
અશ્વિન કુમારના ડાયરેક્શનમાં બનેલી મહાવતાર નરસિમ્હા એનિમેટેડ ફિલ્મે બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી છે.આ ફિલ્મ લોકોની પહેલી પસંદ બની રહી છે. આટલું જ નહી મહાવતાર નરસિમ્હા ફિલ્મ લોકોને એટલી પસંદ આવી રહી છે કે,ભારતની તમામ એનિમેટેડ ફિલ્મને પાછળ છોડી દીધી છે. આ ફિલ્મનું નિર્દેશન અશ્વિન કુમારે કર્યું છે. મહાવતાર ફિલ્મે અનેક બોલિવુડ ફિલ્મને પછાડી છે. માત્ર 15 કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મની કમાણીએ સૌને ચોંકાવી દીધા છે.
માત્ર 12 દિવસમાં ફિલ્મની કમાણી 106 કરોડ રુપિયા થઈ છે. ચાહકોના સારા રિવ્યુ અને સોશિયલ મીડિયાના કારણે ફિલ્મની કમાણી ખુબ વધી ગઈ છે. મહાવતાર નરસિમ્હાએ સ્પાઈડર મેન,ધ ઈનક્રેડિબલ્સ અને કુંગ ફૂ પાંડા જેવી વિદેશી ફિલ્મોને પાછળ છોડી છે. ભારતની સૌથી વધારે કમાણી કરનારી એનિટમેટેડ ફિલ્મ બની ગઈ છે. સ્પાઈડર મેનની એનિમેટેડ ફિલ્મે ભારતમાં 43.99 કરોડનો બિઝનેસ કર્યો હતો. તો કુંગ ફૂ પાંડાના તમામ પાર્ટે 30 થી 32 કરોડની કમાણી કરી હતી.
‘મહાવતાર નરસિંહ’ એ ભગવાન વિષ્ણુના દસ અવતાર પર આધારિત એનિમેટેડ ફ્રેન્ચાઇઝીની પહેલી ફિલ્મ છે. આગામી 10 વર્ષમાં આસિરીઝની વધુ ફિલ્મો આવશે.આ ફિલ્મ 5 ભારતીય ભાષામાં તૈયાર કરવામાં આવી છે.સૈકનિલ્કના ડેટા અનુસાર, 25 જુલાઈના રોજ રિલીઝ થયેલી આ ફિલ્મ સતત સારું પ્રદર્શન કરી રહી છે. આ સાથે ભારતમાં બનેલી કોઈ પણ એનિમેશન ફિલ્મની સૌથી વધારે કમાણી છે.આ ફિલ્મ પાસે હજુ પણ ઘણી સંભાવનાઓ છે અને આવનારા સમયમાં આ ફિલ્મ સરળતાથી 200 કરોડનો આંકડો પાર કરી શકે છે.
આ એક અનિમેટેડ માયથોલોજિક્લ ફિલ્મ છે. જેમણે અશ્વિની કુમારે ડાયરેક્ટ કરી છે. તમને જણાવી દઈએ કે, અશ્વિની કુમારનું એનિમેટેડ ફિલ્મમાં ડેબ્યુ છે. જેના કામના હાલમાં ખુબ વખાણ થઈ રહ્યા છે. આ ફિલ્મની સ્ક્રિપ્ટ લખવામાં 3 પુરાણની મદદ લેવામાં આવી હતી. જેમાં વિષ્ણુ પુરાણ, નરસિમ્હા પુરાણ અને શ્રીમદ્દભાગવત પુરાણ સામેલ છે.