Shehzada Trailer: કાર્તિક આર્યનની એક્શન પેક્ડ ફિલ્મ ‘શહેજાદા’નું ટ્રેલર થયું રિલીઝ

Shehzada Trailer : કાર્તિક આર્યનની (Kartik Aaryan) મોસ્ટ અવેટેડ ફિલ્મ શેહજાદાનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. આ ફિલ્મમાં કૃતિ સેનન અને મનીષા કોઈરાલા પણ મહત્વના રોલમાં જોવા મળશે.

Shehzada Trailer: કાર્તિક આર્યનની એક્શન પેક્ડ ફિલ્મ શહેજાદાનું ટ્રેલર થયું રિલીઝ
Kartik Aaryan
Image Credit source: Instagram
| Edited By: | Updated on: Jan 12, 2023 | 4:39 PM

Kartik Aaryan Shehzada Trailer Release: એક્ટર કાર્તિક આર્યન, કૃતિ સેનન અને મનીષા કોઈરાલા સ્ટારર ફિલ્મ શહેજાદાનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. ટ્રેલરમાં કાર્તિક જોરદાર એક્શન કરતો જોવા મળી રહ્યો છે. આ ફિલ્મનું નિર્દેશન રોહિત ધવને કર્યું છે. ફિલ્મનું શૂટિંગ પૂરું થયાના બીજા જ દિવસે ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. મનીષા કોઈરાલા અને કૃતિ સેનને ઈન્સ્ટાગ્રામ દ્વારા રેપ-અપ પાર્ટીની તસવીરો અને વીડિયો ફેન્સ સાથે શેયર કર્યા હતા.

શું છે ટ્રેલરમાં ખાસ

ટ્રેલરમાં તમને ઘણી બધી એક્શન અને ડ્રામા જોવા મળશે. કાર્તિક આર્યન પરેશ રાવલને પૂછે છે, બાબા, હું નાનપણથી જોતો આવ્યો છું કે તમે મને ક્યારેય અંદર જવા નથી દીધા. ત્યારબાદ પરેશ રાવલ કહે છે કે આ સ્વર્ગ છે, અહીં પહોંચવા માટે તમારે ઘણા પુણ્ય કરવા પડશે અથવા મરવું પડશે. ગરીબીમાં ઉછેરતાં કાર્તિક આર્યનને અચાનક ખબર પડે છે કે રનદીપ તેના પિતા છે, બાલ્મિકી નથી, અને તે જિંદલ પરિવારનો રાજકુમાર છે. અસલી શહેજાદા. કાર્તિકને જ્યારે ખબર પડી કે તે રનદીપનો અસલી વારસ છે, ત્યારે તે મહેલમાં એન્ટ્રી કરે છે. ટ્રેલરમાં ખૂબ જ એક્શન અને ફાઈટ સીન્સ છે.

જોરદાર હતું શહેજાદાનું ટીઝર

આ પહેલા ફિલ્મ ‘શહેજાદા’નું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું હતું. કાર્તિકના જન્મદિવસ પર ફિલ્મમેકર્સે ટીઝર રિલીઝ કર્યું હતું. આ ફિલ્મમાં કાર્તિક પહેલીવાર એક્શન અવતારમાં જોવા મળી રહ્યો છે. ટ્રેલરથી લઈને ટીઝર સુધી કાર્તિક આર્યન ધમાકેદાર એક્શન કરતો જોવા મળી રહ્યો છે. તેના ફાઈટ સીન્સ જબરદસ્ત છે. ફિલ્મમાં કાર્તિકના પાત્રનું નામ બંટૂ છે. શહેજાદાનું નિર્દેશન ડેવિડ ધવનના પુત્ર રોહિત ધવન કરી રહ્યા છે. રોહિત આ પહેલા 2016માં આવેલી ફિલ્મ ‘ઢિશૂમ’ અને 2011ની આવેલી ફિલ્મ ‘દેશી બોયસ્’ નિર્દેશન કરી ચૂક્યો છે. ફિલ્મ ‘શહેજાદા’ 23 ફેબ્રુઆરીએ રિલીઝ થશે.

વર્ષ 2022 કાર્તિક માટે રહ્યું શાનદાર

કાર્તિક આર્યન માટે વર્ષ 2022 શાનદાર રહ્યું હતું. ફિલ્મ ભૂલ ભૂલૈયાએ બોક્સ ઓફિસ પર શાનદાર કલેક્શન કર્યું હતું. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર 260 કરોડ રૂપિયાથી વધુનો બિઝનેસ કર્યો હતો. આ સિવાય લોકોને કાર્તિકની ફિલ્મ ફ્રેડી પણ પસંદ આવી હતી. આ ફિલ્મ ઓટીટી પ્લેટફોર્મ ડિઝની પ્લસ હોટસ્ટાર પર સ્ટ્રીમ કરવામાં આવી હતી.