કરણ દેઓલે કર્યો ખુલાસો, ‘પલ પલ દિલ કે પાસ’ની નિષ્ફળતા પછી સની દેઓલના પુત્રએ પોતાની જાતને સંભાળી, બોબી ચાચુએ કરી મદદ

|

Mar 04, 2022 | 1:59 PM

કરણના કહેવા પ્રમાણે લોકોને તેની પાસેથી ઘણી અપેક્ષાઓ હતી. કારણ કે તે ધર્મેન્દ્ર (Dharmendra), સની દેઓલ, બોબી દેઓલ અને અભય દેઓલના (Abhay Deol) પરિવારનો છે.

કરણ દેઓલે કર્યો ખુલાસો, પલ પલ દિલ કે પાસની નિષ્ફળતા પછી સની દેઓલના પુત્રએ પોતાની જાતને સંભાળી, બોબી ચાચુએ કરી મદદ
Karan Deol (File Image)

Follow us on

બોલિવૂડ એક્ટર કરણ દેઓલે (Karan Deol) પિતા સની દેઓલના (Sunny Deol) નિર્દેશનમાં બનેલી ફિલ્મ ‘પલ પલ દિલ કે પાસ’માં (Pal Pal Dil Ke Paas) કામ કર્યું હતું. આ ફિલ્મને લઈને સમગ્ર દેઓલ પરિવાર ખૂબ જ ઉત્સાહિત હતો. જોકે કરણની આ પહેલી ફિલ્મ બોક્સ ઓફિસ (Box Office Report) પર નિષ્ફળ સાબિત થઈ હતી.

કરણના કહેવા પ્રમાણે લોકોને તેની પાસેથી ઘણી અપેક્ષાઓ હતી. કારણ કે તે ધર્મેન્દ્ર (Dharmendra), સની દેઓલ, બોબી દેઓલ અને અભય દેઓલના (Abhay Deol) પરિવારનો છે. જ્યારે કરણે સહર બમ્બા (Sahar Bambaa) સાથે પલ પલ દિલ કે પાસ કર્યું ત્યારે આ ફિલ્મ વિશે એવું કહેવામાં આવી રહ્યું હતું કે, આ ફિલ્મ રોમેન્ટિક જોનરમાં કંઈક અદ્ભુત કરી શકે છે. જો કે તે થઈ શક્યું નહીં. તેથી કરણને થોડો સમય લાગ્યો. તે ખૂબ જ નિરાશ હતો. અભિનેતાએ એવી રીતે કહ્યું કે, તે સમયે બોબી ચાચુએ (Bobby deol) માત્ર કરણને સપોર્ટ જ નથી કર્યો, પરંતુ કરણને સમજાવ્યો પણ હતો. કરણે કહ્યું કે, તે સમયે બોબી દેઓલ તેની સાથે હતો અને તેણે કરણને ઘણો પ્રેરિત કર્યો હતો.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

સિદ્ધાર્થ કાનનને આપેલા ઈન્ટરવ્યુમાં કરણે કહ્યું- ‘તે સમયે બોબી અંકલ મારી પાસે આવ્યા અને કહ્યું- ‘મને 3 વર્ષથી કોઈ કામ મળ્યું નથી. જ્યારે મારી કારકિર્દીની શરૂઆત થઈ ત્યારે તે સૌથી મોટી હિટ હતી જે મેં આપી હતી. પરંતુ જ્યારે વસ્તુઓ બનતી નથી, ત્યારે તે થતી નથી.” કરણે આગળ કહ્યું- ‘ચાચુએ કહ્યું કે તેને પોતાને સાબિત કરવાની બીજી તક મળી છે.’ કરણે કહ્યું- તેણે કહ્યું હતું, હાર ન માનો. તેને જોઈને અને મારા ઘરમાં તેના જેવા વધુ પ્રેરક લોકોને જોઈને હું વધુ સારૂ અનુભવું છું.

કરણની બીજી ફિલ્મ દર્શકોને આવી પસંદ

પલ પલ દિલ કે પાસ પછી કરણ દેઓલની ફિલ્મ ‘વેલે’ આવી. આ ફિલ્મ દર્શકોને પસંદ પડી હતી. હવે કરણ તેના પિતા સની અને કાકા બોબી સાથે ફિલ્મ ‘અપને 2’માં જોવા મળશે.

કરણે IANSને કહ્યું હતું કે, ‘મને એ સાંભળવું ગમે છે કે, હું એક લિઝેન્ડ્રી પરિવારનો છું. પરંતુ હું મારી અલગ ઓળખ બનાવવા માંગુ છું. હું કરણ દેઓલથી ઓળખ બનાવવા માંગુ છું. હું મારી જાતને ઓળખવા માંગુ છું. હવે હું મારા અભિનય સિવાય મારા શરીર પર પણ ધ્યાન આપી રહ્યો છું. હું બોક્સિંગ અને ડાન્સિંગ પર ભાર આપી રહ્યો છું. એક કલાકાર તરીકે હું મારી કલા માટે મારું સર્વસ્વ આપવા તૈયાર છું. હું એક્શન અને થ્રિલર માટે ખૂબ જ ઉત્સાહિત છું.

આ પણ વાંચો: Lock Up: કંગના રનૌતના શો ‘લોક અપ’માં સામેલ થયા ‘બિગ બોસ’ના સ્પર્ધક અભિનેતા કરણ કુન્દ્રા, જોવા મળશે આ રોલમાં

આ પણ વાંચો: WOW: અરમાન મલિક તેના સિંગલ ‘યુ’ સાથે Grammys Global Spinમાં આવનાર પ્રથમ ભારતીય કલાકાર બન્યો

Next Article