KBC 14 : કરોડપતિ બન્યા બાદ રડ્યા શાશ્વત ગોયલ, કહ્યું-આ મારી માતા માટે…

|

Oct 11, 2022 | 8:07 AM

શાસ્વતે (Shashwat Goel) શેર કર્યું કે, તેણે અમિતાભ બચ્ચનની સામે હોટસીટ પર આવવા માટે 9 વર્ષ સુધી સતત પ્રયાસ કર્યો. જો કે આજે તેને KBCની હોટસીટ પર બેસવામાં સફળતા મળી હતી.

KBC 14 : કરોડપતિ બન્યા બાદ રડ્યા શાશ્વત ગોયલ, કહ્યું-આ મારી માતા માટે...
KBC 14

Follow us on

દિલ્હીના શાશ્વત ગોયલ (Shashwat Goel) સોની ટીવીના ક્વિઝ રિયાલિટી શો ‘કૌન બનેગા કરોડપતિ 14’માં (KBC 14) 7.5 કરોડ માટે પૂછવામાં આવેલા સવાલનો જવાબ સવાલનો જવાબ આપવા જઈ રહ્યા છે પરંતુ એક કરોડ જીત્યા બાદ શાશ્વતનો રડવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં અમિતાભ બચ્ચન પણ શાશ્વતને આ રીતે રડતા જોઈને ખૂબ જ ભાવુક થતાં જોવા મળે છે. ખરેખર કૌન બનેગા કરોડપતિમાં આવવું એ શાશ્વતની માતાનું સપનું હતું પરંતુ તેની માતા આ દુનિયામાં નથી.

જ્યાં સ્પર્ધકોના સાથીઓ KBCના સ્ટેજ પર બેસે છે, એક કરોડ જીત્યા પછી, શાશ્વત સીટની સામે આવીને ખૂબ રડ્યો. વાસ્તવમાં, શાશ્વત આ ક્વિઝ રિયાલિટી શોમાં કોઈ પણ સાથી વગર એકલા જ જોડાયા છે, તેનું કારણ સમજાવતા તેણે કહ્યું કે, KBCની શરૂઆત થઈ ત્યારથી, વર્ષ 2000માં હું મારા પરિવાર સાથે આ શો જોતો હતો. ઘણી વાર મારી મા કહેતી કે મારો દીકરો એક દિવસ હોટસીટ પર બેસશે પરંતુ તેની માતાનું મોત કોરોનાના બીજા લહેરમાં થયું હતું. માતાના ગયા પછી તેનું જીવન અત્યાર સુધી મુશ્કેલીઓથી ભરેલું રહ્યું છે.

નવા વર્ષમાં મુકેશ અંબાણીના Jio એ યુઝર્સને આપી ભેટ, 20GB ઇન્ટરનેટ મળશે ફ્રી
સારા તેંડુલકરે લિઝાર્ડ આઈલેન્ડથી શેર કરી સિઝલિંગ તસવીરો, જુઓ
ગુજરાતના જામનગરમાં આ સ્થળો પર ફરવા જાય છે અમીર લોકો, જાણો નામ
Narsingh Mantra : આ એક મંત્રથી ભૂત પ્રેત ભાગી જશે, દેવરાહા બાબા એ જણાવ્યો
Jaggery Tea : શિયાળામાં ગોળ વાળી ચા પીવાના અનેક ફાયદા ? જાણો બનાવવાની રીત
ઊભી પૂંછડીએ ઘરમાંથી ભાગી જશે ઉંદર, કરો ફક્ત આ 5 કામ

શાશ્વતનો લેટેસ્ટ પ્રોમો અહીં, જુઓ

9 વર્ષનો કર્યો સતત પ્રયાસ

આ દરમિયાન શાસ્વતે શેર કર્યું કે, તેણે અમિતાભ બચ્ચનની સામે હોટસીટ પર આવવા માટે 9 વર્ષ સુધી સતત પ્રયાસ કર્યો. જો કે આજે તેને KBCની હોટસીટ પર બેસવામાં સફળતા મળી પરંતુ તેઓ જેમના માટે અહીં આવ્યા છે તેઓ તેમની સાથે નથી. પરંતુ તેમણે સ્પષ્ટ કર્યું છે કે, સાથીદારની આ સીટ ખાલી રહેશે, પરંતુ તેમના માટે આ સીટ પર કોણ હોવું જોઈએ તે આજે પણ ત્યાં હાજર છે.

શાશ્વત જીતી શકશે

શાશ્વત આ સીઝનનો પહેલો સ્પર્ધક હશે જે 7.5 કરોડ કરોડના સવાલનો જવાબ આપશે. જો કે તેમને 7.5 કરોડ મળશે કે નહીં, તે હજુ સ્પષ્ટ નથી. જો શાશ્વત આ સવાલનો જવાબ આપે તો તેને 75 લાખ મળશે. તેમની પાસે પદ છોડવાનો વિકલ્પ પણ હતો પરંતુ શાશ્વતે આ પ્રશ્નનો જવાબ આપવાનું નક્કી કર્યું છે.

Next Article