Karan Johar : કરણ જોહરને લગ્ન ન કરવાનો અફસોસ, કહ્યું હવે લાઈફ પાર્ટનર શોધવામાં થઈ ગયું છે મોડું

|

Jun 16, 2022 | 8:27 AM

કરણ જોહર (Karan Johar) સામાન્ય રીતે તેના શોમાં તમામ કલાકારોના અંગત જીવન વિશે પ્રશ્નો પૂછતો રહે છે, પરંતુ પ્રથમ વખત, તેના પોતાની પર્સનલ લાઈફ વિશે વાત કરતી વખતે, કરણે તેના હૃદયમાં છુપાયેલા દર્દને દુનિયાની સામે મૂક્યું છે.

Karan Johar : કરણ જોહરને લગ્ન ન કરવાનો અફસોસ, કહ્યું હવે લાઈફ પાર્ટનર શોધવામાં થઈ ગયું છે મોડું
Karan johar

Follow us on

કરણ જોહર (Karan Johar) બોલિવૂડ તેમજ ટીવી અને OTTની દુનિયામાં સફળતા હાંસલ કરી રહ્યો છે. પરંતુ તે પોતાના અંગત જીવન વિશે વધારે વાત નથી કરતો. કરણ એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીના સૌથી પ્રભાવશાળી લોકોમાંથી એક છે. હાલમાં જ કરણે તેના જન્મદિવસ નિમિત્તે આપેલી પાર્ટીમાં આખું બોલિવૂડ સામેલ થયું હતું. પરંતુ, અત્યંત સફળ હોવા છતાં, આ પ્રખ્યાત દિગ્દર્શકને અફસોસ છે કે તેણે તેના અંગત જીવન પર વધુ ધ્યાન આપ્યું નથી. હાલમાં જ એક ઈન્ટરવ્યુમાં તેણે પોતાના લાઈફ પાર્ટનર (Life Partner) વિશે મોટો ખુલાસો કર્યો છે.

જાણો કરણ જોહરનું શું કહેવું છે

ઈન્ટરવ્યુમાં કરણ કહે છે કે, તેને લાગે છે કે તેના માટે યોગ્ય જીવનસાથી શોધવામાં ઘણું મોડું થઈ ગયું છે. ફિલ્મ કમ્પેનિયન સાથે વાત કરતાં તેણે કહ્યું, “હું ઈચ્છું છું કે હું મારા અંગત જીવન પર થોડું વધારે ધ્યાન આપી શકું. મને નથી લાગતું કે મેં તે કર્યું છે. જો કે, એક માતા-પિતા તરીકે હું આજે ખૂબ જ સંતોષ અનુભવું છું. ભગવાનનો આભાર કે મેં તે પગલું (સરોગસી) લીધું પરંતુ મારે તે પાંચ વર્ષ પહેલા કરવું જોઈતું હતું. કાશ મેં તે પહેલાથી જ કર્યું હોત. પરંતુ મને લાગે છે કે આ બધા સંબંધો નિર્માણ, નિર્માતા બનવા માટે અને સ્ટુડિયો નિર્માણ કરવામાં મેં મારા અંગત જીવન પર બિલકુલ ધ્યાન આપ્યું નથી.

જાણો, શા માટે કરણ જોહરને અફસોસ છે

2015માં કરણ તેના પુત્રો રૂહી અને યશને સરોગસી દ્વારા આ દુનિયામાં લાવ્યો હતો. તેણે આગળ કહ્યું, “મને સૌથી મોટો અફસોસ એ વાતનો છે કે તેણે પોતાના અંગત જીવનમાં તે સન્માન અને સમય નથી આપ્યો જે તે આપવા માંગતો હતો. કરણ કહે છે કે મને લાગે છે કે ઘણું મોડું થઈ ગયું છે. હવે મને જીવનસાથી શોધવામાં ઘણું મોડું થઈ ગયું છે. હું પણ ઘણા દૂરના પર્વતો પર જઈને વેકેશન મનાવું. ક્યારેક કોઈનો હાથ પકડું, પણ હવે તે અશક્ય લાગે છે.

આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024

અંગત જીવનને લઈને ખૂબ જ દુ:ખી છે

કરણે આગળ કહ્યું કે, લાઈફ પાર્ટનર તમારા માટે જે કરી શકે છે તે માતા-પિતા કે બાળક નથી કરી શકતા. મારી પાસે નથી જેને આપણે જેને આપણે સોલમેટ કે લાઈફ પાર્ટનર કહીએ છીએ તે મારી પાસે નથી. આ મારા જીવનમાં એક ખાલી જગ્યા છે અને તે મારું સૌથી ઊંડું દુ:ખ છે.

Next Article