આખરે લાંબા સમય બાદ સાઉથ સ્ટાર વિજય દેવરકોંડા (Vijay Deverakonda) અને અનન્યા પાંડેની (Ananya Panday) ફિલ્મ લાઈગર રિલીઝ થઈ ગઈ છે. પરંતુ મેકર્સે પહેલા સાઉથ વર્ઝન રિલીઝ કર્યું છે. હિન્દી વર્ઝન ગુરુવારે રાત્રે રિલીઝ થશે. નોંધનીય છે કે ફિલ્મ લાઈગરની જાહેરાત ડાયરેક્ટર પુરી જગન્નાથ દ્વારા ત્રણ વર્ષ પહેલા 2019માં જ કરવામાં આવી હતી. આ ફિલ્મ સૌથી પહેલા જાહ્નવી કપૂરને ઓફર કરવામાં આવી હતી. પરંતુ અનન્યાએ તેને આ ફિલ્મમાં રિપ્લેસ કરી દીધી. આ ફિલ્મથી અનન્યા પાંડે સાઉથમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે. ફિલ્મ લાઈગરનો ફર્સ્ટ પ્રીવ્યૂ જાણો.
તમને જણાવી દઈએ કે ફિલ્મ ક્રિટિક ઉમૈર સંધુએ ટ્વિટર પર લાઈગરનો ફર્સ્ટ પ્રીવ્યૂ શેર કર્યો છે. આ સાથે તેને ફિલ્મનું રેટિંગ પણ શેર કર્યું છે. ઉમૈર સંધુએ ટ્વીટર પર ફર્સ્ટ પ્રીવ્યૂ શેર કરતા લખ્યું કે લાઈગર એક સીટી માર એન્ટરટેઈનર ફિલ્મ છે. ફિલ્મ જબરદસ્ત એક્શન અને સ્ટંટથી ભરપૂર છે. ઉમૈરે આગળ લખ્યું – વિજય દેવરકોંડા એક એવો વ્યક્તિ છે જે એકલા તેને હેન્ડલ કરી શકે છે. ફિલ્મમાં સાઉથ એક્ટ્રેસ રામ્યા કૃષ્ણન એક સરપ્રાઈઝ પેકેજ છે. વિજય દેવરકોંડાએ જબરદસ્ત એક્ટિંગ કરી છે. ઉમૈર સંધુએ ફિલ્મને 3 સ્ટાર આપ્યા છે.
#Liger is Citii Maar Mass Entertainer. #VijayDeverakonda is One Man Show. He Stole the Show all the way. Terrific Action Stunts & Direction. #RamyaKrishnan is Surprise Package. Story & Screenplay is Average.
⭐⭐⭐
— Umair Sandhu (@UmairSandu) August 23, 2022
તમને જણાવી દઈએ કે ફિલ્મનું લાઈગર જોરદાર પ્રમોશન કરવામાં આવ્યું હતું. ફિલ્મની બંને સ્ટારકાસ્ટે 17 શહેરોમાં ફરીને લાઈગરના માટે પ્રચાર કર્યો હતો. ફિલ્મના પ્રમોશન માટે દિલ્હી આવેલા વિજય દેવરકોંડાએ કહ્યું હતું કે તેમને દિલ્હીમાં ફેન્સનો જબરદસ્ત પ્રેમ જોવા મળ્યો. દિલ્હી પ્રમોશન માટે આવવું તેના માટે યાદગાર પળ બની ગઈ છે. આ મોમેન્ટ તે ક્યારેય ભૂલી શકે તેમ નથી.
ધર્મા પ્રોડક્શનના બેનર હેઠળ બનેલી ફિલ્મ લાઈગરથી વિજય દેવરકોંડા પોતાની બોલિવૂડ સફરની શરૂઆત કરી રહ્યો છે. તો અનન્યા પાંડે આ ફિલ્મ દ્વારા તેલુગુ સિનેમામાં ડેબ્યુ કરી રહી છે. આ ફિલ્મમાં વિજય દેવરકોંડા બોક્સરની ભૂમિકામાં છે. આ ફિલ્મમાં રામ્યા કૃષ્ણન તેની માતાનો રોલ કરી રહી છે. જેની ઝલક ટ્રેલરમાં જોવા મળી હતી. આ ફિલ્મમાં અમેરિકન બોક્સર માઈક ટાયસન પણ કેમિયો રોલમાં જોવા મળશે.