
મલાઈકાના એક્સ પતિ અરબાઝ ખાને હાલમાં જ મેકઅપ આર્ટિસ્ટ શૂરા ખાન સાથે બીજા લગ્ન કર્યા છે અને એવું લાગે છે કે હવે તેની એક્સ પત્ની મલાઈકા અરોરા પણ ફરીથી લગ્ન કરવાનું વિચારી રહી છે. આ વાત એક્ટ્રેસે પોતે રિયાલિટી શો ‘ઝલક દિખલા જા 11’માં આ અંગે હિન્ટ આપી હતી. મલાઈકા ‘ઝલક દિખલા જા 11’ને જજ તરીકે જોવા મળે છે. હાલમાં જ ફરાહ ખાન શોમાં પહોંચી હતી અને તેણે મલાઈકા સાથે ખૂબ જ મસ્તી કરી હતી. મેકર્સે તેનો પ્રોમો પણ રિલીઝ કર્યો છે.
મજાક-મસ્તી વચ્ચે ફરાહ ખાને મલાઈકા અરોરાને લગ્નને લઈને સવાલ પૂછ્યો હતો. તેણે મલાઈકાને પૂછ્યું, ‘મલાઈકા, શું તું 2024માં ડબલ પેરેન્ટ કમ એક્ટ્રેસ બનવા જઈ રહી છે? આ સાંભળીને મલાઈકા પૂછે છે, ‘એટલે કે મારે કોઈને ગોદ(દત્તક) લેવું પડશે?’ તેનો અર્થ શું છે?’ ત્યારે ‘ઝલક દિખલા જા 11’ની હોસ્ટ ગૌહર ખાન જોરથી કહે છે, ‘આનો અર્થ એ થયો કે તમે લગ્ન કરવા જઈ રહ્યા છો?
આના પર મલાઈકા શરમાઈ જાય છે અને જવાબ આપે છે, ‘જો કોઈ હશે તો હું તમારી સાથે 100% લગ્ન કરીશ.’ ત્યારે ફરાહ ખાન કહે છે કે કોઈ છે, મતલબ, ઘણા છે. ત્યારે મલાઈકા કહે છે કે કોઈ પૂછશે તો હું લગ્ન કરી લઈશ. ત્યારે ફરાહ પૂછે છે, ‘કોઈ પૂછે તો લગ્ન કરશો?’ જવાબમાં મલાઈકા કહે છે, ‘હા, હું કરીશ.’ હવે ભલે મલાઈકાએ સીધું કંઈ ન કહ્યું હોય, પરંતુ તેણે પોતાની વાતચીતમાં ચોક્કસપણે જાહેરાત કરી છે કે તે 2024માં લગ્ન કરી શકે છે. આને લઈને અર્જુન કપૂરનું શું કહેવું છે તે જોવાનું રસપ્રદ રહેશે.
તમને જણાવી દઈએ કે મલાઈકા અરોરા છેલ્લા કેટલાક સમયથી અર્જુન કપૂરને ડેટ કરી રહી છે. બંનેએ ઘણા સમય પહેલા જ પોતાના રિલેશનશિપને ઓફિશિયલ કરી દીધી છે, અને ઘણીવાર તેઓ સાથે ફરતા અને વેકેશન પર જતાં જોવા મળે છે. મલાઈકાના પૂર્વ પતિ અરબાઝે તાજેતરમાં શૂરા ખાન સાથે બીજા લગ્ન કર્યા છે. શૂરા ખાન મેકઅપ આર્ટિસ્ટ છે.
આ પણ વાંચો: Year Ender 2023: 2023માં અલગ થયા આ કપલ, કોઈનું થયું બ્રેકઅપ, તો કેટલાકના થયા છૂટાછેડા, જુઓ લિસ્ટ
એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published On - 6:53 pm, Fri, 29 December 23