IBD 3 : કરિના કપૂર નહીં પરંતુ કરિશ્મા હતી સૈફ અલી ખાનની પ્રથમ બાઇક પાર્ટનર, IBD 3 પર કર્યો ખુલાસો

કરિશ્મા કપૂર ઘણીવાર ડાન્સ રિયાલિટી શોમાં ગેસ્ટ તરીકે ભાગ લેતી જોવા મળે છે. તાજેતરમાં, ઈન્ડિયાઝ બેસ્ટ ડાન્સર 3 ના એક વિશેષ એપિસોડમાં, કરિશ્મા કપૂરે તેની પ્રથમ બાઇક રાઈડની એક ફની સ્ટોરી શેર કરી.

IBD 3 : કરિના કપૂર નહીં પરંતુ કરિશ્મા હતી સૈફ અલી ખાનની પ્રથમ બાઇક પાર્ટનર, IBD 3 પર કર્યો ખુલાસો
Karisma Kapoor
| Edited By: | Updated on: Jul 30, 2023 | 2:04 PM

કરિશ્મા કપૂર સોની ટીવીના લોકપ્રિય ડાન્સ રિયાલિટી શો ઈન્ડિયાઝ બેસ્ટ ડાન્સર સીઝન 3ના સ્પેશિયલ એપિસોડ ‘અંદાઝ અનદેખા’માં જજ તરીકે જોડાઈ છે. કરિશ્મા ન માત્ર ડાન્સની મજા માણી રહી છે, પરંતુ તે શોના સ્ટેજ પર કેટલીક ફની સ્ટોરીઝ કહેતી પણ જોવા મળી હતી. એક પરફોર્મન્સની પ્રશંસા કરતા, તેણે તેની પ્રથમ બાઇક રાઇડનો અનુભવ પણ દરેક સાથે શેર કર્યો.

આ પણ વાંચો : કરિશ્મા કપૂર કૂલ લુકમાં જોવા મળી, જુઓ ફોટો

હકીકતમાં, ઈન્ડિયાઝ બેસ્ટ ડાન્સર 3 સ્પર્ધક વિપુલ કાંડપાલ અને તેના કોરિયોગ્રાફર પંકજ થાપાએ કરિશ્મા કપૂર અને શોના જજોની સામે ‘ચલા જાતા હૂં’ પર પાવર-પેક્ડ પર્ફોર્મન્સ રજૂ કર્યું હતું. એપિસોડની થીમને ધ્યાનમાં રાખીને ગુરુ શિષ્યની આ જોડીએ કોરિયોગ્રાફીમાં સ્કૂટરનો ઉપયોગ કર્યો હતો. જજની સાથે કરિશ્મા કપૂરે પણ બંનેની ક્રિએટિવિટી અને ડાન્સની પ્રશંસા કરી હતી.

સ્પર્ધકો સાથે કર્યો ડાન્સ

તમને જણાવી દઈએ કે IBD 3 સ્પર્ધક વિપુલ માટે તે એક યાદગાર સાંજ હતી. કારણ કે તે આ ખાસ અવસર પર કરિશ્મા કપૂર સાથે સ્ટેજ શેર કરવાનો મોકો મળ્યો હતો. બંનેએ “તુઝકો મિર્ચી લગી તો” પર શાનદાર ડાન્સ કર્યો હતો અને આ ડાન્સ દરમિયાન રાજા હિન્દુસ્તાની અભિનેત્રીએ જૂની યાદોને તાજી કરતા તેની પ્રથમ બાઇક રાઇડને યાદ કરી હતી.

જુઓ Video………

એક કિસ્સો વર્ણવતા, કરિશ્માએ કહ્યું કે, તેની પ્રથમ બાઇક રાઇડ તેના જીજાજી એટલે કે સૈફ અલી ખાન સાથે હતી, જેમની સાથે તેણે ફિલ્મ ‘હમ સાથ સાથ હૈ’માં સ્ક્રીન સ્પેસ પણ શેર કરી હતી. વાસ્તવમાં બંનેએ એક એડ શૂટ માટે બાઇક રાઇડ કરી હતી.

શૂટિંગ દરમિયાન પ્રથમ બાઇક રાઇડ કરવામાં આવી હતી

કરિશ્મા કપૂરે કહ્યું કે, એડ શૂટ દરમિયાન તેને ખબર પડી કે સૈફને મોટરસાઇકલ ચલાવતા નથી આવડતું અને તેણે શૂટિંગ માટે એક દિવસમાં તે શીખી લીધું. કરિશ્મા ખૂબ જ આશ્ચર્યચકિત હતી પરંતુ ઓમકારા અભિનેતાએ તેને ખાતરી આપી હતી કે તે સારી રીતે બાઇક ચલાવી શકે છે. કરિશ્માએ પણ તેના પર વિશ્વાસ રાખીને પ્રથમ બાઇક રાઇડ લીધી.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો