Toronto International Film Festivalમાં ‘લાપતા લેડીઝ’નું થશે ગ્રાન્ડ પ્રીમિયર, ફિલ્મનું ટીઝર થયું રિલીઝ, જુઓ Video

લાંબા સમય બાદ આમિર ખાન (Aamir Khan) અને કિરણ રાવ (Kiran Rao) ફરી એકવાર એક ફિલ્મમાં સાથે કામ કરતા જોવા મળી રહ્યા છે. આમિર ખાન પ્રોડક્શનમાં બનેલી આ ફિલ્મ 'લાપતા લેડીઝ'નું ટીઝર રિલીઝ થઈ ગયું છે. આ ફિલ્મમાં બે દુલ્હન ગુમ થયા પછીની સ્ટોરી બતાવવામાં આવી છે. આ સાથે એ પણ જણાવવામાં આવ્યું છે કે આ ફિલ્મ ક્યારે રિલીઝ થવાની છે. ટોરોન્ટો ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં આ ફિલ્મનું ગ્રાન્ડ પ્રીમિયર યોજાશે.

Toronto International Film Festivalમાં લાપતા લેડીઝનું થશે ગ્રાન્ડ પ્રીમિયર, ફિલ્મનું ટીઝર થયું રિલીઝ, જુઓ Video
Laapataa ladies
Image Credit source: Social Media
| Edited By: | Updated on: Sep 08, 2023 | 8:05 PM

Laapataa Ladies Teaser Out: આમિર ખાનની (Aamir Khan) પૂર્વ પત્ની કિરણ રાવે (Kiran Rao) ફિલ્મ ‘ધોબી ઘાટ’થી નિર્દેશક તરીકેની શરૂઆત કરી હતી. હવે તે પોતાની ફિલ્મ ‘લાપતા લેડીઝ’થી 11 વર્ષ બાદ કમબેક કરવા માટે તૈયાર છે. ટોરોન્ટો ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં આ ફિલ્મનું ગ્રાન્ડ પ્રીમિયર યોજાશે. હાલમાં જ ફિલ્મનું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે, જે ખૂબ જ રસપ્રદ છે અને સોશિયલ મીડિયા પર વાયરલ પણ થઈ રહ્યું છે.

હાલમાં જ કિરણના નિર્દેશનમાં બનેલી કોમેડી-ડ્રામા ફિલ્મ ‘લાપતા લેડીઝ’નું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે. આ ફિલ્મમાં આમિર ફરીથી પ્રોડ્યુસર તરીકે કામ કરી રહ્યો છે. આ સાથે એ પણ જણાવવામાં આવ્યું છે કે આ ફિલ્મ ક્યારે રિલીઝ થશે.

કિરણ રાવ અને આમિર ખાનની ફિલ્મ ‘લાપતા લેડીઝ’નું ટીઝર આજે એટલે કે 8મી સપ્ટેમ્બરે તેમના સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર રિલીઝ કરવામાં આવ્યું છે. ટીઝર બે નવી દુલ્હનોની સ્ટોરી જોવા મળે છે જે ટ્રેનની મુસાફરી દરમિયાન ખોવાઈ જાય છે. આ પછી તેનો પતિ પોલીસ સ્ટેશન જાય છે અને તેના ગુમ થયાની ફરિયાદ નોંધાવે છે.

(VC: aamirkhanproductions instagram) 

જ્યારે પોલીસ બનેલા એક્ટર રવિ કિશન જ્યારે તેમની પત્નીનો ફોટો માંગે છે, ત્યારે તે તેને લગ્નનો ફોટો આપે છે. જેને જોઈને એક્ટર હેરાન થઈ જાય છે, કારણ કે તેમાં યુવતી ઘૂંઘટમાં જોવા મળે છે અને તેનો ફેસ દેખાતો નથી. હવે જોવાનું એ રહે છે કે દુલ્હન મળે છે કે નહી.

ક્યારે રિલીઝ થશે ફિલ્મ

ફિલ્મ ‘લાપતા લેડીઝ’માં નિતાંશી ગોયલ, પ્રતિભા રાંટા, સ્પર્શ શ્રીવાસ્તવ, છાયા કદમ અને રવિ કિશન જેવા ઘણા કલાકારો લીડ રોલમાં જોવા મળવાના છે. આમિર ખાન પ્રોડક્શન્સે તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર શેર કર્યો છે. આ સાથે તેને કેપ્શનમાં લખ્યું કે, ‘તારીખ જાણવા મળી છે, તેનું સરનામું પણ ટૂંક સમયમાં જાણવા મળી જશે. લાપતા લેડીઝ 5 જાન્યુઆરી, 2024 થી તમારી નજીકના સિનેમાઘરોમાં.

આ પણ વાંચો: શાહરૂખ ખાને આગ લગાવી, ‘જવાન’ પર મહેશ બાબુના રિવ્યૂની થઈ રહી છે ચર્ચા

લોકોએ આપી આવી પ્રતિક્રિયા

આ ફિલ્મનું ટીઝર રિલીઝ થતાની સાથે જ લોકોએ તેના પર કોમેન્ટ કરીને પોતાના ફીડબેક આપવાનું શરૂ કરી દીધું હતું. એક યુઝરે કોમેન્ટ કરી છે કે ‘સારું લાગે છે, અમે ચોક્કસ જોઈશું’. અન્ય એક યુઝરે લખ્યું છે કે, ‘આમિર ખાન પ્રોડક્શનની આ ફિલ્મની રાહ જોઈ રહ્યો છું. આ સારા કન્ટેન્ટની ગેરંટી છે. ત્રીજા યુઝરે લખ્યું છે કે ‘આ ખૂબ જ ફની છે’.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 7:21 pm, Fri, 8 September 23