Kartik Aaryanએ ઠુકરાવી પાન મસાલાની જાહેરાત, 9 કરોડ રૂપિયાની કરવામાં આવી હતી ઓફર

Kartik Aaryanની લોકપ્રિયતા દિવસેને દિવસે વધી રહી છે. તાજેતરમાં, કાર્તિકે ફરી એકવાર તેના ચાહકોને પ્રભાવિત કર્યા જ્યારે તેણે તમાકુ બ્રાન્ડની પ્રોડક્ટની જાહેરાત કરવાની ના પાડી.

Kartik Aaryanએ ઠુકરાવી પાન મસાલાની જાહેરાત, 9 કરોડ રૂપિયાની કરવામાં આવી હતી ઓફર
kartik aaryan
| Edited By: | Updated on: Aug 30, 2022 | 7:09 AM

Kartik Aaryan એ હાલમાં જ કંઈક એવું કામ કર્યું છે. જેના કારણે લોકો ફરી એકવાર તેના વખાણ કરી રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, કાર્તિકે લગભગ 9 કરોડ રૂપિયાની જાહેરાતની ડીલ ઠુકરાવી દીધી છે, જે એક અભિનેતા દ્વારા તમાકુ બ્રાન્ડની પાન મસાલાની જાહેરાત હતી. કાર્તિકે આ ઉમેરવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો. એક મોટી ઓફરને ઠુકરાવીને, કાર્તિક આર્યેને તેની પેઢીના તમામ કલાકારો માટે એક દાખલો બેસાડ્યો છે. જ્યાં બોલિવૂડના ઘણા મોટા સુપરસ્ટાર્સ (Bollywood Actor) પાન મસાલા અને તમાકુની જાહેરાત કરવાનું ચૂકતા નથી, આવી સ્થિતિમાં કાર્તિક આર્યનનું આ પગલું ખૂબ જ પ્રશંસનીય માનવામાં આવે છે.

એક એન્ટરટેઈનમેન્ટ પોર્ટલે અભિનેતાના વખાણ કરતા લખ્યું કે, ‘કાર્તિકે પાન મસાલા ઉમેરવાનો ઇનકાર કર્યો હતો, જો કે આ જાહેરાત કરવાથી કાર્તિક આર્યનને લગભગ 8થી 10 કરોડનો ફાયદો થયો હોત. પરંતુ તે ખરેખર યુવા આઇકોન છે અને પોતાની જવાબદારી પ્રત્યે ખૂબ જ જાગૃત છે. તેણે સાચો નિર્ણય લીધો, તે જેટલી પ્રશંસાને પાત્ર છે તેટલી ઓછી છે.

સોશિયલ મીડિયા કાર્તિકના બની ગયા ફેન

સોશિયલ મીડિયા યુઝર્સ પણ કાર્તિકના ખૂબ વખાણ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે ‘તે એવા એક્ટર છે કે જે ક્યારેય પોતાના નૈતિકતા સાથે સમાધાન કરતા નથી, આટલી મોટી રકમને લાત મારીને તેણે એક બેન્ચમાર્ક સેટ કરી દીધો છે કે પૈસા જ સર્વસ્વ નથી.’ તો બીજા યુઝરે લખ્યું કે “તમે ખરેખર હીરો છો. જવાબદાર અને સમજદાર અભિનેતા.”

ફિલ્મ ટૂંક સમયમાં થવાની છે રિલીઝ

કાર્તિક આર્યનના આગામી પ્રોજેક્ટ્સ વિશે વાત કરીએ તો, તે ટૂંક સમયમાં કૃતિ સેનન સાથે રોહિત ધવનની શહજાદામાં જોવા મળશે, અને રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા નિર્માતા સમીર વંશમાન દ્વારા નિર્દેશિત ‘સત્યપ્રેમ કી કથા’નું શૂટિંગ પણ શરૂ કરશે.

આ વર્ષની સુપરહિટ ફિલ્મ કાર્તિકને નામ

પ્યાર કા પંચનામા અને સોનુ કે ટીટુ કી સ્વીટી જેવી ફિલ્મોથી પ્રસિદ્ધિ મેળવનારા બોલિવૂડ અભિનેતા કાર્તિક આર્યન એવા કેટલાક કલાકારોમાંથી એક છે, જેમણે કોઈ પણ ફિલ્મની પૃષ્ઠભૂમિ વિના ખૂબ જ ટૂંકા ગાળામાં પોતાની ઓળખ બનાવી છે. તેણે પોતાની મહેનતથી સાબિત કર્યું છે કે બોલિવૂડમાં ઓળખાયા વિના પણ નામ કમાઈ શકાય છે. વર્ષ 2022માં સમગ્ર બોલિવૂડ ઉદ્યોગને એક હિટ ફિલ્મ આપવાનો શ્રેય કાર્તિક આર્યનને જાય છે, તેણે અને કિયારા અડવાણીએ ફિલ્મ ભૂલ ભૂલૈયા 2માં સાથે કામ કર્યું હતું. આ ફિલ્મ આ વર્ષની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની ગઈ છે.