ફિલ્મ : લાઈગર
કલાકાર – વિજય દેવરકોંડા, અનન્યા પાંડે, માઈક ટાયસન, રામ્યા કૃષ્ણન
નિર્દેશક – પુરી જગન્નાથ
નિર્માતા – પુરી, ચાર્મી, કરણ જોહર, અપૂર્વ મહેતા
બેનર – ધર્મા પ્રોડક્શનસ્
સંગીત – વિક્રમ, તનિષ્ક, સુનીલ કશ્યપ
સ્ટાર્સ – 3
સાઉથના સુપરસ્ટાર વિજય દેવરકોંડાએ (Vijay Deverakonda) બોલિવૂડમાં જોરદાર એન્ટ્રી કરી છે. તેની ફિલ્મ અર્જુન રેડ્ડી પછી આખા દેશમાં વિજય ફેમસ થઈ ગયો. પરંતુ આ વખતે પૂરી તૈયારી સાથે વિજય દેવરકોંડાએ ‘લાઈગર’થી (Liger) બોલિવૂડમાં એન્ટ્રી કરી છે. પુરી જગન્નાથ દ્વારા નિર્દેશિત વિજયની આ પાન ઈન્ડિયા ફિલ્મમાં અનન્યા પાંડેની સાથે રામ્યા કૃષ્ણન અને માઈક ટાયસન પણ જોવા મળશે. આ ફિલ્મ દક્ષિણ ભારતમાં રિલીઝ થઈ છે પરંતુ ઉત્તર ભારતમાં આ ફિલ્મ જોવા માટે ઓડિયન્સે થોડા કલાકો રાહ જોવી પડી હતી. તો એક નજર કરીએ આ ફિલ્મના રિવ્યુ પર.
બાલમણિનું સપનું છે કે તેનો પુત્ર રિંગ બોક્સિંગ ચેમ્પિયન બને. માતાનું આ સપનું લાઈગરની આંખોમાં વસી જાય છે. લાઈગર ઈચ્છે છે કે તે એમએમએની નેશનલ ચેમ્પિયનશિપ જીતે અને તેની માતાની સાથે સાથે દેશને પણ સન્માન અપાવે. તે બોલવામાં ચોક્કસથી અચકાતો હોય છે પરંતુ કોઈથી ડરતો નથી. પોતાનું સપનું પૂરું કરવા માટે તે કરીમનગરથી તેની માતા બાલમણિ (રામ્યા કૃષ્ણ) સાથે એમએમએ નેશનલ ચેમ્પિયન બનવા માટે મુંબઈ આવે છે. શરૂઆતમાં તે અજાણ્યા શહેરમાં ચા વેચે છે. પરંતુ આ સમય દરમિયાન લાઈગરને તેની માતા પાસેથી તેના પિતા વિશે કેટલીક એવી વાતો જાણવા મળે છે, જેના પછી તેનું જીવન સંપૂર્ણપણે બદલાઈ જાય છે.
લાઈગર માર્શલ આર્ટની ટ્રેનિંગ માટે જીત કુને ડો ઈન્સ્ટિટ્યૂટમાં જોડાય છે. તમને જણાવી દઈએ કે, બ્રુસલીની સ્ટ્રીટ ફાઈટીંગ સ્ટાઈલને જીત કુનેડો કહેવામાં આવે છે. આ દરમિયાન તે તાન્યાના પ્રેમમાં પડે છે. શું લાઈગર ચેમ્પિયન બનીને પોતાનું સપનું પૂરું કરી શકશે, જે દરમિયાન તેની અને તાન્યાની લવ સ્ટોરીનું શું થશે તેની રસપ્રદ અને મસાલેદાર કહાની લાઈગરમાં કહેવામાં આવી છે.
આ ફિલ્મ 100 ટકા વિજય દેવરકોંડાની ફિલ્મ છે. પહેલી વખત વિજય દેવરકોંડા માર્શલ આર્ટ્સ ફાઇટર તરીકે જોવા મળે છે અને તેને તેના પાત્રને સંપૂર્ણ રીતે ડૂબી ગયો છે. અનન્યા પાંડે પણ તેના પાત્રને સંપૂર્ણ જસ્ટિસ આપતી જોવા મળે છે. રામ્યા કૃષ્ણનની બાલમણિએ તમામ માતાઓની યાદ અપાવે છે જેઓ તેમના બાળકોને અપશબ્દો બોલીને મોટિવેટ કરે છે. અલી, મકરંદ દેશ પાંડે, રોનિત રોય, વિશુ રેડ્ડીએ પણ તેમના પાત્રો સારી રીતે ભજવ્યા છે.
હંમેશાની જેમ આ ફિલ્મમાં પણ નિર્દેશક પુરી જગન્નાથની છાપ જોવા મળે છે. ખૂબ જ સુંદરતા સાથે તેને વિજયને ફરી એકવાર ‘માસ હીરો’ની જેમ ઓડિયન્સ સામે રજૂ કર્યો છે. ફર્સ્ટ હાફ થોડો મોટો લાગે છે પરંતુ સેકન્ડ હાફમાં ઘણા ઈન્ટરેસ્ટિંગ ટ્વિસ્ટ તમને ખુરશી પરથી ખસવા દેતા નથી. ગયા વર્ષે સૂર્યવંશી પછી ફરી એક ફિલ્મ બોલીવુડમાં આવી છે, જેને સિટી અને તાલીયોના ગળગળાટ સાથે દર્શકો એન્જોય કરી શકે છે.
આ એક એવી ઈન્ટરટેંઈનિંગ અને મસાલા ફિલ્મ છે જેને દરેક લોકો એન્જોય કરી શકે છે. એટલે કે લાઈગર પૈસા વસૂલ ફિલ્મ છે.