Karishma Kapoor Net Worth : સિનેમાથી દૂર રહીને પણ કરોડોની કમાણી કરે છે કરિશ્મા કપૂર, કારનું કલેક્શન જોઈને તમે પણ થઈ જશો હેરાન

આજે પણ કરિશ્મા કપૂરની (Karishma Kapoor) કમાણીમાં કોઈ ફરક નથી. તે હજુ પણ કરોડોની માલિક છે અને તેની પાસે એકથી વધુ લક્ઝરી કાર પણ છે.

Karishma Kapoor Net Worth : સિનેમાથી દૂર રહીને પણ કરોડોની કમાણી કરે છે કરિશ્મા કપૂર, કારનું કલેક્શન જોઈને તમે પણ થઈ જશો હેરાન
Karishma Kapoor net worth
| Edited By: | Updated on: Jun 25, 2022 | 12:27 PM

Karishma Kapoor Net Worth : અભિનેત્રી કરિશ્મા કપૂરને 90ના દાયકાની શ્રેષ્ઠ અભિનેત્રી તરીકે ઓળખવામાં આવે છે. કરિશ્મા કપૂર પોતાની સુંદરતા અને અભિનયના કારણે કરોડો દિલો પર રાજ કરે છે. આજે પણ લોકો કરિશ્મા કપૂરના (Karishma Kapoor) દિવાના છે. આજે એટલે કે 25 જૂન, 2022ના રોજ કરિશ્મા કપૂર તેનો 48મો જન્મદિવસ ઉજવી રહી છે. તમને જણાવી દઈએ કે કરિશ્મા કપૂરે ફિલ્મ ‘પ્રેમ કેદી’ (1991)થી પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી. તેણે પોતાની પહેલી ફિલ્મમાં જ એવો જાદુ કર્યો, ત્યારપછી તેને ઘણી ફિલ્મોની ઓફર મળવા લાગી. આજે જાણો કરિશ્મા કપૂરના જન્મદિવસના અવસર પર તેની નેટવર્થ વિશે.

કેટલી નેટવર્થ છે કરિશ્મા કપૂરની ?

તમને જણાવી દઈએ કે પતિથી દૂર રહ્યા બાદ પણ કરિશ્મા કપૂરની કમાણીમાં કોઈ ફરક પડ્યો નથી. તે હજુ પણ કરોડોની માલિક છે અને તેની પાસે એકથી વધુ લક્ઝરી કાર છે. જો કરિશ્મા કપૂરની નેટવર્થની વાત કરીએ તો તે 12 મિલિયન ડોલર એટલે કે 87 કરોડ છે. તમને જણાવી દઈએ કે તેની આવકનો સ્ત્રોત અભિનય અને જાહેરાત છે. જો કરિશ્મા કપૂરના કાર કલેક્શનની વાત કરીએ તો તેમાં મર્સિડીઝ બેન્ઝ S ક્લાસ, લેક્સસ એલએક્સ 470, મર્સિડીઝ બેન્ઝ E ક્લાસ, BMW 7 સિરીઝ અને ઓડી Q7 સામેલ છે.

આજે છે કરિશ્મા કપૂરનો જન્મદિવસ

કરિશ્મા કપૂર શનિવારે 25 જૂને પોતાનો 48મો જન્મદિવસ ઉજવી રહી છે. અભિનેત્રી કરિશ્મા કપૂરે પોતાના કરિયરમાં ઘણી શાનદાર અને હિટ ફિલ્મો આપી છે. આ જ કારણ છે કે તે આજે પણ ચાહકોના દિલમાં રાજ કરે છે. તેના ચાહકોને પણ કદાચ ખબર નહીં હોય કે કરિશ્મા કપૂરને ‘લોલો’ તરીકે પણ ઓળખવામાં આવે છે. જે તેની નાની લોલોબ્રિગાડાના નામ પરથી ઉતરી આવ્યું છે. રિપોર્ટ્સ અનુસાર, કરિશ્મા કપૂરનું બોલિવૂડ ડેબ્યૂ બોબી દેઓલ સાથે થવાનું હતું. હાલમાં કરિશ્મા કપૂર સિનેમાથી દૂર છે.

સંજય કપૂર સાથે કર્યા લગ્ન

આ પછી બિઝનેસમેન સંજય કપૂરે કરિશ્મા કપૂરના જીવનમાં પ્રવેશ કર્યો અને બંનેએ 29 સપ્ટેમ્બર 2003ના રોજ લગ્ન કરી લીધા. લગ્ન પછી બંને બે બાળકો સમાયરા અને કિયાનના માતા-પિતા બન્યા. જો કે, કરિશ્માના લગ્ન લાંબો સમય ટકી શક્યા નહીં. લગ્નના 13 વર્ષ બાદ બંનેએ છૂટાછેડા લીધા હતા. કરિશ્મા કપૂરનું અંગત જીવન ચાહકો માટે ખુલ્લી કિતાબ જેવું છે. પરંતુ આમાં અજય દેવગન અને કરિશ્મા કપૂરની સ્ટોરી બહુ ઓછા લોકો જાણે છે. બહુ ઓછા લોકો જાણે છે કે એક સમય એવો હતો જ્યારે કરિશ્મા અને અજય એકબીજાની ખૂબ જ નજીક હતા. આ પછી તેનું નામ અભિષેક બચ્ચન સાથે પણ જોડાયું હતું.