દીપિકા પાદુકોણ અને રણવીર સિંહના લગ્નમાં કેટલો ખર્ચ થયો ? બજેટ જાણીને આશ્ચર્ય થશે

Deepika Padukone Ranveer Singh Wedding Expenses : દીપિકા પાદુકોણ અને રણવીર સિંહના લગ્ન બોલિવૂડના સૌથી મોંઘા લગ્નોમાંથી એક છે. બંનેના લગ્નમાં એટલા પૈસા ખર્ચવામાં આવ્યા કે તમે જાણીને ચોંકી જશો.

દીપિકા પાદુકોણ અને રણવીર સિંહના લગ્નમાં કેટલો ખર્ચ થયો ? બજેટ જાણીને આશ્ચર્ય થશે
દીપિકા પાદુકોણ અને રણવીર સિંહના લગ્નમાં કેટલો ખર્ચ થયો?
Image Credit source: Instagram
| Edited By: | Updated on: Jan 05, 2023 | 9:38 AM

દીપિકા પાદુકોણ તેની ફિલ્મી લાઈફને કારણે સમાચારોમાં રહે છે, પરંતુ તેની સાથે તેની અંગત જિંદગી પણ ઘણી વખત ચર્ચામાં રહ્યા છે. રણવીર સિંહ અને તેની જોડી બોલિવૂડના સૌથી લોકપ્રિય અને ફેવરિટ કપલ્સમાંથી એક છે. બંને તેમના લગ્નથી જ લાઇમલાઇટમાં રહે છે.દીપિકા અને રણવીરના લગ્ન 14 નવેમ્બર 2018ના રોજ ખૂબ જ શાહી રીતે થયા હતા. બંનેના લગ્નમાં ઘણો ખર્ચ થયો હતો. રિપોર્ટ્સ અનુસાર, દીપિકા-રણવીરના લગ્ન બોલિવૂડના સૌથી મોંઘા લગ્નોમાંથી એક છે.

આજે એટલે કે 5 જાન્યુઆરીએ દીપિકા 37 વર્ષની થઈ ગઈ છે, તે પોતાનો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહી છે. તો આવો જાણીએ તેમના લગ્નમાં કેટલો ખર્ચ થયો.

ઇટાલીમાં થયા હતા લગ્ન

દીપિકા પાદુકોણ અને રણવીર સિંહના લગ્નનું આયોજન ઈટાલીમાં કરવામાં આવ્યું હતું. બંનેએ ઈટાલીના ત્રીજા સૌથી મોટા લેક કોમોના વિલા ડેલ બાલ્બિયાનેલો (Villa Del Balbianello) ખાતે લગ્ન કર્યા હતા. આ વિલા ખૂબ જ લક્ઝુરિયસ છે, જ્યારે તેની કિંમત પણ આશ્ચર્યજનક છે.

એક રાતનો આટલો ખર્ચ થયો

રિપોર્ટ્સ અનુસાર, 26000 સ્ક્વેર મીટરમાં ફેલાયેલા આ રિસોર્ટમાં 75 રૂમ છે, જે દીપિકા-રણવીરે તેમના મહેમાનો માટે બુક કરાવ્યા હતા. એવું કહેવાય છે કે તે સમયે બંનેએ એક રાત માટે એક રૂમ માટે લગભગ 33 હજાર રૂપિયા આપ્યા હતા. જે મુજબ સમગ્ર 75 રૂમ માટે એક રાતનો ખર્ચ 24 લાખ 75 હજાર રૂપિયા આવ્યો હતો. દીપિકા અને રણવીરે આ રિસોર્ટ એક અઠવાડિયા માટે બુક કરાવ્યું હતું, જેનો કુલ ખર્ચ 1 કરોડ 73 લાખ રૂપિયાથી વધુ હતો.

લગ્નમાં 95 કરોડ રૂપિયાનો ખર્ચ થયો

રણવીર સિંહ અને દીપિકા પાદુકોણે પણ પોતાના લગ્નના પોશાક પર કરોડો રૂપિયા ખર્ચ્યા છે. રિપોર્ટ્સનું માનીએ તો દીપિકાના મંગળસૂત્રની કિંમત 20 લાખ રૂપિયા હતી. એ મંગળસૂત્ર હીરાનું હતું. બંનેના લગ્નનું ફંક્શન ખૂબ જ શાહી રીતે સંપન્ન થયું હતું. જો બંનેના લગ્નના કુલ ખર્ચની વાત કરીએ તો કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું હતું કે બંનેના લગ્નમાં લગભગ 95 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો.

જોકે, બંનેના લગ્નને ચાર વર્ષથી વધુ સમય થઈ ગયો છે. બંને ઘણીવાર સાથે જોવા મળે છે અને પાપારાઝીના કેમેરામાં કેદ થાય છે. ચાહકો પણ બંનેની જોડી પર ઘણો પ્રેમ વરસાવે છે.