Zwigato: બાઈક પર ઘરે ઘરે ડિલીવરી પહોંચાડશે કપિલ શર્મા, આ દિવસે રિલીઝ થશે ફિલ્મ ઝ્વિગાટો

કપિલની (Kapil Sharma) અપકમિંગ ફિલ્મની રિલીઝ ડેટનું એનાઉન્સમેન્ટ કરવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે 'ઝ્વિગાટો'માં એક ફૂડ ડિલિવરી મેનની સ્ટોરી કહેવામાં આવી છે. તમને જણાવી દઈએ કે હાલમાં જ તેને ટોરન્ટો ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં પણ પ્રદર્શિત કરવામાં આવી હતી.

Zwigato: બાઈક પર ઘરે ઘરે ડિલીવરી પહોંચાડશે કપિલ શર્મા, આ દિવસે રિલીઝ થશે ફિલ્મ ઝ્વિગાટો
Kapil Sharma Zwigato
Image Credit source: Instagram
| Edited By: | Updated on: Jan 20, 2023 | 8:09 PM

ટીવી ઈન્ડસ્ટ્રીમાં કોમેડીની દુનિયાના કિંગ તરીકે ઓળખાતા કપિલ શર્મા વધુ એક ધમાકો કરવા માટે તૈયાર છે. કપિલની અપકમિંગ ફિલ્મ ‘ઝ્વિગાટો’ની રિલીઝ થવા માટે તૈયાર છે. આ સાથે ફરી એકવાર મોટા પડદા પર કપિલના ફેન્સ તેને જોવા માટે ખૂબ જ એક્સાઈટેડ છે. આ ફિલ્મ તાજેતરમાં જ ટોરોન્ટો ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં પણ પ્રદર્શિત કરવામાં આવી હતી. ફિલ્મની રિલીઝ ડેટનું પણ એનાઉન્સમેન્ટ કરવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે ‘ઝ્વિગાટો’માં એક ફૂડ ડિલિવરી મેનની સ્ટોરી કહેવામાં આવી છે.

તમને જણાવી દઈએ કે નંદિતા દાસની અપકમિંગ ફિલ્મ ‘ઝ્વિગાટો’માં પોતાની એક્ટિંગથી કપિલ શર્મા ફરી એકવાર તેના ફેન્સને હસાવતો જોવા મળશે. આ ફિલ્મમાં તેનું પાત્ર ખૂબ જ અલગ છે. આશા છે કે લોકોને આ સ્ટોરી ખૂબ જ પસંદ આવશે. ડિલીવરી બોયના રોલમાં કપિલ શર્માને જોવા માટે તેના ફેન્સ પણ ખૂબ જ એક્સાઈટેડ છે.

અહીં જુઓ મોશન પોસ્ટર

અપ્લોઝ એન્ટરટેઈનમેન્ટે જાહેર કરી રિલીઝ ડેટ

ફિલ્મની રિલીઝ ડેટની વાત કરીએ તો આ ફિલ્મને થિયેટરોમાં રિલીઝ થવામાં ઓછો સમય બાકી છે. આ ફિલ્મ આ વર્ષે 17 માર્ચે મોટા પડદા પર રિલીઝ થશે. અપ્લોઝ એન્ટરટેઈનમેન્ટે પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર કપિલની ફિલ્મનું મોશન પોસ્ટર રિલીઝ કરતી વખતે ડેટનો પણ જણાવી છે. આ સિવાય કેપ્શનમાં લખ્યું છે કે “વર્ષનો સૌથી મોસ્ટ અવેટેડ ઓર્ડર આખરે આવી રહ્યો છે! ઝ્વિગાટો. 17 માર્ચે થિયેટરોમાં. ફૂડ ડિલીવરી રાઈડ વિશે એક હૃદયસ્પર્શી સ્ટોરી સ્ટારર કપિલ શર્મા અને શાહના ગોસ્વામી નંદિતા દાસ દ્વારા લખાયેલી અને નિર્દેશિત #ZwigatoOn17thMarch”

આ પણ વાંચો : નોરા ફતેહીનો ફોટો ક્લિક કરતી વખતે પડી ગયો માણસ, એક્ટ્રેસે તેની કરી મદદ, જુઓ Viral Video

ફિલ્મનું ટ્રેલર

ડિલીવરી બોયના જીવન પર આધારિત છે આ ફિલ્મ

બુસાન ફિલ્મ ફેસ્ટિવલમાં ફિલ્મના સ્ક્રિનિંગ પહેલા કપિલ શર્માએ તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ પર ઝ્વિગાટોનું ટ્રેલર પણ શેયર કર્યું હતું. જેના પ્રોમોની શરૂઆત કપિલ શર્મા ઓર્ડર આપવા માટે ડેસ્ટિનેશન પર પહોંચવાની સાથે શરૂ થાય છે. ટ્રેલરમાં તમે જોઈ શકો છો કે નોટિસ જોઈને તેને સીડી ચડવા માટે મજબૂર કરવામાં આવે છે.

ડિલીવરી બોય હોવાને કારણે તે લિફ્ટનો ઉપયોગ કરી શકતો નથી. નોટિસમાં લખ્યું છે કે, ‘ડિલીવરી બોયને લિફ્ટનો ઉપયોગ કરવાની પરમિશન નથી’. હવે આ ફિલ્મ દર્શકોનું કેટલું મનોરંજન કરે છે તે આવનારા સમયમાં જ ખબર પડશે. તે જોવાનું રસપ્રદ રહેશે કે તેની કોમેડીની જેમ આ ફિલ્મમાં પણ કપિલ કમાલ કરવામાં કામયાબ થાય છે કે નહીં?