Bigg Boss 16: બિગ બોસના હોસ્ટ સલમાન ખાને ફરીથી હોસ્ટિંગની કમાન પોતાના હાથમાં લીધી. જે બાદ સલમાન ખાન પરિવારના તમામ સભ્યો પર જોરદાર ગુસ્સે થતો જોવા મળ્યો હતો. એક પછી એક બધાને સલમાનના ગુસ્સાનો શિકાર બનવું પડ્યું હતું. પરંતુ સ્પર્ધકોને ઠપકો આપ્યા પછી વાતાવરણને શાંત કરવા માટે શોમાં કેટલાક ફની કન્ટેન્ટ પણ ઉમેરવામાં આવ્યા હતા. ગઈકાલે કેટરીના કૈફ પોતાની ફિલ્મના પ્રમોશન માટે આ શોમાં પહોંચી હતી.
હવે સલમાન ખાનની સામે કેટરીના કૈફ હોય અને શો જોવાની મજા ના આવે. આ કેવી રીતે થઈ શકે? જેમ કે બધા જાણે છે કે દરેક સ્ટાર બિગ બોસના સેટ પર જઈને પોતાની ફિલ્મોને પ્રમોટ કરવા આતુર હોય છે. બિગ બોસ એક મોટું પ્લેટફોર્મ છે જેને લોકો મોટી સંખ્યામાં જોવાનું પસંદ કરે છે. આવી પરિસ્થિતિમાં કેટરીના કૈફ પણ પોતાની ફિલ્મ ફોન ભૂતના પ્રમોશન માટે પહોંચી હતી. આ દરમિયાન આ જોડીએ ખૂબ જ મસ્તી કરી હતી. દર વખતની જેમ અહીં પણ સલમાન ખાન કેટરીના કૈફની દરેક વાત સાથે સહમત થતો જોવા મળ્યો હતો.
Bhootni Kay on Bigg Boss 16 uff#phonebhoot #katrinakaif pic.twitter.com/i8aEo2iSKl
— PhoneBhoot 4th November☎️ (@MsHarleenSahani) October 27, 2022
સલમાન ખાન અને કેટરિના કૈફનો પ્રોમો પણ મેકર્સે દ્વારા શેયર કરવામાં આવ્યો હતો. જેમાં બંને ‘ટિપ ટીપ બરસા પાની’ પર ડાન્સ કરતા જોવા મળ્યા હતા. આ સુપરહિટ ગીત પર હિટ જોડીનો ડાન્સ જોઈને ફેન્સ પણ ખુશ થઈ ગયા હતા. સલમાન ખાન અને કેટરીના કૈફ વચ્ચેની કેમેસ્ટ્રી અને તેમની લવસ્ટોરીની ચર્ચાઓ કોઈનાથી છુપાયેલી નથી. પરંતુ વિકી કૌશલ સાથે લગ્ન કર્યા પછી પહેલીવાર કેટરીના સલમાન ખાન સાથે સ્ટેજ પર જોવા મળી હતી.
#SalmanKhan reveals he wants to spy on Vicky Kaushal as a “Bhoot” in recent promo of #BiggBoss16#KatrinaKaif | #PhoneBhoot pic.twitter.com/J0qLHz4pJE
— (@katkaifupdates) October 28, 2022
બંને વચ્ચેની મસ્તી અને જોક્સ ફેન્સને પસંદ આવ્યા હતા. આ જોડી ફેન્સની ફેવરિટ છે. જ્યારે પણ સલમાન-કેટરિના કોઈ ફિલ્મમાં સાથે જોવા મળે છે, ત્યારે ફેન્સ તેમને જોવા માટે ખૂબ જ એક્સાઈટેડ હોય છે. પરંતુ આ જોડી ફિલ્મ ટાઈગર 3માં સાથે જોવા મળશે. દરેક લોકો આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. વર્કફ્રન્ટની વાત કરીએ તો સલમાન ખાન તેની અપકમિંગ ફિલ્મમાં વ્યસ્ત છે. ડેન્ગ્યુના કારણે તેને ફિલ્મનું શૂટિંગ અધવચ્ચે જ અટકાવવું પડ્યું હતું.