અમેરિકન શો ધ બિગ બેંગ થિયરીમાં થયું Madhuri Dixit નું અપમાન, વ્યક્તિએ Netflixને મોકલી નોટિસ

Actress Madhuri Dixit : લોકપ્રિય અમેરિકન શો ધ બિગ બેંગ થિયરી વિશે કોણ નથી જાણતું. આ શો હાલમાં Netflix પર છે અને ચાહકોમાં ઘણો લોકપ્રિય છે. પરંતુ તાજેતરમાં આ શો ના એક એપિસોડમાં બોલિવૂડની ધક ધક ગર્લ માધુરી દીક્ષિત વિશે વાંધાજનક વાતો કહેવામાં આવી છે. એક વ્યક્તિએ OTT પ્લેટફોર્મ પર નોટિસ મોકલી છે.

અમેરિકન શો ધ બિગ બેંગ થિયરીમાં થયું Madhuri Dixit નું અપમાન, વ્યક્તિએ Netflixને મોકલી નોટિસ
| Edited By: | Updated on: Mar 28, 2023 | 1:13 PM

Bollywood Actress Madhuri Dixit : બોલિવૂડ અભિનેત્રી માધુરી દીક્ષિત દેશની સૌથી સુંદર અભિનેત્રીઓમાંની એક છે. એટલું જ નહીં, તે દેશની ઓલ ટાઈમ સક્સેસ અભિનેત્રીઓની યાદીમાં પણ સામેલ છે. ફેન્સ તેને ખૂબ પસંદ કરે છે અને ફેન્સનો તેના પ્રત્યેનો ક્રેઝ ખૂબ જ ખાસ છે. માધુરી દીક્ષિતને બોલિવૂડની ધક ધક ગર્લ કહેવામાં આવે છે. અભિનેત્રીનું અપમાન તેના ચાહકો કેવી રીતે જોઈ શકે. તેથી જ તાજેતરમાં જ્યારે નેટફ્લિક્સ શો બિગ બેંગ થિયરીમાં માધુરી દીક્ષિતનું અપમાન થયું, ત્યારે એક ચાહક રહી ન શક્યો. વ્યક્તિએ સીધા જ Netflixને કાનૂની નોટિસ મોકલી.

આ પણ વાંચો : Madhuri Dixit : ‘ધક ધક ગર્લ’ માધુરી દીક્ષિતે ચાહકોને કર્યા સ્તબ્ધ, એથનિક લુક થયો વાયરલ

આ મામલાની વાત કરીએ તો, રિપોર્ટ્સ અનુસાર, બિગ બેંગ થિયરીની બીજી સીઝનમાં શેલ્ડન કૂપરનો રોલ પ્લે કરનાર જીમ પેરસન ઐશ્વર્યા રાય બચ્ચનની સરખામણી માધુરી દીક્ષિત સાથે કરી હતી. વ્યક્તિએ કહ્યું કે, ઐશ્વર્યા રાય ગરીબોની માધુરી દીક્ષિત છે. આ સિવાય રાજ ​​કૂથરાપલ્લીનું પાત્ર ભજવનારા કુણાલ નય્યરે ઐશ્વર્યા રાયને દેવી ગણાવી હતી. જ્યારે તેણે માધુરી દીક્ષિત માટે વાંધાજનક શબ્દોનો ઉપયોગ કર્યો હતો. જ્યારે મિથુન વિજય કુમાર નામના વ્યક્તિએ આ દ્રશ્ય જોયું તો તેણે સીધી નેટફ્લિક્સને નોટિસ મોકલી.

વ્યક્તિએ કહી પોતાની વાત

વ્યક્તિએ તેના નિવેદનમાં લખ્યું છે કે – તે જરૂરી બની ગયું છે કે નેટફ્લિક્સ તેની ક્રિયાઓ પર ધ્યાન આપે અને તે સુનિશ્ચિત કરે કે જ્યાં સામગ્રી પીરસવામાં આવી રહી છે તે સ્થાનની સંસ્કૃતિ અને મૂલ્યોને લઈને થોડી સંવેદનશીલતા રાખવામાં આવે. મને વિશ્વાસ છે કે તમામ સ્ટ્રીમિંગ સર્વિસ પ્રોવાઈડર્સે તેમના પ્લેટફોર્મ પર કેવા પ્રકારની કન્ટેન્ટ હોવી જોઈએ. તેની જવાબદારી લેવી જોઈએ. આ પ્લેટફોર્મ પર કોઈ વાંધાજનક, અપમાનજનક અને અમાનવીય કન્ટેન્ટ ન જાય તેની ખાતરી કરવાનું તેમનું કામ છે. આમાં માધુરી દીક્ષિત માટે જે વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે.તે માત્ર અપ્રિય નથી, પરંતુ તેમાં ગરિમાનો સ્પષ્ટ અભાવ છે.

વ્યક્તિએ આગળ લખ્યું- હું માનું છું કે સર્વિસ પ્રોવાઈડર્સે આ મુદ્દાને ગંભીરતાથી લેવાની જરૂર છે અને તેના પર તાત્કાલિક અસરથી પગલાં લેવાની જરૂર છે. ઉપરાંત ભવિષ્યમાં, સર્વિસ પ્રોવાઈડર્સે આવું કન્ટેન્ટ પોસ્ટ કરતાં પહેલા ખૂબ જ સાવધ રહેવાની જરૂર છે. મને આશા છે કે અન્ય OTT પ્લેટફોર્મ પણ આનું ખાસ ધ્યાન રાખશે.

અમેરિકાનો લોકપ્રિય શો ધ બિગ બેંગ થિયરી છે

નેટફ્લિક્સના લોકપ્રિય શો બિગ બેંગ થિયરી વિશે વાત કરીએ તો તેની 12 સીઝન આવી ચૂકી છે અને એક સમયે તે વિશ્વની સૌથી વધુ જોવાયેલી સિરીઝમાંની એક રહી છે. હજુ પણ આ શો ઘણો લોકપ્રિય છે અને તેનું સ્ટ્રીમિંગ નેટફ્લિક્સ પર છે. આમાં મુખ્ય ભૂમિકા જિમ પેરસન દ્વારા ભજવવામાં આવી છે, જે એક જાણીતા અભિનેતા છે.

મનોરંજન જગતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતી સિનેમાટેલિવિઝનબોલિવૂડમૂવી રિવ્યુવેબ સિરીઝ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…