
કૃતિ સેનને પોતાના દમદાર એક્ટિંગના દમ પર બોલિવુડમાં પોતાની જબરદસ્ત ઓળખ ઉભી કરી છે. વર્ષ 2014માં ઈન્ડસ્ટ્રીમાં ડેબ્યૂ કરનાર કૃતિ આજે એવા સ્ટેજ પર છે કે તેને કોઈ ઈન્ટ્રોની જરૂર નથી. એક્ટિંગની સાથે સાથે તે પોતાની બેબાક બોલવા માટે પણ પ્રખ્યાત છે. તે દરેક સામાજિક મુદ્દા પર પોતાનો અભિપ્રાય વ્યક્ત કરે છે. હાલમાં જ તેને બોલિવુડમાં ચાલી રહેલા નેપોટિઝમને લઈને નિવેદન આપ્યું છે.
કૃતિ સેનને એક લેટેસ્ટ ઈન્ટરવ્યુમાં કહ્યું છે કે જો કોઈ પ્રોડ્યુસર ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા લોકોને લોન્ચ કરે છે તો તેને એવા લોકોને પણ સપોર્ટ કરવા જોઈએ જે ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા નથી. તે પ્રોડ્યુસરે આઉટસાઈડર્સના ટેલેન્ટને સપોર્ટ કરવો જોઈએ. તેને આઉટસાઈડર્સને ઈક્વલ સપોર્ટ કરવો જોઈએ.
તમને જણાવી દઈએ કે વોગ ઈન્ડિયાને આપેલા ઈન્ટરવ્યુમાં કૃતિએ કહ્યું હતું કે લોકો હાલમાં સુપરસ્ટાર અને મોટા નામોની જગ્યાએ ટેલેન્ટ અને સ્ક્રિપ્ટ તરફ એટ્રેક્ટ થઈ રહ્યા છે. તેને કહ્યું કે જો તમે સ્ટાર કિડને પ્રમોટ કરી રહ્યા છો તો તમારે બહારના લોકોને પણ સમાન રાઈટ આપવો જોઈએ.
વર્કફ્રન્ટની વાત કરીએ તો કૃતિ સેનન હાલમાં તેની ફિલ્મ ગણપથને લઈને ચર્ચામાં છે. હાલમાં જ આ ફિલ્મનું ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે ઈન્ડસ્ટ્રીમાં વર્ષોથી મહેનત કરી રહેલી કૃતિએ નેશનલ એવોર્ડ પણ જીત્યો છે. આ એવોર્ડ તેને તેની ફિલ્મ મીમી માટે મળ્યો હતો. આ સિવાય કૃતિ પાસે વધુ ફિલ્મો ક્યૂમાં છે. તે શાહિદ કપૂર સાથે રોમેન્ટિક ફિલ્મની તૈયારીમાં પણ બિઝી છે. કરીના કપૂર તબ્બુ અને દિલજીત દોસાંઝ સાથે પણ સ્ક્રીન કરશે. એક્ટ્રેસ પાસે અન્ય એક પ્રોજેક્ટ છે જેનું નામ તીન પત્તી છે.
આ પણ વાંચો: મુંબઈમાં બેસીને બતાવી શકાય છે અમેરિકા અને પેરિસ, ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં આવી નવી ટેકનોલોજી