Viral Video : મલાઈકાએ એક્સ હસબન્ડ અને પુત્ર અરહાનને કર્યું હગ, વાયરલ વીડિયોમાં જોવા મળ્યું સુંદર બોન્ડિંગ

મલાઈકા અરોરા (Malaika Arora) અને અરબાઝ ખાન (Arbaaz Khan) અલગ થઈ ગયા છે, પરંતુ બંને એકસાથે તેમના પરફેક્ટ પેરેંટિંગ કરી રહ્યા છે. બંને એકબીજા સાથે સારા બોન્ડ પણ શેયર કરે છે. હાલમાં બંનેનો સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

Viral Video : મલાઈકાએ એક્સ હસબન્ડ અને પુત્ર અરહાનને કર્યું હગ, વાયરલ વીડિયોમાં જોવા મળ્યું સુંદર બોન્ડિંગ
Malaika Arora hugs Arbaaz
Image Credit source: Social Media
| Edited By: | Updated on: Jan 27, 2023 | 8:50 PM

મલાઈકા અરોરા અને અરબાઝ ખાન બોલિવૂડના પાવર કપલ્સમાંથી એક હતા. પરંતુ હવે બંને અલગ થઈ ગયા છે. લગ્નના વર્ષો પછી બંનેએ ઓફિશિયલ રીતે છૂટાછેડા લઈ લીધા હતા. બંનેને એક પુત્ર અરહાન ખાન છે, જેનું પેરેન્ટિંગ પરફેક્ટલી એકસાથે કરી રહ્યા છે. ભલે તેઓ હવે એકબીજા માટે પતિ-પત્ની નથી, પરંતુ અરહાન માટે તેના માતા અને પિતા હજુ પણ છે. બંને પોતાની પર્સનલ લાઈફમાં પણ મૂવ ઓન કરી રહ્યા છે.

હાલમાં જ બંનેનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં ફરી એકવાર મલાઈકા અને અરબાઝ એકબીજાની ખૂબ નજીક જોવા મળી રહ્યા છે. વિરલ ભાયાણીએ પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેયર કર્યો છે. આ વીડિયોમાં મલાઈકા અને અરબાઝ એકબીજાને હગ કરતા જોવા મળે છે. બંનેને એરપોર્ટ પર સાથે જોવામાં આવ્યા છે. બંનેની સાથે પુત્ર અરહાન પણ જોવા મળે છે. તમને જણાવી દઈએ કે મલાઈકા અને તેનો એક્સ હસબન્ડ તેમના પુત્રને એરપોર્ટ પર મૂકવા આવ્યા હતા.

અહીં જુઓ વીડિયો

તમને જણાવી દઈએ કે મલાઈકા અને અરબાઝની પબ્લિકલી આવી રીતે પહેલીવાર જોવા મળી રહ્યા છે. બંને પુત્રો અરહાનને એરપોર્ટ પર મૂકવા આવે છે. અરહાન તેની માતા અને પિતાને ગળે લગાવે છે. આ પછી તે માતા-પિતાને બાય કરીને જતો રહે છે. એરપોર્ટની અંદર જતાની સાથે જ મલાઈકા અને અરબાઝ એકબીજાને ગળે લગાવે છે અને બાય કહે છે અને જતા રહે છે. 20 વર્ષનો અરહાન અમેરિકામાં ફિલ્મમેકિંગનો અભ્યાસ કરી રહ્યો છે.

આ પણ વાંચો : Money Laundering Case : કોર્ટે જેકલીન ફર્નાન્ડીઝની અરજી કરી મંજૂર, દુબઈ જવાની આપી મંજૂરી

પુત્રને એરપોર્ટ પર ડ્રોપ કરવા આવેલી મલાઈકા ચેક્ડ કો-ઓર્ડ સેટ અને વ્હાઈટ સ્નીકર્સમાં કેઝ્યુઅલ લુકમાં જોવા મળી હતી. અરહાન જઈ રહ્યો હતો ત્યારે મલાઈકા પણ ઈમોશનલ થઈ ગઈ હતી. તમને જણાવી દઈએ કે મલાઈકા અરોરાનો રિયાલિટી શો મૂવિંગ ઈન વિથ મલાઈકાના પહેલો એપિસોડમાં એક્ટ્રેસે અરબાઝ ખાન સાથેના તેની રિલેશનશિપ વિશે વાત કરી હતી.

તેણે કહ્યું હતું કે, ‘મેં અરબાઝને પ્રપોઝ કર્યું હતું. મેં કહ્યું, ‘મારે લગ્ન કરવા છે. તમે તૈયાર છો?’ અરબાઝ પ્રેમથી વળ્યો અને મને કહ્યું, ‘તું દિવસ અને સ્થળ પસંદ કરી લે.’ એક્ટ્રેસે કહ્યું કે દબંગની રિલીઝ સુધી તેમની વચ્ચે બધું બરાબર હતું, પરંતુ તેઓ ખૂબ જ ચિડાચિડ થઈ ગયા અને ત્યારબાદ બંને હંમેશા માટે અલગ થઈ ગયા.

Published On - 8:36 pm, Fri, 27 January 23