કાર્તિક આર્યનનું સારા અલી ખાન-કૃતિ સેનન સાથે હતું અફેર? અભિનેતા એ જાતે જ કર્યો આ ખુલાસો

બોલિવૂડ એક્ટર કાર્તિક આર્યન (Kartik Aaryan) છોકરીઓનો ફેવરિટ છે. ઘણી એક્ટ્રેસ સાથે તેનું બોન્ડિંગ શાનદાર છે. એવી કેટલીક એક્ટ્રેસ છે જેની સાથે તેના રોમાન્સની ચર્ચા થતી હોય છે. હવે એક્ટરે આ રહસ્ય પરથી પડદો હટાવી દીધો છે કે શું તેને ક્યારેય કોઈ બોલિવૂડ એક્ટ્રેસને ડેટ કરી છે.

કાર્તિક આર્યનનું સારા અલી ખાન-કૃતિ સેનન સાથે હતું અફેર? અભિનેતા એ જાતે જ કર્યો આ ખુલાસો
Sara Ali Khan - Kartik Aaryan - Kriti Sanon
Image Credit source: Social Media
| Edited By: | Updated on: Feb 18, 2023 | 6:08 PM

Kartik Aaryan reaction on Romance: બોલિવૂડ એક્ટર કાર્તિક આર્યનની ફેન ફોલોઈંગ એકદમ ક્રેઝી છે. તે છેલ્લા કેટલાક સમયથી રોમાન્સ અને કોમેડી ફિલ્મોનો ભાગ છે. રોમાન્સના મામલામાં તેનું નામ ઘણી એક્ટ્રેસ સાથે જોડવામાં આવ્યું છે. પહેલા તેનું નામ એક્ટ્રેસ સારા અલી ખાન સાથે જોડાયું હતું, ત્યારબાદ તેનું નામ એક્ટ્રેસ કૃતિ સેનન સાથે પણ જોડાયું હતું. હવે કાર્તિક આર્યને તેના અફેર્સની અફવાઓ પર મૌન તોડ્યું છે અને તેને કહ્યું છે કે સત્ય શું છે.

હાલમાં તેની ફિલ્મ શહજાદાના પ્રમોશન પર ઈ-ટાઈમ્સ સાથેની વાતચીત દરમિયાન કાર્તિક આર્યનને પૂછવામાં આવ્યું કે શું તેને ક્યારેય કૃતિ સેનન અને સારા અલી ખાનને ડેટ કર્યા છે. સારા વિશે જ્યારે આ સવાલો પૂછવામાં આવ્યા ત્યારે તેને સ્માઈલ આપી અને સવાલને ટાળી દીધો. આ સિવાય જ્યારે તેને પૂછવામાં આવ્યું કે શું તેને ક્યારેય કૃતિ સેનનને ડેટ કરી છે, તો કાર્તિકે ના પાડી દીધી.

સારા-કૃતિમાં કોણ છે વધુ એટ્રેક્ટિવ?

કાર્તિક આર્યનને પણ પૂછવામાં આવ્યું કે તમારી કોસ્ટાર્સ અનન્યા પાંડે, સારા અલી ખાન અને કૃતિ સેનનમાંથી કોણ વધુ એટ્રેક્ટિવ છે. આનો જવાબ આપતી વખતે પણ કાર્તિક ખૂબ જ સેફ ગેમ રમી ગયો. તેને કહ્યું- બધા મારા કો-સ્ટાર છે. તેથી મારા માટે તે બધા પોતપોતાના ઝોનમાં એટ્રેક્ટિવ છે. તમને જણાવી દઈએ કે કાર્તિક આર્યન સારા અલી ખાન સાથે ફિલ્મ લવ આજ કલમાં સારા અલી ખાન સાથે કામ કર્યું હતું. આ સિવાય તેને કૃતિ સેનન સાથે લુકા ચુપ્પી ફિલ્મમાં જોવા મળ્યો હતો.

આ પણ વાંચો : મેકર્સને થઈ શકે છે મોટું નુકસાન, રિલીઝ થતા જ આ સાઈટ્સ પર લીક થઈ શહજાદા

આટલી હોઈ શકે છે કાર્તિકની ફિલ્મની કમાણી

કાર્તિક આર્યનની ફિલ્મ શહજાદાની વાત કરીયે તો આ ફિલ્મને ફેન્સ તરફથી સારો રિસ્પોન્સ મળી રહ્યો છે. આ ફિલ્મને બહુ સારી તરીકે વર્ણવવામાં આવી રહી નથી, પરંતુ ફેન્સ ચોક્કસપણે તેને એક વાર જોવા જેવી કહી રહ્યા છે. રિપોર્ટ્સ મુજબ ફિલ્મ પહેલા દિવસે 6-7 કરોડની કમાણી કરી શકે છે. આ ફિલ્મ અલ્લુ અર્જુન અને પૂજા હેગડેની સાઉથ ફિલ્મની રિમેક છે. કાર્તિકને વર્ષ 2023થી ઘણી આશાઓ છે. વર્ષ 2022 તેના માટે શાનદાર રહ્યું અને તેની ફિલ્મોએ ઘણી સારી કમાણી કરી. આ સિવાય એક્ટરનો ચાર્મ ઓટીટી પર પણ જોવા મળ્યો હતો.