Bollywood News : KGFના આ અભિનેતાને હતું કેન્સર, શૂટ માટે દાઢી વધારી, જેથી ચહેરા પર સોજો દેખાય નહીં

|

Aug 28, 2022 | 7:49 AM

અભિનેતાએ આ માટે એક વીડિયો પણ બનાવ્યો હતો. જેથી તે ચાહકો અને ઈન્ડસ્ટ્રીના (Bollywood News) લોકો પાસેથી મદદ માંગી શકે, પરંતુ તે તેને પોસ્ટ કરવાની હિંમત ન કરી શક્યો.

Bollywood News : KGFના આ અભિનેતાને હતું કેન્સર, શૂટ માટે દાઢી વધારી, જેથી ચહેરા પર સોજો દેખાય નહીં
Yash With Harish Rai

Follow us on

રોકિંગ સ્ટાર યશની (Actor Yash) તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘KGF ચેપ્ટર 2’એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી દીધી હતી. લોકોને પણ આ ફિલ્મ ખૂબ પસંદ આવી હતી. ફિલ્મનો પહેલો ભાગ જેટલો મજેદાર હતો, તેટલો જ તેનો બીજો ભાગ પણ મજેદાર હતો. આ ફિલ્મમાં એક પાત્ર હતું, જેણે યશના કાકાનું પાત્ર ભજવ્યું હતું. તેનું નામ હરીશ રાય (Harish Rai) હતું. હરીશ રાયે હાલમાં જ એક ઈન્ટરવ્યુ દરમિયાન મોટો ખુલાસો કર્યો છે. તેણે કહ્યું છે કે, તે આ દિવસોમાં ગળાના કેન્સરનો સામનો કરી રહ્યો છે.

ગળાના કેન્સર સામે ઝઝૂમી રહ્યો છે અભિનેતા હરીશ રાય

હરીશ રાય કન્નડ સિનેમાનું જાણીતું નામ માનવામાં આવે છે. પોતાના અભિનયથી લોકોના દિલ પર રાજ કરનારા અભિનેતા હરીશ રાયે એમ પણ કહ્યું છે કે, ‘KGF ચેપ્ટર 2’ના શૂટિંગ દરમિયાન તે પણ આ બીમારીનો સામનો કરી રહ્યો હતો. પરંતુ શૂટિંગ પૂરું કરવાનું હોવાથી તેણે આ માટે દાઢી વધારી હતી. જેથી ગળાનો સોજો દાઢીથી છુપાવી શકાય.

‘KGF 2’ માટે વધારી હતી દાઢી

એક ઈન્ટરવ્યુમાં હરીશ રાયે પોતાની બીમારી વિશે વાત કરી હતી. તેણે કહ્યું, ‘ક્યારેક સંજોગો તમારા ઉપર મહેરબાન હોય છે અને તમારી પાસેથી વસ્તુઓ છીનવી લે છે. ભાગ્યથી બચી શકાતું નથી. હું છેલ્લા ત્રણ વર્ષથી કેન્સરથી પીડિત છું. કેજીએફમાં કામ કરતો હતો અને તે સમયે મારી દાઢી વધી ગઈ હતી, પરંતુ તેનું એક મુખ્ય કારણ એ હતું કે, આ બીમારીને કારણે મારું ગળું વધી ગયું હતું, તેથી જ મેં ગળાના સોજાને છુપાવવા માટે આ દાઢી વધારી હતી.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

હરીશ રાય કેન્સરના ચોથા સ્ટેજમાં પહોંચી ગયા છે

તેણે આગળ કહ્યું કે, ‘મેં મારી સર્જરી થોડા સમય માટે મોકૂફ રાખી હતી. મેં આ એટલા માટે કર્યું કારણ કે મારી પાસે અગાઉ આ માટે પૂરા પૈસા નહોતા. હું ફિલ્મોની રિલીઝની રાહ જોતો હતો. હવે હું રોગના ચોથા તબક્કામાં પહોંચી ગયો છું અને સ્થિતિ પહેલા કરતા ઘણી ખરાબ થઈ ગઈ છે.

લોકો પાસે મદદ માંગવા માટે વીડિયો બનાવવામાં આવ્યો હતો

હરીશ રાયે પોતાના ઈન્ટરવ્યુમાં એમ પણ કહ્યું હતું કે, તેણે આ કારણોસર એક વીડિયો પણ બનાવ્યો હતો. જેથી તે ચાહકો અને ઈન્ડસ્ટ્રીના લોકો પાસેથી મદદ માંગી શકે, પરંતુ તે તેને પોસ્ટ કરવાની હિંમત ન કરી શક્યો. તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે ‘KGF ચેપ્ટર 2’માં હરીશ રાયે કાસિમ ચાચાનો રોલ કર્યો હતો.

Next Article