2 ડિસેમ્બરે લગ્ન કરશે સિદ્ધાર્થ અને કિયારા? લગ્નને લઈને ફેન્સ ઉત્સુક

સિદ્ધાર્થ (Siddharth Malhotra) અને કિયારાની (Kiara Advani) રિલેશનશિપની ચર્ચાઓ અવારનવાર થતી હોય છે, પરંતુ બંને હંમેશા તેના વિશે સીધું કહેવાનું ટાળે છે. છેલ્લા કેટલાક દિવસોથી સિદ્ધાર્થ અને કિયારાના લગ્નને લઈને પણ ઘણા સમાચાર સતત સામે આવી રહ્યા છે.

2 ડિસેમ્બરે લગ્ન કરશે સિદ્ધાર્થ અને કિયારા? લગ્નને લઈને ફેન્સ ઉત્સુક
Kiara Advani - Sidharth Malhotra
Image Credit source: Social Media
| Edited By: | Updated on: Nov 28, 2022 | 10:20 PM

કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રા બોલિવૂડના પોપ્યુલર કપલમાંથી એક છે. બંને ઘણીવાર સાથે જોવા મળે છે. બોલિવુડના સ્વીટ કપલને એકસાથે ખૂબ જ પસંદ કરવામાં આવે છે. ફેન્સ અવારનવાર તેમના લગ્ન વિશે પ્રશ્નો પૂછતા રહે છે, પરંતુ સિદ્ધાર્થ અને કિયારામાંથી કોઈએ હજુ સુધી જાહેરમાં તેમના સંબંધો પર મહોર લગાવી નથી, પરંતુ તેમના લગ્નના સમાચાર ઘણા સમયથી ચર્ચામાં છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે બંનેના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ છે.

એક્ટ્રેસે શેયર કર્યો વીડિયો

કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રા લગભગ ત્રણ વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યા છે. બંનેની જોડી ખૂબ જ ક્યૂટ લાગી રહી છે. ફિલ્મ ‘શેરશાહ’ના શૂટિંગ દરમિયાન નજીક આવેલા આ સ્ટાર્સે લાંબા સમય સુધી પોતાના સંબંધોને મીડિયા અને ફેન્સથી છુપાવીને રાખ્યા હતા અને બંને ક્યારેય પોતાની રિલેશનશિપને સ્વીકારતા નથી, પરંતુ હવે સમાચાર આવી રહ્યા છે કે બંને ટૂંક સમયમાં જ લગ્ન કરવા જઈ રહ્યા છે. એક્ટ્રેસ કિયારાએ પોતે ખુલાસો કર્યો છે.

બોલિવુડ એક્ટ્રેસે તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક વીડિયો શેયર કર્યો છે, જેમાં જોઈને એવું લાગી રહ્યું છે કે બંને ટૂંક સમયમાં જ લગ્ન કરવા જઈ રહ્યા છે. કિયારાએ શેયર કરેલા વીડિયોમાં તે સફેદ રંગના પડદાની આસપાસ ફરતી જોવા મળી રહી છે.

ફેન્સ આપી રહ્યા છે પ્રતિક્રિયા

આની સાથે જ તેને કેપ્શનમાં લખ્યું છે કે હું આ સીક્રેટને લાંબા સમય સુધી છુપાવી શકતી નથી. ટૂંક સમયમાં આવી રહ્યું છે. મારી સાથે જોડાયેલાં રહો… 2જી ડિસેમ્બરે રિવીલ કરવામાં આવશે. આ પોસ્ટ પછી ફેન્સ વિચારવા લાગ્યા અને પોતાના તર્ક-વિતર્ક લગાવી રહ્યા છે. લોકોને લાગી રહ્યું છે કે બંને તેમના લગ્નની જાહેરાત કરવાના છે. આ પોસ્ટ પર ફેન્સ અલગ-અલગ પ્રતિક્રિયાઓ પણ આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું તમારા અને સિદ્ધાર્થના લગ્ન… આખા દેશને આ વાતની જાણ થઈ ચૂકી છે. બીજું કોઈ સીક્રેટ કહો. અન્ય યુઝરે લખ્યું, લગ્ન કરવા જઈ રહ્યા છે. આ એક માત્ર જાહેરાત કરવાની છે. અન્ય યુઝરે લખ્યું, તે લગ્ન કરવા જઈ રહી છે કે બીજું કંઈ? અન્ય એક યુઝરે લખ્યું, શું તમે તમારી બ્રાન્ડ લોન્ચ કરવા જઈ રહ્યા છો? અન્ય એક યુઝરે લખ્યું, સિદ્ધાર્થ અને કિયારા સગાઈ કરશે. કદાચ.

કિયારા અને સિદ્ધાર્થની અપકમિંગ ફિલ્મ

કિયારા અને સિદ્ધાર્થના વર્કફ્રન્ટની વાત કરીએ તો સિદ્ધાર્થ મિશન મજનૂ અને યોદ્ઘા ફિલ્મમાં જોવા મળવાનો છે. જ્યારે કિયારા ટૂંક સમયમાં જ સત્યપ્રેમ કી કથા, ગોવિંદા મેરા નામ અને SVC 50 ફિલ્મમાં જોવા મળશે.