Singer KK: કેકેના આજે મુંબઈમાં કરાશે અંતિમ સંસ્કાર, ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ઘણા કલાકારો અંતિમ યાત્રામાં આપી શકે છે હાજરી

|

Jun 02, 2022 | 6:52 AM

ફિલ્મજગતના જાણીતા ગાયક કે. કે. નુ હ્રદયરોગના હુમલાના કારણે નિપજેલા મૃત્યુ બાદ કોલકાતામાં તેમનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું. પોસ્ટમોર્ટમ કરાયા બાદ કેકેના પાર્થિવદેહને ગઈકાલ બુધવારે કોલકાતાથી મુંબઈ લવાયો હતો.

Singer KK: કેકેના આજે મુંબઈમાં કરાશે અંતિમ સંસ્કાર, ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ઘણા કલાકારો અંતિમ યાત્રામાં આપી શકે છે હાજરી
Singer KK

Follow us on

જાણીતા ગાયક કેકેના (singer KK) આજે મુંબઈમાં અંતિમ સંસ્કાર (Funeral) કરાશે. ગઈકાલ બુધવારે કેકેના પાર્થિવ દેહને ‘એર ઈન્ડિયા’ની ફ્લાઈટમા કોલકાતાથી મુંબઈ (Mumbai) અંધેરી વર્સોવા ઘરે લાવવામાં આવ્યો છે. કેકેનો પરિવાર તેમનો મૃતદેહ લેવા કોલકાતા પહોંચી ગયો હતો. વર્સોવામાં કેકેના ‘પાર્ક પ્લાઝા’ સંકુલના હોલમાં અંતિમ દર્શન માટે તેમના પાર્થિવ દેહને રાખવામાં આવશે. જ્યા કેકેના ચાહકો બપોરના 12.30 સુધી અંજલિ આપી શકશે. અંતિમ સંસ્કાર વર્સોવા સ્મશાન ગૃહમાં બપોરના 1 વાગ્યા પછી કરવામાં આવશે. જો સૂત્રોનું માનીએ તો કેકેની અંતિમ યાત્રામાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ઘણા દિગ્ગજ કલાકારો હાજરી આપી શકે છે.

પરિવારના આવ્યા બાદ પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું

ગાયક કેકેનું મંગળવાર 31મી મેના રોજ કોલકાતામાં નિધન થયું હતું. હાર્ટ એટેક આવ્યા બાદ કેકેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, પરંતુ હોસ્પિટલના ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. સિંગર કેકેના નિધન બાદ તેમનો પરિવાર બુધવાર સવારે કોલકાતા પહોંચી ગયો હતો. પરિવારના કેટલાક નજીકના સભ્યો પણ તેમની પત્ની જ્યોતિ, કેકેના પુત્ર અને પુત્રીની સાથે કોલકાતા પહોંચ્યા હતા. કેકેનો પરિવાર કોલકાતા પહોંચ્યા પછી ઔપચારિકતાઓ પૂર્ણ કરવામાં આવી અને સિંગરનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું. પોસ્ટમોર્ટમ બાદ કેકેના મૃતદેહને સરકારી સન્માન સાથે મુંબઈ મોકલવામાં આવ્યો હતો.

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

મમતા બેનર્જીએ શ્રદ્ધાંજલિ આપી

પોસ્ટમોર્ટમ પછી કેકેના પાર્થિવને હોસ્પિટલમાંથી કોલકાતાના પ્રખ્યાત રવિન્દ્ર સદનમાં લઈ જવામાં આવ્યો હતો. ત્યાં પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જીએ કેકેને સંપૂર્ણ રાજકીય સન્માન સાથે સલામી આપી હતી.

ફિટનેસ પ્રત્યે સાવચેત હતા

સિંગર કેકેનું મૃત્યુ દરેક માટે એક મોટો આઘાત હતો. 31 મેના રોજ કોલકાતા પહોંચેલા કેકે અને તેની ટીમને કદાચ ખ્યાલ પણ નહીં હોય કે કેકેના જીવનની આ છેલ્લી કોન્સર્ટ હશે. કેકેએ આ કોન્સર્ટમાં લગભગ 20 ગીતો ગાયા હતા. આ ગીતોમાંથી “પલ” ગીત તેમણે ગાયેલું છેલ્લું ગીત સાબિત થયું. તેમના નિધનના સમાચારથી માત્ર તેમના ચાહકો જ નહીં, પરંતુ દરેક જણ સ્તબ્ધ છે. કારણ કે એવું કહેવામાં આવી રહ્યું છે કે કેકે પોતાના સ્વાસ્થ્ય અને ફિટનેસનું ખૂબ ધ્યાન રાખતા હતા.

Next Article