ખિચડીના જેડી મજેઠીયાએ આ રીતે કરી જન્મદિવસની ઉજવણી, રિટર્ન ગિફ્ટ જોઈને ચોંકી જશો!

|

Feb 05, 2021 | 11:11 PM

અભિનેતા અને ફિલ્મ નિર્માતા JD Majethiaએ શુક્રવારે તેમના 52માં જન્મદિવસ પર તેમના નવા શો "વાગલે કી દુનિયા - નઈ પીઢી નયે કિસ્સે"ના સેટ પર તમામ ક્રૂ- મેમ્બર્સ સાથે ખાસ ઉજવણી કરી.

ખિચડીના જેડી મજેઠીયાએ આ રીતે કરી જન્મદિવસની ઉજવણી, રિટર્ન ગિફ્ટ જોઈને ચોંકી જશો!
JD Majethia

Follow us on

અભિનેતા અને ફિલ્મ નિર્માતા JD Majethiaએ શુક્રવારે તેમના 52માં જન્મદિવસ પર તેમના નવા શો “વાગલે કી દુનિયા – નઈ પીઢી નયે કિસ્સે”ના સેટ પર તમામ ક્રૂ- મેમ્બર્સ સાથે ખાસ ઉજવણી કરી. તેમણે જણાવ્યુ કે કોરોનાકાળ બાદ ખાસ કરીને માનસિક સ્વાસ્થ્યનું ધ્યાન રાખવુ ખૂબ જરૂરી બની ગયુ છે અને એટલા માટે
બર્થડેની ઉજવણી બાદ રિટર્ન ગિફ્ટમાં તમામ ક્રૂ મેમ્બર્સને કેક ખવડાવાને બદલે તેમણે થર્મોમીટર અને યોગાબારની ભેટ આપી.

 

 

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

આ સાથે તેમને તમામ લોકો સુધી સંદેશ પહોંચાડ્યો કે તેઓ પોતાનું અને પોતાના આસપાસના લોકોના સ્વાસ્થ્યનું ધ્યાન સારી રીતે રાખે. પોતાની બર્થડે વિશ ટીવી9 સાથે શેર કરતા તેમણે જણાવ્યું કે નવા વર્ષે તેમણે એક નવો લુક અપનાવ્યો છે અને હવે તે કોમેડી રોલ અને ગુજ્જુ રોલ કરી થાકી ગયા છે એટલે હવે તે મોટા પર્દા પર નેગેટિવ કિરદાર કરવા ઈચ્છી રહ્યા છે અને તે પણ બાહૂબલી ફેમ પ્રભાસ સાથે, છેલ્લા એક દાયકાથી જેડી મજેઠીયા હૈટમાં જોવા મળતા હતા એ તેમનું પેટેન્ટ લુક બની ગયુ હતુ. 2021માં પોતાના લુકનો મેકઓવર કર્યા બાદ હવે જેડી એક નવા કિરદારમાં પોતાનું મેકઓવર જોવા ઈચ્છી રહ્યા છે.

 

આ પણ વાંચો: Jammu and Kashmir: તમામ વિસ્તારોમાં ફરી શરૂ કરવામાં આવી 4G ઈન્ટરનેટ સેવા

Next Article