અમદાવાદના રસ્તાઓ પર ફેન્સથી ઘેરાયો કાર્તિક આર્યન, ભીડ જોઈને ખુશ થયો કાર્તિક

Karthik Aryan In Ahmedabad : અભિનેતા કાર્તિક આર્યન આગામી ફિલ્મ 'સત્યપ્રેમ કી કથા'ની શૂટિંગ દરમિયાન અમદાવાદના રસ્તા પર જોવા મળ્યો હતો. તેમના રસ્તા પર જોતા જ કાર્તિકના અમદાવાદી ફેન્સ એ તેમને ચારે બાજુથી ઘેરી લીધો હતો. કાર્તિક આર્યને આ ઘટનાનો એક વીડિયો પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેયર કર્યો છે.

અમદાવાદના રસ્તાઓ પર ફેન્સથી ઘેરાયો કાર્તિક આર્યન, ભીડ જોઈને ખુશ થયો કાર્તિક
Karthik Aryan was surrounded by fans on roads of Ahmedabad
Image Credit source: Instagram
| Edited By: | Updated on: Oct 29, 2022 | 11:44 PM

બોલિવૂડ અભિનેતા કાર્તિક આર્યન હાલ લોકપ્રિયતાની શિખર પર છે. અભિનેતા કાર્તિક આર્યનની બેક ટુ બેક ફિલ્મો હિટ થઈ રહી છે. સોશિયલ મીડિયા પર તેના કરોડો ચાહકો છે. હાલમાં કાર્તિક આર્યન પોતાની આગામી ફિલ્મ ‘સત્યપ્રેમ કી કથા’ની શૂટિંગમાં વ્યસ્ત છે. આ શૂટિંગ માટે તે હાલમાં અમદાવાદમાં જોવા મળ્યો હતો. અભિનેતા કાર્તિક આર્યન આગામી ફિલ્મ ‘સત્યપ્રેમ કી કથા’ની શૂટિંગ દરમિયાન અમદાવાદના રસ્તા પર જોવા મળ્યો હતો. તેમના રસ્તા પર જોતા જ કાર્તિકના અમદાવાદી ફેન્સ એ તેમને ચારે બાજુથી ઘેરી લીધો હતો. કાર્તિક આર્યને આ ઘટનાનો એક વીડિયો પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેયર કર્યો છે.

અમદાવાદના રસ્તા પર કાર્તિક આર્યનની ચારે તરફ ફેન્સ ખુશીથી ભાગીને તેને મળવાની તક શોધી રહ્યા હતા. તે તમામના મોંઢા પર કાર્તિક આર્યનનું જ નામ હતુ. આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે, કાર્તિક આર્યન અમદાવાદના રસ્તા પર ભાગી રહ્યો છે. તેની પાછળ તેના ફેન્સ પીછો કરતા કાર્તિક-કાર્તિક કહી અવાજ કરી રહ્યા છે. ફેન્સને તેના પ્રત્યેનો પ્રેમ જોઈ કાર્તિક આર્યન ખુબ ખુશ જોવા મળ્યો હતો. તેના મોંઢા પર મોટી સ્માઈલ પણ જોવા મળી હતી. પોતાના બોલિવૂડ સ્ટારને અમદાવાદના રસ્તા પર જોઈ ફેન્સ પણ આશ્ચર્યમાં મુકાયા હતા. કાર્તિકને અમદાવાદમાં જોઈ દરેકના મોંઢા પર ખુશી જોવા મળી રહી હતી.

કાર્તિક આર્યને શેયર કર્યો વીડિયો

 

કાર્તિક આર્યને આ ઘટનાને પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કરી હતી. આ દરમિયાન ફેન્સની ભીડથી કાર્તિક આર્યનને સુરક્ષિત રાખવા માટે કાર્તિકની આસપાસ સિક્યોરિટી ગાર્ડ પણ જોવા મળી રહ્યા છે. આ વીડિયોના કેપ્શનમાં તેણે લખ્યુ છે કે, તમારો પ્રેમ. સોશિયલ મીડિયા પર કાર્તિકના ફેન્સને આ વીડિયો ખુબ પસંદ આવી રહ્યો છે. આ વીડિયોને 3 લાખ કરતા વધારે વ્યૂઝ પણ મળ્યા છે.

આ દરમિયાન કાર્તિક પોતાની સાથે આવેલા એક વ્યક્તિને પૂછે છે કે, આપણે ખાવા જઈ રહ્યા છે કે શું ? ત્યાર બાદ કાર્તિક કહે છે કે, આપણે  હવે ઘરે જઈ રહ્યા છે. ફેન્સના મોંઢે કાર્તિક-કાર્તિક સાંભળી કાર્તિક આર્યન દિલથી ખુશ થઈ ગયો હતો, તેની ખુશી તેના મોંઢા પર સ્પષ્ટ જોવા મળી રહી હતી.