કાર્તિક આર્યન ‘નેશનલ ક્રશ’ રશ્મિકા મંદાના સાથે મળ્યો જોવા, એક્ટ્રેસે તેને કહ્યું ‘પાર્ટનર’

કાર્તિક આર્યને (Kartik Aaryan) રશ્મિકા મંદાના (Rashmika Mandana) સાથે પોસ્ટ કરેલા ફોટો પર અત્યાર સુધીમાં લગભગ 2 મિલિયન લાઈક્સ મળી ચુકી છે. ફિલ્મ ડાયરેક્ટર અને કોરિયોગ્રાફર ફરાહ ખાને તેની પોસ્ટ પર કોમેન્ટ કરી છે.

કાર્તિક આર્યન નેશનલ ક્રશ રશ્મિકા મંદાના સાથે મળ્યો જોવા, એક્ટ્રેસે તેને કહ્યું પાર્ટનર
rashmika mandana - kartik aaryan
| Edited By: | Updated on: Sep 16, 2022 | 9:43 PM

કાર્તિક આર્યને (Kartik Aaryan) તેના ઈન્સ્ટાગ્રામ પર રશ્મિકા મંદાના (Rashmika Mandana) સાથેની એક તસવીર શેયર કરી છે. તે રશ્મિકા મંદાના સાથે આ ફોટોશૂટ કોઈ બ્રાન્ડ માટે કરી રહ્યો હતો. આ તસવીરે માત્ર તેના ફેન્સનું ધ્યાન ખેંચ્યું જ નહીં, પરંતુ ખરેખર ચર્ચાનો વિષય તે બન્યો છે કે તસવીર પર લખેલું કેપ્શન. તસ્વીર શેર કરતા કાર્તિકે લખ્યું કે, “મીટ માય વાઉવ પાર્ટનર.” કાર્તિક આર્યનની આ પોસ્ટ પર કોમેન્ટ કરતાં રશ્મિકાએ લખ્યું, હેલો પાર્ટનર… હું એક બલૂન જેવી દેખાઉં છું પણ હું તેને જવા દઈશ. આ કોમેન્ટ સાથે રશ્મિકાએ ફૂલ વાળું ઈમોજી મુક્યું છે. રશ્મિકાની કોમેન્ટનો જવાબ આપતાં કાર્તિકે હસતાં ઇમોજી સાથે લખ્યું, તેથી જ મેં તેને પકડ્યો નથી… જો હું છોડી દેતો તો ઉડી જાત.

અહીં જુઓ કાર્તિક આર્યનનો ફોટો

કાર્તિકની પોસ્ટ પર અત્યાર સુધીમાં લગભગ 20 લાખ લાઈક્સ આવી ચૂકી છે. ફિલ્મ ડાયરેક્ટર અને કોરિયોગ્રાફર ફરાહ ખાને તેની પોસ્ટ પર કોમેન્ટ કરી છે. તેને લખ્યું કે વાહ! તમે ખૂબ જ સુંદર દેખાઈ રહ્યા છો. તેણે આ કોમેન્ટ સાથે હાર્ટ ઇમોજી મૂક્યું. કાર્તિક અને રશ્મિકાની આ તસવીર પર તેના ઘણા ફેન્સે કોમેન્ટ પણ કરી છે. આ સિવાય અન્ય એક યુઝર્સે લખ્યું, આશિકી 3. બીજા એક યુઝર્સે લખ્યું, તમે હીરો નંબર 1 છો. અન્ય ઘણા લોકોએ પણ કોમેન્ટ કરી અને હાર્ટ ઇમોજીસ મૂક્યા.

સુપરહિટ હતી કાર્તિક આર્યનની ભુલ ભુલૈયા

કાર્તિક આર્યન છેલ્લે અનીસ બઝમીની ભૂલ ભુલૈયા 2 માં જોવા મળ્યો હતો. આ ફિલ્મમાં તેની સાથે કિયારા અડવાણી લીડ રોલમાં હતી. હાલમાં કાર્તિક પણ કિયારા અડવાણી સાથે તેની અપકમિંગ ફિલ્મ ‘સત્યપ્રેમ કી કથા’ના શૂટિંગમાં બિઝી છે.

આશિકીમાં જોવા મળશે કાર્તિક આર્યન

થોડા દિવસો પહેલા જ કાર્તિકે બીજી ફિલ્મ આશિકી 3 ની જાહેરાત કરી છે. આ ફિલ્મનું ડાયરેક્શન મોહિત સુરી કરશે. આ સાથે કાર્તિક અલ્લુ અર્જુનની ફિલ્મ શહેજાદાની રિમેક પણ કરવા જઈ રહ્યો છે, જેમાં કૃતિ સેનન પણ લીડ રોલમાં જોવા મળશે. બીજી તરફ રશ્મિકા મંદાના ગુડ બાય ફિલ્મમાં અમિતાભ બચ્ચન સાથે તેની બોલિવૂડ કરિયરની શરૂઆત કરવા જઈ રહી છે. રશ્મિકાએ હાલમાં જ રણબીર કપૂરની ફિલ્મ એનિમલ પણ સાઈન કરી છે. આ ફિલ્મમાં અનિલ કપૂર પણ લીડ રોલમાં જોવા મળશે.