ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન એમએસ ધોની જે ‘કેપ્ટન કૂલ’ તરીકે જાણીતા અને નિઃશંકપણે ભારતીય ક્રિકેટના ઇતિહાસમાં સૌથી સફળ ક્રિકેટરોમાંના એક છે. મહેન્દ્ર સિંહ ધોની હાલમાં ઈન્ડિયન પ્રીમિયર લીગની ચાલુ સિઝનમાં ચેન્નાઈ સ્થિત ફ્રેન્ચાઈઝી ચેન્નાઈ સુપર કિંગ્સની કપ્તાની કરી રહ્યા છે. રાંચીમાં જન્મેલા ક્રિકેટરના ચાહકો તેમના હીરોને લાઈવ જોવાની કોઈ તક ગુમાવવા માંગતા નથી, ત્યારે એમએસ ધોની: ધ અનટોલ્ડ સ્ટોરીના નિર્માતાઓએ એમએસડીના ફેન્સ માટે 12 મેના રોજ એમએસ ધોની – ધ અનટોલ્ડ સ્ટોરી ફરીથી રિલીઝ કરવાની જાહેરાત કરી છે.
Jab Mahi phir pitch pe aayega, pura India sirf “Dhoni! Dhoni! Dhoni!” chilaayega. M.S. Dhoni: The Untold Story Re-Releasing in cinemas on 12th May@msdhoni #SushantSinghRajput @advani_kiara @DishPatani @AnupamPKher @bhumikachawlat @FFW_Official pic.twitter.com/foCPnzib9e
— Star Studios (@starstudios_) May 4, 2023
‘એમએસ ધોની: ધ અનટોલ્ડ સ્ટોરી’ માત્ર સ્ટાર સ્ટુડિયો માટે જ નહીં પરંતુ દુનિયાભરના ભારતીયો માટે આ ફિલ્મ ખાસ ફિલ્મ રહી છે. જે આપણા સૌથી સફળ ક્રિકેટ કેપ્ટનની પ્રેરણાદાયી સફર દર્શાવે છે. ડિઝની સ્ટાર-સ્ટુડિયોના હેડ બિક્રમ દુગ્ગલે જણાવ્યું હતું કે “ફરી રિલીઝ કરવાનો ઉદ્દેશ્ય સમગ્ર દેશમાં અમારા ફેન્સને ક્રિકેટની સૌથી જાદુઈ ક્ષણોને મોટા પડદા પર ફરીથી જીવંત કરવાની બીજી તક આપવાનો છે.”
આ પણ વાંચો : Parineeti Raghav: રાઘવ ચઢ્ઢા સાથે મેચ જોવા પહોંચી પરિણીતી ચોપરા તો લાગ્યા ‘પરિણીતી ભાભી ઝિંદાબાદ’ ના નારા, જુઓ Video
આ ફિલ્મમાં દિવંગત બોલિવુડ એક્ટર સુશાંત સિંહ રાજપૂત અને કિયારા અડવાણીએ એમએસ ધોની અને તેની પત્ની સાક્ષી ધોનીની ભૂમિકા ભજવી હતી. એક્ટર અનુપમ ખેર કેપ્ટનના પિતા પાન સિંહ ધોનીની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મ 30 સપ્ટેમ્બર 2016ના રોજ દેશભરમાં રિલીઝ થઈ હતી અને બોક્સ ઓફિસ પર જોરદાર કમાણી કરી હતી. આ સિવાય આ ફિલ્મમાં દિશા પટણી, ભૂમિકા ચાવલા પણ જોવા મળે છે. એમએસ ધોની: ધ અનટોલ્ડ સ્ટોરી 12 મેના રોજ હિન્દી, તમિલ અને તેલુગુમાં સિનેમાઘરોમાં ફરી રીલિઝ થશે.
મનોરંજન જગતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતી સિનેમા, ટેલિવિઝન, બોલિવૂડ, મૂવી રિવ્યુ, વેબ સિરીઝ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…