આવા બોલ્ડ સીન મેં 15 વર્ષ પહેલા કર્યા હતા, જાણો કઈ એક્ટ્રેસે દીપિકા પાદુકોણ પર કર્યો કટાક્ષ

|

Jul 14, 2022 | 1:50 PM

મલ્લિકા શેરાવત (Mallika Sherawat) તેની અપકમિંગ ફિલ્મ 'આરકે આરકે' માટે તૈયાર છે. અત્યારે મલ્લિકા આ ફિલ્મના પ્રમોશનમાં બિઝી છે. આ દરમિયાન તેણે દીપિકા પાદુકોણની ફિલ્મ 'ગહેરાઈયાં' વિશે કંઈક એવું કહ્યું, જેના વિશે ચર્ચા થવા લાગી.

આવા બોલ્ડ સીન મેં 15 વર્ષ પહેલા કર્યા હતા, જાણો કઈ એક્ટ્રેસે દીપિકા પાદુકોણ પર કર્યો કટાક્ષ
Deepika Padukone
Image Credit source: File Image

Follow us on

બોલિવૂડ એક્ટ્રેસ મલ્લિકા શેરાવતનું (Mallika Sherawat) માનવું છે કે ફિલ્મ ઈન્ડસ્ટ્રીનો કોઈ એક ખાસ હિસ્સો તેની એક્ટિંગ સ્કિલ અથવા ટેલેન્ટ પર નહીં પરંતુ તેના ગ્લેમર અને બોલ્ડનેસ પર ફોક્સ કરે છે. મલ્લિકા શેરાવત તેની અપકમિંગ ફિલ્મ ‘આરકે આરકે’ (Rk/Rkay) માટે તૈયાર છે. અત્યારે મલ્લિકા આ ફિલ્મના પ્રમોશનમાં બિઝી છે. એક્ટ્રેસે હાલના જ એક ઈન્ટરવ્યુમાં ન માત્ર તેના કરિયર વિશે વાત કરી પરંતુ તેની 2004માં આવેલી ફિલ્મ ‘મર્ડર’ની તુલના દીપિકા પાદુકોણની (Deepika Padukone) ફિલ્મ ‘ગહેરાઈયાં’ (Gehraiyaan) સાથે પણ કરી હતી. આ સાથે તેણે કહ્યું કે દીપિકાએ જે અત્યારે કર્યું છે, તે 15 વર્ષ પહેલા કરી ચૂકી છું.

સ્ક્રિપ્ટમાં થયેલા ફેરફારથી ખુશ અને દુઃખી

આરકે આરકે ફિલ્મના પ્રમોશન વચ્ચે પ્રભાત ખબરને આપેલા ઈન્ટરવ્યુમાં મલ્લિકા શેરાવતે ફિલ્મ ઈન્ડસ્ટ્રી વિશે ખુલીને વાત કરી હતી. આ સાથે તેણે ઈન્ડસ્ટ્રીમાં સ્ક્રિપ્ટમાં થઈ રહેલા બદલાવ વિશે પણ પોતાનો અભિપ્રાય આપ્યો હતો. એક સવાલના જવાબમાં એક્ટ્રેસે કહ્યું કે હવે મહિલાઓ માટે લેખનમાં પણ ઘણો બદલાવ આવ્યો છે જે ખરેખર તે સારી વાત છે. તે આગળ કહે છે કે પહેલા મહિલાઓ માટે માત્ર બે પ્રકારના રોલ હતા, પહેલો ખરાબ અથવા સતી સાવિત્રી ટાઈપ. હવે સમય બદલાય ગયો છે અને લેખનમાં પણ બદલાવ આવ્યો છે, પણ હું આ થયેલા ફેરફારોથી ખુશ અને દુઃખી બંને છું.

‘ગહેરાઈયાં’ની ‘મર્ડર’ સાથે કરી તુલના

વાતચીતમાં આગળ મલ્લિકા શેરાવતે વર્ષ 2004માં આવેલી તેની ફિલ્મ ‘મર્ડર’ના દિવસોને યાદ કર્યા. તેણે કહ્યું કે જ્યારે મેં મર્ડર કરી ત્યારે લોકોએ બિનજરૂરી હંગામો કર્યો હતો. બિકીની અને બોલ્ડનેસ વિશે બહુ જ ચર્ચા કરી હતી, તેના સાથે જ મને ખબર નથી કે મને શું શું કહેવામાં આવ્યું હતું, પરંતુ હવે હું પૂછવા માંગુ છું કે દીપિકા પાદુકોણની ‘ગહેરાઈયાં’માં જે કર્યું હતું તે શું હતું? હું આ 15 વર્ષ પહેલા કરી ચૂકી છું. હું કહેવા માંગુ છું કે તે સમયે લોકોના વિચાર ઘણાં નાનાં હતાં.

આ પણ વાંચો

મીડિયા અને ઈન્ડસ્ટ્રીએ લગાવ્યા આરોપ

મલ્લિકા શેરાવતે મીડિયા અને ઈન્ડસ્ટ્રી પર વધુ આરોપ લગાવતા કહ્યું કે કેટલાક લોકો મને મેન્ટલ ટોર્ચર કરતા હતા. આવા લોકો પાસે માત્ર મારી બોડી પર વાત કરવાનો સમય હોય છે પરંતુ મારી એક્ટિંગ પર નહીં. મેં ‘મર્ડર’ સિવાય ‘પ્યાર કે સાઈડ ઈફેક્ટ્સ’, ‘દશાવતરમ’ અને ‘વેલકમ’ જેવી ફિલ્મો પણ કરી છે પરંતુ કોઈએ મારી એક્ટિંગ સ્કિલ વિશે વાત નથી કરી.

Published On - 1:43 pm, Thu, 14 July 22

Next Article