
Sidharth Malhotra Kiara Advani Wedding Look : એક્ટર સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીના લગ્નની સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચા થઈ રહી છે. દરેક જણ અભિનેત્રીના લુક અને દેખાવના વખાણ કરી રહ્યા છે. 7 ફેબ્રુઆરી 2023ના રોજ સિદ-કિયારાએ જેસલમેરના સૂર્યગઢ પેલેસમાં સાત ફેરા લીધા. જેસલમેરથી દિલ્હી પરત ફરતી વખતે ન્યૂલી બ્રાઇડે એરપોર્ટ પર મીડિયા સામે સુંદર પોઝ આપ્યા હતા. લાલ સૂટમાં કિયારાના ચહેરાની વેડિંગ ગ્લો સ્પષ્ટ દેખાતી હતી. કિયારાએ માંગમાં સિંદૂર અને ગળામાં સાદું મંગલસૂત્ર પહેર્યું હતું. જો કે આ મંગલસૂત્રની કિંમત સાંભળીને તમે ચોંકી જશો. કિયારાના મંગળસૂત્રની કિંમત કરોડોમાં છે.
કિયારાએ લાલ સૂટ અને દુપટ્ટો પહેર્યો હતો, જેમાં અભિનેત્રીના મંગળસૂત્રે સૌનું ધ્યાન ખેંચ્યું હતું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર કિયારાના મંગળસૂત્રની કિંમત કરોડોમાં જણાવવામાં આવી રહી છે. કિયારાનું મંગળસૂત્ર પ્રખ્યાત ડિઝાઇનર સબ્યસાચી મુખર્જીએ ડિઝાઇન કર્યું છે, જેની કિંમત લગભગ 2 કરોડ છે. મંગલસૂત્ર ખૂબ જ સરળ છે, જેમાં સોનાની ચેઈન અને કાળા મોતી છે. મંગળસૂત્રની મધ્યમાં એક મોટો ડાયમંડ લગાવ્યો છે.
કિયારાના લગ્નની તસવીરોમાં રિંગ ફિંગરમાં ખૂબ જ સુંદર હીરાની વીંટી જોવા મળી રહી છે. અંડાકાર આકારની આ ડાયમંડ રીંગની કિંમત પણ કરોડોમાં છે. સિંગલ સોલિટેર રિંગમાં ફીટ કરવામાં આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે, આ વીંટીની કિંમત પણ કરોડોમાં છે. અંડાકાર આકારની રીંગના ઘણા અર્થ છે. આ પ્રકારની હીરાની વીંટી પ્રેમ, રોમાંસ અને પ્રતિબદ્ધતાની લાગણીને પ્રતિબિંબિત કરે છે. આ વીંટી કિયારાના વ્યક્તિત્વને ખૂબ જ સૂટ કરે છે.
તમને જણાવી દઈએ કે, સિદ-કિયારાના વેડિંગ લૂકના ખૂબ વખાણ થઈ રહ્યા છે. લગ્ન બાદ સિદ્ધાર્થના પરિવારે ગઈ કાલે દિલ્હીમાં રિસેપ્શનનું આયોજન કર્યું હતું, જે બાદ આજે કપલ મુંબઈ જવા રવાના થશે. કિયારા મુંબઈમાં સિદ્ધાર્થના ઘરે રહેશે. 12 ફેબ્રુઆરીએ સિદ્ધાર્થ કિયારાએ મુંબઈમાં બોલિવૂડ સેલિબ્રિટીઝ માટે રિસેપ્શન પાર્ટીનું આયોજન કર્યું છે. સિદ-કિયારાના ભવ્ય રિસેપ્શનમાં બોલિવૂડના જાણીતા સ્ટાર્સ હાજરી આપશે.