અનુષ્કા ક્યારેક મંદિરમાં, ક્યારેક પહાડમાં તો ક્યારેક બાબાના દરબારમાં જોવા મળે છે. આજે અનુષ્કા મહાકાલના દર્શન કરવા પહોંચી હતી, જ્યાં તે સ્ટારડમ, ગ્લેમર અને દેખાવથી દૂર એક સામાન્ય મહિલાની જેમ પૂજા કરતી જોવા મળી હતી. માથે સાડીનો પલ્લુ ઓઢીને અનુષ્કાએ ખૂબ જ ભક્તિભાવથી પૂજા અર્ચના કરી હતી. અનુષ્કાનો લુક કોઈ સેલિબ્રિટી જેવો ન હતો, પરંતુ સામાન્ય મહિલા જેવો હતો. ખૂબ જ સિમ્પલ, તેણે લાઈટ પિંક કલરની સાડી પહેરી હતી અને પલ્લુથી માથું ઢાંકીને ભગવાનના દર્શન કરવા પહોંચી હતી.
#WATCH | Madhya Pradesh: Actor Anushka Sharma & Cricketer Virat Kohli visit Mahakaleshwar temple in Ujjain. pic.twitter.com/NKl8etcVGR
— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) March 4, 2023
જ્યારથી અનુષ્કાના જીવનમાં તેની દીકરી વામિકા આવી છે, ત્યારથી તે ઘણી બદલાઈ ગઈ છે. અનુષ્કા ખૂબ જ ધાર્મિક બની ગઈ છે. થોડા દિવસ પહેલા જ અનુષ્કા વિરાટ કોહલી અને તેની પુત્રી સાથે કરૌલી બાબાના દર્શન કરવા ગઈ હતી. અહીં તેમને ભક્તિભાવથી પૂજા કર્યા બાદ બાબાના આશીર્વાદ લીધા હતા.
ત્રીજી ટેસ્ટમાં હાર બાદ સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલી પત્ની અનુષ્કા સાથે ઉજ્જૈન પહોંચ્યો હતો. આ દરમિયાન વિરાટ કોહલી અને અનુષ્કા શર્માએ શનિવારે સવારે મહાકાલના દરબારમાં પહોંચ્યા હતા. વિરાટ અને અનુષ્કાએ ભસ્મ આરતીમાં પણ ભાગ લીધો હતો, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. કોહલીએ ગળામાં રૂદ્રાક્ષની માળા અને પરંપરાગત ધોતી પહેરી હતી. આ સાથે તેમના કપાળ પર ચંદનનો લેપ પણ લગાવ્યો હતો.
આ પણ વાંચો : ફેન્સે આ સ્ટાઈલમાં કર્યા વખાણ, શરમાઈ ગઈ શ્રદ્ધા કપૂર, જુઓ Video
થોડા મહિનાઓમાં વિરાટ કોહલીએ ઘણા ધાર્મિક કાર્યક્રમોમાં ભાગ લીધો છે. વિરાટ કોહલીએ આ વર્ષે જાન્યુઆરીમાં વૃંદાવનની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમને વૃંદાવનમાં શ્રી પરમાનંદજીના આશીર્વાદ લીધા હતા. ખાસ વાત એ છે કે વૃંદાવનથી પરત ફર્યા બાદ કોહલીએ શ્રીલંકા અને ન્યુઝીલેન્ડ સામેની વનડે સીરીઝમાં સદી ફટકારી હતી. વિરાટ-અનુષ્કા જાન્યુઆરી મહિનામાં જ ઋષિકેશના દયાનંદ ગિરી આશ્રમ પહોંચ્યા હતા. ત્યાં બંનેએ ધાર્મિક વિધિમાં ભાગ લીધો હતો.
Published On - 5:17 pm, Sat, 4 March 23