન્સ થયા ઈમ્પ્રેસ
Manoj Bajpayee Film Joram
Image Credit source: Social Media
| Updated on: Nov 24, 2023 | 5:55 PM

મનોજ બાજપેયી બોલિવુડના અનુભવી ખેલાડીઓમાંથી એક છે. એક્ટર તેની અપકમિંગ ફિલ્મ જોરમમાં ખૂબ જ બિઝી છે. આ ફિલ્મની દર્શકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. હાલમાં જ મેકર્સે આ સર્વાઈવલ થ્રિલર જોરમનું ટ્રેલર રિલીઝ કર્યું છે. તમને જણાવી દઈએ કે આ ફિલ્મમાં શું ખાસ છે?

દેવાશિષ મખીજાના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મમાં મનોજ બાજપેયીનો રોલ લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. ટ્રેલરમાં એક્ટરનો ઈન્ટેન્સ લુક ફેન્સને ખૂબ ઈમ્પ્રેસ કરી રહ્યો છે. તમને જણાવી દઈએ કે દેવાશિષ ભોસલે આવી જ મજબૂત અને ધમાકેદાર ફિલ્મો બનાવવા માટે જાણીતા છે.

અહીં જુઓ ટ્રેલર

ફિલ્મની ઓફિશિયલ લોગલાઈનમાં લખવામાં આવી છે, “ખતરોથી બચીને, દસરુ તેના બાળકને તેની નજીક રાખે છે અને અંતિમ પ્રશ્નનો સામનો કરે છે. શું તે બચશે કે આવનારા અંતનો સામનો કરશે?” ઝારખંડ પર આધારિત આ ફિલ્મ સામાજિક અસમાનતાઓ, આદિવાસી સમુદાયોને થતા અન્યાય અને વનનાબૂદી જેવા મુદ્દાઓ સાથે કામ કરે છે.

ત્રણ મહિનાની દિકરીનો બન્યો પિતા

ફિલ્મની વાર્તાની વાત કરીએ તો એક પિતા પોતાની ત્રણ મહિનાની દીકરીને બચાવવા માટે એક શહેરથી બીજા શહેરમાં ભાગી રહ્યો છે. ફિલ્મ એક્ટર મનોજ બાજપેયીએ છોકરીના પિતાના રોલમાં જોવા મળી રહ્યો છે. આ પહેલા પણ મનોજ બાજપેયી અને દેવાશિષની જોડીએ એક સાથે કામ કર્યું હતું. બંનેએ સાથે ભોંસલે ફિલ્મ કરી હતી. જેના માટે તેમને નેશનલ એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ દિવસે રિલીઝ થશે ફિલ્મ

મનોજ બાજપેયીએ પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર આ ફિલ્મનું ટ્રેલર શેર કર્યું છે. જેના પર ફેન્સ તરફથી સતત કોમેન્ટ આવી રહી છે. તમને જણાવી દઈએ કે 8 ડિસેમ્બરે આ ફિલ્મ થિયેટરોમાં આવવા માટે તૈયાર છે. ફિલ્મમાં મનોજ બાજપેયી સિવાય મોહમ્મદ જીશાન અય્યુબ, તનિષા ચેટર્જી અને રાજશ્રી દેશપાંડે પણ મહત્વના રોલમાં જોવા મળશે.

આ પણ વાંચો: વિકી કૌશલનું ‘સેમ બહાદુર’નું ગીત ‘બંદા’ રિલીઝ, જણાવે છે સેમ માનેકશોની સફર

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો