Kiara Sidharth Patch Up : જાણો કોણ છે તે વ્યક્તિ, જેણે બ્રેકઅપ બાદ કિયારા અને સિદ્ધાર્થને ફરી લાવ્યા નજીક?

|

Jun 10, 2022 | 2:48 PM

કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રા (Sidharth Malhotra) લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યાં છે. પરંતુ કિયારાએ ક્યારેય તેમના સંબંધો વિશે કહ્યું નથી અને ન તો સિદ્ધાર્થ મલ્હોત્રાએ ક્યારેય આ સંબંધ વિશે કોઈ વાત કરી છે.

Kiara Sidharth Patch Up : જાણો કોણ છે તે વ્યક્તિ, જેણે બ્રેકઅપ બાદ કિયારા અને સિદ્ધાર્થને ફરી લાવ્યા નજીક?
sidharth and kiara
Image Credit source: Instagram

Follow us on

Kiara Advani and Sidharth Malhotra: કિયારા અડવાણી (Kiara Advani) અને સિદ્ધાર્થ મલ્હોત્રાને (Sidharth Malhotra) બોલિવૂડના ક્યૂટ કપલ તરીકે જોવામાં આવે છે. કિયારા અને સિદ્ધાર્થના ચાહકોનું દિલ તૂટી ગયું હતું જ્યારે ઘણા અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો હતો કે કિયારા અને સિદ્ધાર્થનું બ્રેકઅપ થઈ ગયું છે. પરંતુ થોડા સમય પછી, ચાહકોના દિલને રાહત મળી જ્યારે સમાચાર આવ્યા કે કિયારા અને સિદ્ધાર્થનું ફરીથી પેચઅપ થઈ ગયું છે. પરંતુ દરેક વ્યક્તિ એ જાણવા માંગે છે કે કિયારા અને સિદ્ધાર્થ ફરી એકવાર સાથે કેવી રીતે આવ્યા ? તો તમને જણાવીએ કે કિયારા અને સિદ્ધાર્થના પેચઅપ પાછળ કોણ છે?

કરણ જોહરે કિયારા અને સિદ્ધાર્થનું કરાવ્યું પેચઅપ

જે વ્યક્તિએ કિયારા અને સિદ્ધાર્થનું પેચઅપ કરાવ્યું તે બીજું કોઈ નહીં પણ કરણ જોહર છે. તાજેતરમાં, એક ન્યૂઝ પોર્ટલે તેના અહેવાલમાં દાવો કર્યો છે કે કરણ જોહર, જે કપલની સૌથી નજીક છે, તે કિયારા અને સિદ્ધાર્થ અલગ થવાના સમાચારથી ખુશ નથી. આ પછી કરણ જોહરે નક્કી કર્યું કે તેઓ બંને વચ્ચેના મતભેદનું સમાધાન કરાવશે. કિયારા અને સિદ્ધાર્થ એકબીજાને ખૂબ પ્રેમ કરે છે, તેથી કરણ જોહરની સલાહને માનીને તેઓએ તેમના સંબંધોને વધુ એક તક આપી છે.

પોતાના રિપોર્ટમાં બોલિવૂડ લાઈફે સૂત્રોને ટાંકીને કહ્યું કે કિયારા અને સિદ્ધાર્થનું બોન્ડ હવે પહેલા કરતા વધુ મજબૂત થઈ ગયું છે. હાલમાં બંને પોતપોતાના વર્ક કમિટમેન્ટમાં વ્યસ્ત છે અને કામ પૂરું થયા બાદ બંને મિની વેકેશન માટે જશે. બંને છેલ્લે કરણ જોહરના 50માં જન્મદિવસની પાર્ટીમાં સાથે જોવા મળ્યા હતા.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રા લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યાં છે. પરંતુ કિયારાએ ક્યારેય તેમના સંબંધો વિશે કશું કહ્યું નથી અને ન તો સિદ્ધાર્થ મલ્હોત્રાએ ક્યારેય આ સંબંધ વિશે કોઈ વાત કરી છે. પણ, બંને ઘણી વખત મુંબઈના રસ્તાઓ પર સાથે જોવા મળ્યા છે. બંને રજાઓ મનાવીને ઘણી વખત સાથે આવ્યા છે.

કિયારા અને સિદ્ધાર્થના વર્કફ્રન્ટ વિશે વાત કરીએ. કિયારા તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ ભૂલ ભૂલૈયા 2 માં જોવા મળી હતી, જેમાં તેના અભિનયની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી. આ સિવાય કિયારા જલ્દી જ વરુણ ધવન સાથે ફિલ્મ જુગ જુગ જિયોમાં જોવા મળશે અને સિદ્ધાર્થની વાત કરીએ તો, તેના ખાતામાં મિશન મજનૂ અને થેંક ગોડ જેવી મોટા બજેટની ફિલ્મો છે.

Next Article